New Year Skin Care Resolution: નવા વર્ષે લો આ 8 સ્કિન કેર રેઝોલ્યુશન, લાંબો સમય રહેશો યુવાન
New Year Skin Care Resolution: નવા વર્ષે લો આ 8 સ્કિન કેર રેઝોલ્યુશન, લાંબો સમય રહેશો યુવાન
ચહેરાની ડેડ સ્કિન હટાવવી બહુ જરૂરી છે એટલે સપ્તાહમાં ઓછામાં ઓછા બે વખત સ્કિનને એક્સફોલિએટ કરો. (Image credit- Shutterstock)
Skin Care Resolutions: નવા વર્ષે પોતાના સ્કિન કેર રૂટિનમાં મોઈશ્ચરાઈઝર (moisturizer)ને એડ કરો. મોઈશ્ચરાઈઝર તમારી સ્કિનને હાઈડ્રેટ કરીને તેને સોફ્ટ અને ગ્લોઇંગ (Glowing) બનાવે છે.
New Year Skin Care Resolution: જો તમારા ચહેરા પર પિમ્પલ્સ (pimples), એકને (acne), ફાઈન લાઈન (fine lines) વગેરે સમસ્યા રહેતી હોય તો તેની પાછળ ખરેખર તો તમારી નાની-મોટી ભૂલો હોઈ શકે છે. આ ભૂલોને કરવાથી તમે બચો તો તમારી સ્કીન લાંબા સમય સુધી હેલ્ધી અને સ્પોટલેસ (spotless skin tips) રહેશે. એવામાં જો તમે નવું વર્ષ શરુ થવા સાથે પોતાના સ્કિન કેર રૂટિનને લઈને આ 8 રેઝોલ્યુશન (New Year Resolutions) લો તો તમે ત્વચા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવશો.
1. સ્કિનને હંમેશા મોઈશ્ચરાઈઝ્ડ રાખો
નવા વર્ષે પોતાના સ્કિન કેર રૂટિનમાં મોઈશ્ચરાઈઝર (moisturizer)ને એડ કરો. મોઈશ્ચરાઈઝર તમારી સ્કિનને હાઈડ્રેટ કરીને તેને સોફ્ટ અને ગ્લોઇંગ (Glowing) બનાવે છે. જ્યારે તમે ફેસ પર મોઈશ્ચરાઈઝર નથી લગાવતા તો સ્કિન ડ્રાય થઈ જાય છે અને તેને લીધે રિન્કલ્સ આવવા લાગે છે.
2. સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ
ઘરથી બહાર નીકળતી વખતે સનસ્ક્રીન (sunscreen) લગાવવું દરેક ઉંમરની વ્યક્તિ માટે જરૂરી છે. સનસ્ક્રીનની જરૂરિયાત ઘરની અંદર અને બહાર બંનેમાં હોય છે. એવામાં પોતાની સ્કિન અનુસાર સનસ્ક્રીન ક્રીમ પસંદ કરીને તેનો ઉપયોગ નિયમિત કરો.
3. મેકઅપ રિમૂવ કરો
કેટલીક મહિલાઓ મેકઅપનો શોખ તો ધરાવે છે પણ તેઓ રોજ રાત્રે સ્કિન સાફ કરવામાં આળસ કરે છે. એવામાં સ્કિનની એજિંગની સમસ્યા અનેક ગણી વધી જાય છે. ત્વચાને પણ શ્વાસ લેવાની જરૂર પડે છે એટલે મેકઅપ કાઢ્યા બાદ જ સૂવો.
4. ફેસ માસ્કનો ઉપયોગ
સપ્તાહમાં એકવાર પોતાની સ્કિન પર ફેસ માસ્ક જરૂર લગાવો. પોતાની જરૂરિયાત પ્રમાણે હાઈડ્રેટિંગ માસ્ક, એન્ટી એજિંગ અથવા એન્ટી એકને માસ્ક ચહેરા પર અપ્લાય કરો.
મોબાઈલ ફોન દરેકની જરૂરિયાત છે. એવામાં મોટાભાગના લોકો મોબાઈલને ગંદા હાથે અડે છે પછી એ જ ફોનને કાનમાં લગાવે છે. જેથી ફોનના જર્મ્સ અને ડસ્ટ આપણા ચહેરા પર આવી જાય છે અને એલર્જી થવાની શક્યતા રહે છે. એટલે આલ્કોહોલ બેઝ્ડ વાઈપ્સથી મોબાઈલ ક્લીન કરતા રહો.
6. સાફ પિલો કવર
હંમેશા સૂતી વખતે સાફ પિલો કવરનો ઉપયોગ કરો. ઓશિકા પર તેલ, ગંદકી અને પસીનો તમારા ચહેરા પર પિમ્પલ્સ, એકનેનું કારણ બની શકે છે.