Home /News /lifestyle /Glycerin For Skin Care: ઠંડીમાં સ્કિનને નેચરલ રીતે મોઇસ્યુરાઇઝ કરવા ગ્લિસરીનમાં મિક્સ કરો આ વસ્તુ, કરચલીઓ પણ છૂ થઇ જશે
Glycerin For Skin Care: ઠંડીમાં સ્કિનને નેચરલ રીતે મોઇસ્યુરાઇઝ કરવા ગ્લિસરીનમાં મિક્સ કરો આ વસ્તુ, કરચલીઓ પણ છૂ થઇ જશે
ગ્લિસરીન સ્કિન માટે બેસ્ટ છે.
Glycerine For Skin Care: ઠંડીની સિઝનમાં સામાન્ય રીતે મોટાભાગના લોકોની સ્કિન ડ્રાય થઇ જતી હોય છે. ડ્રાય સ્કિનને નેચરલ રીતે મોઇસ્યુરાઇઝ કરવા માટે ગ્લિસરીન એક બેસ્ટ ઉપાય છે. તો તમે પણ આ રીતે ગ્લિસરીનનો ઉપયોગ કરો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં સ્કિન બહુ ડ્રાય થઇ જાય છે, જેને મોઇસ્યુરાઇઝ કરવા માટે લોકો જેલી, મોઇસ્યુરાઇઝ, ક્રીમ જેવી અનેક વસ્તુઓની મદદ લેતા હોય છે. સ્કિનની ડ્રાયનેસને દૂર કરવા માટે તમે ગ્લિસરીનનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. ગ્લિસરીન તમારી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ઘરાવે છે. ગ્લિસરીન તમને કોઇ પણ મેડિકલમાં સરતાથી મળી રહે છે. ગ્લિસરીન સ્કિનની ડ્રાયનેસ દૂર કરે છે અને સાથે સ્કિનને સોફ્ટ બનાવવાનું કામ કરે છે. આ સાથે જ તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવે છે. તો જાણી લો તમે પણ સ્કિન માટે ગ્લિસરીન કે રીતે ફાયદાકારક છે.
સ્કિનને મોઇસ્યુરાઇઝર કરવા માટે ગ્લિસરીનનો ઉપયોગ ઇંડા અને મધની સાથે મિકસ કરીને કરો. આ માટે તમે એક બાઉલ લો અને એમાં એક ઇંડાની સફેદી નિકાળી દો અને સારી રીતે ફેંટી લો. પછી એક ચમચી ગ્લિસરીન અને એક ચમચી મધ નાંખીને પેસ્ટ કરી લો. પછી આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને ગુલાબજળના પાણીથી મોં ક્લિન કરી લો. આ પેસ્ટ તમે બ્રશની મદદથી પણ લગાવી શકો છો.
ગ્લિસરીન અને લીંબુ
ફેસ અને બોડીને મોઇસ્યુરાઇઝ કરવા માટે તમે ગ્લિસરીનનો ઉપયોગ લીંબુની સાથે કરો છો તો સ્કિનને અનેક ફાયદો થાય છે. આ માટે તમે એક બાઉલમાં એક મોટી ચમચી ગ્લિસરીન લો અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી લો.
આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. પછી આ પેસ્ટને ફેસ તેમજ હાથ-પગની સ્કિન પર લગાવી શકો છો. આ તમારી સ્કિન માટે બેસ્ટ છે. ગ્લિસરીનથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે અને સાથે મોઇસ્યુરાઇઝ થાય છે.
આ ફાયદાઓ પણ થશે
ગ્લિસરીનનો ઉપયોગ ડ્રાયનેસ દૂર કરીને સ્કિનને મોઇસ્યુરાઇઝ કરવાનું કામ કરે છે. તમારા ફેસ પર બહુ કરચલીઓ છે તો તમે ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો. ગ્લિસરીન સ્કિનની કાળાશ દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જ તમારી સ્કિન પર ગ્લો લાવે છે અને ઓઇલ ફ્રી બનાવે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર