ચોમાસામાં ત્વચા રહેશે ટકાટક, આવી રીતે કરો લીમડાના ફેસપેકનો ઉપયોગ

તસવીર/shutterstock

Neem Face Pack In Monsoon skin care: લીમડા (Neem)ના પાંદડા ખાઈ શકાય છે, તેનો રસ પણ પીવામાં આવે છે અને ત્વચા પર પણ લગાવી શકાય છે. એકંદરે લીમડાના પાન તમારા આરોગ્યને તંદુરસ્ત રાખે છે.

  • Share this:
Neem Face Pack In Monsoon skin care: લીમડા (Neem)ના પાંદડા ખાઈ શકાય છે, તેનો રસ પણ પીવામાં આવે છે અને ત્વચા પર પણ લગાવી શકાય છે. એકંદરે લીમડાના પાન તમારા આરોગ્યને તંદુરસ્ત રાખે છે. લીમડો એવી દવા છે, જેમાંથી અનેક રોગોની ઘરેલુ સારવાર (Home Remedies) કરી શકાય છે. સુંદર ત્વચા માટે લોકો લીમડાનો ઘણી રીતે ઉપયોગ કરે છે. આજે બજારમાં લીમડાના ઘણા બધા ઉત્પાદનો ઉપલબ્ધ છે. પણ લીમડાના ફેસ પેક જેવી વસ્તુઓ ઘરે પણ બનાવી શકાય છે. ચોમાસા (Monsoon)માં સ્કિન પ્રોબ્લેસ સામાન્ય સમસ્યા છે. ત્યારે લીમડાનું ફેસપેક તમને ખીલ, ફોલ્લીઓ અને ડાઘ દૂર કરવામાં મદદ કરશે.

સ્કિન પર મોટા ભાગની સમસ્યાઓ બેક્ટેરિયાને કારણે ઉભી થાય છે. લીમડાના પાંદડાંમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મથી આવા બેક્ટેરિયાનો ખાત્મો થઈ શકે છે. જે ખીલની સમસ્યાને પણ દૂર કરે છે. આ ઉપરાંત લીમડાના પાનથી ચહેરા પર કુદરતી નિખાર પણ લાવી શકાય છે અને ત્વચાને યૌવન આપવા પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ચોમાસામાં ચહેરાને રિફ્રેશ-હાઇડ્રેટ રાખવા તેમજ ડીપ ક્લીન કરવા અને પોર્સના કલોગ્સને ખોલવા માટે પણ લીમડાના પાંદડાનો ઉપયોગ થઈ શકે છે.

આવી રીતે કરો પ્રયોગ

મધ સાથે પ્રયોગ

લીમડાના 20 પાન અને બે ચમચી મધ તથા તજનો ચપટી જેટલા પાવડરથી ફેસ પેક તૈયાર થશે. ફેસપેક બનાવવા લીમડાના પાનને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને મધ અને તજના પાવડરમાં ભેળવી ફેસ પેક બનાવો. આ ફેસપેક લગાવવાથી ઘણા ફાયદા થાય છે. ખીલ-ફોલ્લીઓથી પીડાતા લોકોએ આ ફેસપેક 10 મિનિટ સુધી લગાડી રાખવું જોઈએ.

આ પણ વાંચો: રોજ સવારે પીવો ગ્રીન કોફી, ડાયાબિટીસથી લઇને બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં

મુલતાની માટી સાથે ઉપયોગ

લીમડાના 15 પાનને પીસીને પેસ્ટ બનાવો. હવે તેમાં 2-2 ચમચી ગુલાબ જળ અને મુલતાની માટી ઉમેરો. પેસ્ટ વધુ કડક થઇ જાય તો નરમ પાડવા ગુલાબ જળનો ઉપયોગ થઈ શકે છે. આ પેસ્ટને તમારા ચહેરા, ગળા પર લગાવી 20 મિનિટ પછી ધોઈ નાખો. હવે ચહેરો સાફ કર્યા બાદ ગુલાબજળથી વાઈપ કરો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞોનો સંપર્ક કરો.)
Published by:kuldipsinh barot
First published: