Home /News /lifestyle /

Holi 2022: ધુળેટીમાં રંગોથી ખરાબ નહીં થાય વાળ, સ્કિન અને નખ, અપનાવી લો આ 7 આસાન ટિપ્સ

Holi 2022: ધુળેટીમાં રંગોથી ખરાબ નહીં થાય વાળ, સ્કિન અને નખ, અપનાવી લો આ 7 આસાન ટિપ્સ

સ્કિન કેર ટિપ્સ

Skin Care: જો તમે ઓર્ગેનિક રંગો (Organic color)નો ઉપયોગ કરો તો પણ તમારે તમારી ત્વચાને નુકસાનથી બચાવવાની જરૂર છે અને રંગ સરળતાથી નીકળી જાય તે માટે પણ તૈયારી કરવી પડશે. ત્વચા પર કલર (Color) હોય અને તે સૂર્યના સંપર્કમાં આવે તો તમારી ત્વચાને ખૂબ નિસ્તેજ અને ક્ષતિગ્રસ્ત બનાવી શકે છે.

વધુ જુઓ ...
  રંગોના તહેવાર હોળી (Holi 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકો આ તહેવારની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે હોળી-ધુળેટી (Holi-Dhuleti)માં ઠેર ઠેર ધમાલ, હર્ષોલ્લાસ અને મનોરંજન જોવા મળશે. જોકે, આ તહેવારમાં કલરના કારણે ત્વચાને નુકસાન (Color on skin) થઈ શકે છે. જો તમે ઓર્ગેનિક રંગો (Organic color)નો ઉપયોગ કરો તો પણ તમારે તમારી ત્વચાને નુકસાનથી બચાવવાની જરૂર છે અને રંગ સરળતાથી નીકળી જાય તે માટે પણ તૈયારી કરવી પડશે. ત્વચા પર કલર (Color) હોય અને તે સૂર્યના સંપર્કમાં આવે તો તમારી ત્વચાને ખૂબ નિસ્તેજ અને ક્ષતિગ્રસ્ત બનાવી શકે છે.

  પ્રી હોલી સ્કિન કેર ટિપ્સ

  કલરના રસાયણો ખૂબ જ હાનિકારક અને ખતરનાક સાબિત થઈ શકે છે. તે તમારી ત્વચાની સપાટી પરથી અંદર પ્રવેશી શકે છે. જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ અને ખીલ થઈ શકે છે. એલર્જીનો ભોગ પણ બની શકાય છે. તેથી હોળી રમવા માટે બહાર જાઓ તે પહેલાં તમારી ત્વચાની યોગ્ય સંભાળ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હોળી રમવા આગોતરી તૈયારી કરીને તમે ડર વિના હોળી રમવાનો આનંદ માણી શકો છો. હોળીના હાનિકારક રંગોથી તમારી ત્વચાને બચાવવા માટે અહીં 7 મહત્વપૂર્ણ ટીપ્સ આપવામાં આવી છે. જેને અનુસરવાથી તમને હોળી પર કલરથી રમ્યા બાદ ત્વચાને નુકસાન નહીં થાય અને ચામડી પર કલરની એલર્જીથી સુરક્ષા મળશે.

  1. મોઇશ્ચરાઇઝર લગાવો

  હોળી-ધુળેટી પર રંગોથી રમવા નીકળો તે પહેલાં હાઇડ્રેશન માટે તમારી ત્વચા પર મોઇશ્ચરાઇઝર અથવા ફેશિયલ લગાવો. આવું કરવાથી ત્વચા અને રસાયણો વચ્ચે પડ ઉભું થઈ શકશે. જે કલરને ત્વચામાં પ્રવેશતા અટકાવે છે. ત્વચાને હાઇડ્રેટ કરવા માટે સારા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

  2. હાઇડ્રેટેડ રહો

  હોળી પર પાણી, જ્યુસ, ગ્લુકોઝ વગેરે પીવાનું રાખો. આખો દિવસ. શરીરમાં પાણી ઓછું થઈ જાય ત્યારે ત્વચા શુષ્ક બની શકે છે અને સનબર્નનો શિકાર બની શકે છે. હોળી પર રંગથી રમ્યા હોય તેવી સ્થિતિમાં ત્વચા નિસ્તેજ અને નિર્જીવ દેખાઈ શકે છે. વધુ પડતો આલ્કોહોલ પીવાથી તમારા ચહેરા પર પફનેસ અને નિસ્તેજપણું સરળતાથી જોવા મળી શકે છે. જેથી હોળી પર આલ્કોહોલ પીનાર લોકોએ વધુ પાણી પીવું જરૂરી છે.

