Home /News /lifestyle /માત્ર 15 દિવસમાં ગરદનની કાળાશ @ ઘરે દૂર કરો: આ નુસખો છે અસરકારક

માત્ર 15 દિવસમાં ગરદનની કાળાશ @ ઘરે દૂર કરો: આ નુસખો છે અસરકારક

એલોવેરા જેલ અસરકારક છે.

Skin care: ગરદનની કાળાશ દૂર કરવી જરૂરી છે. ગરદનની કાળાશને કારણે ડિપ નેકના ડ્રેસ પહેરવામાં પણ શરમ આવતી હોય છે. આમ, તમે આ ઘરેલુ ઉપાયોથી ગરદનને ચમકાવી શકો છો.

Skin care: સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે. અનેક લોકોના ગળા પર કાળાશ જામી જાય છે. આ કાળાશ દેખાવમાં ગંદી લાગે છે. ગળા પરની કાળાશ તમારી પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે. ગળા પરની કાળાશ દૂર કરવા માટે લોકો જાતજાતની કેમિકલ પ્રોડક્ટસનો ઉપયોગ કરતા હોય છે. આ કેમિકલ પ્રોડક્ટ્સથી સ્કિનને લાંબા ગાળે અનેક પ્રકારે નુકસાન થાય છે. પરંતુ તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો ગરદન પરની કાળાશ સરળતાથી દૂર થઇ જાય છે અને સાથે કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ થતી. આ સાથે જ તમારું ગળુ પણ મસ્ત લાગે છે. તો જાણો કેવી રીતે ગળા પરની કાળાશ દૂર કરો.

આ પણ વાંચો:આંખો ઉપરની ત્વચા લટકી ગઇ છે?

  • ગળા પરની કાળાશ દૂર કરવા માટે તમે હળદરની આ પેસ્ટ લગાવો. આ માટે એક બાઉલ લો અને એમાં એક ચમચી હળદર, ત્રણ ચમચી ગુલાબજળ અને અડધી ચમચી મુલતાની માટી લો. હવે આ ત્રણેય વસ્તુઓને બરાબર ભેગી કરી લો. પછી આ પેસ્ટને ગળા પર લગાવો અને 30 મિનિટ માટે રહેવા દો. પછી ચોખ્ખા પાણીથી ધોઇ લો. આ ઉપાય તમે સતત 15 દિવસ સુધી કરશો તો કાળાશ દૂર થઇ જશે અને સ્કિન વ્હાઇટ થવા લાગશે.


આ પણ વાંચો:આ તેલ ચહેરા પર લગાવો અને ઇન્સ્ટન્ટ ગ્લો લાવો



    • સ્કિન માટે એલોવેરા સૌથી બેસ્ટ સાબિત થાય છે. આ માટે તમે એલોવેરા લો અને એમાંથી જેલ કાઢી લો. પછી આ એલોવેરા જેલને ગરદન પર લગાવો અને 10 મિનિટ માટે મસાજ કરો. પછી સુકાવા દો. આમ કરવાથી કાળાશ દૂર થઇ જશે અને સાથે ખીલ જેવી સમસ્યામાંથી છૂટકારો મળશે. એલોવેરા જેલમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે જે સ્કિન માટે બેસ્ટ સાબિત થાય છે.






  • ત્રણ ચમચી મુલ્તાની માટી, એક ચમચી હળદર, એક ચમચી મલાઇ લો. આ ત્રણેય વસ્તુઓને એક બાઉલમાં લો અને એમાં જરૂર મુજબ ગુલાબ જળ નાખીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને ગરદન પર લગાવો અને 5 મિનિટ પછી 10 માટે મસાજ કરો. ત્યારબાદ અડધો કલાક રહીને ગરદનને ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી કાળાશ દૂર થઇ જશે અને સ્કિન વ્હાઇટનેસ થશે. આ સાથે જ તમે ડિપ નેકના ડ્રેસ પહેરો છો તો મસ્ત લાગે છે.


(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Aloe vera, Life Style News, Skin Care Tips