Home /News /lifestyle /Skin Care : આ રીતે પણ કરી શકાય છે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ, જાણો ક્યા કામને બનાવશે સરળ

Skin Care : આ રીતે પણ કરી શકાય છે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ, જાણો ક્યા કામને બનાવશે સરળ

પેટ્રોલિયમ જેલીના વિવિધ ઉપયોગો બનાનશે તમારા આ કામ સરળ

Different Uses Of Petroleum Jelly : ખનિજ તેલ અને મીણમાંથી બનાવેલ આ સેમી સોલિડ જેલી જેવું પદાર્થ તમારા માટે ઘણા કામ સરળ બનાવી શકે છે

    Different Uses Of Petroleum Jelly : દરેકના ઘરે ડ્રેસિંગ ટેબલ પર તમને બીજું કંઈ નહીં તો તમને પેટ્રોલિયમ જેલી (Petroleum Jelly)ની ડબ્બી જરૂરથી મળી જશે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ફાટેલા હોઠ અથવા ફાટેલી એડીઓને મટાડવા વપરાય છે. આ ઉપરાંત લોકો તેનો ઉપયોગ સ્કિન (Skin)ની રેશિઝના ઈલાજ માટે પણ કરે છે. ખનિજ તેલ અને મીણમાંથી બનાવેલ આ સેમી સોલિડ જેલી જેવું પદાર્થ તમારા માટે ઘણા કામ સરળ બનાવી શકે છે. દા.ત. આંગળીમાં અટકેલી રિંગને બહાર કાઢવા માટે તેનો ઉપયોગ થઇ શકે છે. સાથે જ ડાયપરથી થયેલા રેશિઝના ઈલાજ માટે પણ થઈ શકે છે. એવી ઘણી ટીપ્સ છે, જેના દ્વારા તમે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કામ સરળ બનાવી શકો છો. ચાલો જાણીએ કે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કયા કામ સરળ બનાવવા માટે કરી શકીએ.

    1. નખ અને ક્યુટિકલ્સને રિહાઇડ્રેટ કરવામાં

    જો તમારા નખની આજુબાજુની સ્કીન ખરાબ થઇ ગઈ છે અને બળતરા થાય છે, તો આ ત્વચા પર પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરો. તમારા નખ અને ક્યુટિકલ્સ પર પેટ્રોલિયમ જેલી લગાવો. તેનો ઉપયોગ કરવાથી નખ નહીં તૂટે અને ત્વચા નરમ રહેશે.

    2. આઇ મેકઅપ રીમુવર

    જ્યારે તમે રાત્રે મેક-અપ ઉતારો છો, ત્યારે તેને તમારી આંખો પર સારી રીતે લગાવો અને હળવા હાથથી મસાજ કરો. તમારો બધા મેકઅપ નીકળી જશે. હવે તેમને સ્વચ્છ ટુવાલ અથવા કોટનથી તેને સાફ કરી લો. પેટ્રોલિયમ જેલી ત્વચા અને આંખોને નુકસાન પહોંચાડતું નથી.

    3. હેર ડાઈના ડાઘથી બચાવશે

    જયારે લોકો વાળમાં કલર કરે છે, ત્યારે કાન અને કપાળ પર રંગ લાગી જાય છે. જેથી હેર કલર કરતા પહેલા કપાળ અને કાન પર પેટ્રોલિયમ જેલી લગાવી દો. જેથી સ્કિન પર રંગ લાગશે તો પણ તેનો ડાઘ નહીં રહે.

    4. શૅવિંગમાં કટથી બચાવશે

    શેવિંગ કરતી વખતે જો તમને કટ લાગી જાય તો તમે તેનો પ્રયોગ કરી શકો છો. તેની મદદથી તમે સરળતાથી શેવિંગ કરી શકશો. કોઈપણ પ્રકારનું ઇરિટેશન કે બ્લડિંગ પણ નહીં થાય.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતુ નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
    First published:

    Tags: Life Style Tips, Lifestyle News, Petroleum Jelly, Shaving, Skin care

    विज्ञापन
    विज्ञापन