  આ પણ વાંચો-તમારા રસોડમાં હાજર આ 4 વસ્તુઓ ખરતા વાળની સમસ્યા કરશે દૂર, નહીં ખરચવા પડે ખોટાં રૂપિયા

  3. બરફના ટુકડા

  બરફમાં તમામ ખુલ્લા છિદ્રોને બંધ કરવાની શક્તિ હોય છે. જેથી તમારી ત્વચા પર કંઈપણ લગાવતા પહેલા લગભગ 10 મિનિટ સુધી બરફના ટુકડાથી ચહેરા પર મસાજ કરો. મસાજ કર્યા બાદ થોડું ઓર્ગેનિક તેલ અથવા સનસ્ક્રીન લગાવો. આમ કરવાથી ત્વચા પર થતા ખીલથી બચી શકાય છે.

  4. નખ પર તેલ લગાવો

  નખની પણ જાળવણી કરવી જરૂરી છે. નખ પર રંગ રહી જાય તો ખાતી વખતે પેટમાં જઈ શકે છે. જેથી તમારા નખને ટૂંકા રાખીને અને ડાર્ક નેઇલ પોલિશથી પેઇન્ટિંગ કરીને નુકસાનથી બચાવો. ઓલિવ ઓઇલ ઢાલ તરીકે કામ કરશે, જેથી રંગ સ્પર્શતા પહેલા તમારા નખ પર થોડું ઓલિવ તેલ ઘસવું.

  આ પણ વાંચો-દલિયા Vs ચોખાની ખીચડી: જાણો બંનેમાંથી કઇ ખીચડી છે સૌથી વધુ ફાયદાકારક

  5. પેટ્રોલિયમ જેલી

  હોઠને રંગથી રક્ષણ આપવા થોડી પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરો. પેટ્રોલિયમ જેલી થોડી જાડી હોય છે. તે લાંબા સમય સુધી ચાલશે. આ ઉપરાંત તમે ગળા, કાનના પાછળના ભાગ અને આંગળીઓની વચ્ચે જેલી લગાવી શકો છો.

  6. સનસ્ક્રીન લગાવો

  હોળી-ધુળેટીમાં બહાર નીકળો ત્યારે ત્વચા સતત તડકાના સંપર્કમાં આવે છે, જે ટેનિંગનું જોખમ વધારે છે. ટેનિંગથી બચવા માટે વોટરપ્રૂફ સોલર મોઇશ્ચરાઇઝર લગાવો. તે તમારી ત્વચાને સુરક્ષિત કરી શકે છે.

  7. સુતરાઉ વસ્ત્રોથી શરીર ઢાંકો

  હોળી આઉટડોર તહેવાર હોવાથી તમારા શરીરના ભાગોને શક્ય તેટલા આવરી લે તેવા વસ્ત્રો પહેરો. સિન્થેટિક અને ચુસ્ત કપડાં રંગના સંપર્કમાં આવે તો ત્વચા પર ફોલ્લીઓ અને એલર્જીનું કારણ બની શકે છે. જેથી લાંબી બાંયના કુર્તા, ટી-શર્ટ કે શર્ટ, ટ્રાઉઝર, પેન્ટ, જોગિંગ પેન્ટ સહિતના વિકલ્પો પર નજર દોડાવો. આવા કપડાં ત્વચાને રંગથી થતા નુકસાનથી બચાવમાં મદદ કરવાની સાથે સૂર્યના સંપર્કમાં આવવાથી પણ મદદ કરે છે. સુતરાઉ કાપડમાંથી બનેલા આરામદાયક કપડાં પહેરવાનો પ્રયાસ કરો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Beauty Tips, Holi 2022, Skin care

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन