Home /News /lifestyle /ચહેરા પર છે પિંપલના નિશાન? તો કપૂરના આ 3 હોમમેડ ફેસમાસ્ક લગાવવાથી ફેસ થશે એકદમ ગ્લોઈંગ

ચહેરા પર છે પિંપલના નિશાન? તો કપૂરના આ 3 હોમમેડ ફેસમાસ્ક લગાવવાથી ફેસ થશે એકદમ ગ્લોઈંગ

ત્વચાને ગ્લોઈંગ (Glowing skin) બનાવવામાં પણ કપૂર ઉપયોગી છે.

કપૂરનો ઉપયોગ દરેક ઘરમાં પૂજા-પાઠ માટે કરવામાં આવે છે. કપૂર કે પછી કપૂરનું તેલ (Camphor oil) વાળ અથવા ત્વચાના રોગો માટે પણ ઘણું સારું માનવામાં આવે છે.

કપૂરનો ઉપયોગ દરેક ઘરમાં પૂજા-પાઠ માટે કરવામાં આવે છે. કપૂર કે પછી કપૂરનું તેલ (Camphor oil) વાળ અથવા ત્વચાના રોગો માટે પણ ઘણું સારું માનવામાં આવે છે. તે દાઝેલા અને કપાઈ ગયેલા નિશાનને પણ ઠીક કરે છે, સાથે ત્વચાને ગ્લોઈંગ (Glowing skin) બનાવવામાં પણ કપૂર ઉપયોગી છે. જો કોઈને સ્કિન ઇન્ફેક્શન (Skin infections)ની સમસ્યા સતાવી રહી હોય, તો પણ કપૂરનો ઉપયોગ કારગર સાબિત થાય છે. કપૂર ઘરમાં સરળતાથી મળી આવે છે, એટલા માટે તમે તેને સરળતાથી ઉપયોગમાં પણ લઈ શકો છો. આજે અમે આપને એવા 3 હોમમેડ ફેસપેક વિશે જણાવીશું, જે તમારી ત્વચાને નિખારવામાં આને નિશાન દુર કરવામાં ઘણા ઉપયોગી બની રહેશે.

કપૂર અને નારિયલ તેલનું ફેસમાસ્ક

ત્વચા સબંધીત સમસ્યાઓમાં આપણે ઘણા અલગ અલગ અને મોંધાદાટ પ્રોડક્સનો ઉપયોગ કરતા હોઈએ છે. છતાં ઘણીવાર પરિણામ શૂન્ય જ મળતું હોય છે. પણ શું તમે જાણો છો ઘરમાં સરળતાથી મળી રહેતી 2 વસ્તુઓ નારિયલ તેલ અને કપૂરથી તમે કુદરતી નિખાર મેળવી શકો છો. નારિયલ તેલ જેને સામાન્ય ભાષામાં આપણે કોપરેલ કહીએ છીએ. આમ તો ત્વચા અને સ્વાસ્થ માટે તે ખુબ ફાયદા કારક છે, પરંતુ કપૂર સાથે કોપરેલનો ઉપયોગ કોઈ જાદુઈ ઉપચારથી કમ નથી. કપૂર અને કોપરેલનું ફેસમાસ્ક બનાવવા માટે એક કપ કોપરેલમાં 2 ચમચી કપૂરનો ભુકો મિક્સ કરી તેના વડે હળવા હાથએ ચહેરા પર માલિશ કરો. આ ફેસમાસ્ક લગાવ્યા બાદ ચહેરો ધોવો નહીં. કોપરેલમાં લોરિક એસિડ હોય છે, જે સ્કિનને બેક્ટેરિયા મુક્ત રાખે છે. સાથે જ પિંપલ્સના ઉપચાર માટે પણ કારગર સાબિત થાય છે. જયારે કપૂર ત્વચાના પોર્સમાંથી ગંદકી અને કચરો સાફ કરે છે. જે પિંંપલ્સ થતા અટકાવે છે. માત્ર પિંપલ્સની સમસ્યા નહીં પણ સ્કિન વ્હાઈટનિંગ માટે પણ આ માસ્ક ઉપયોગી છે.

મુલતાની માટી અને કપૂરનું ફેસપેક

હાલના સમયમાં બદલાયેલી લાઇફ સ્ટાઇલ અને ખાનપાનને કારણે લોકોને સ્કીનની ઘણી બધા સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધી જ સમસ્યાઓમાં મુલતાની માટી તમને ફાયદો કરી શકે છે. મુલતાની માટી ખૂબ ગુણકારી છે અને સુંદરતાને વધારવા માટે પહેલાના સમયથી જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મુલતાની માટીમાં કપૂર મિક્સ કરીને લગાવવાથી ઘણા ફાયદા થાય છે.

આ ફેસપેક બનાવવા માટે 2 ચમચી મુલતાની માટીમાં કપૂરનું તેલ અને ગુલાબ જળ ઉમેરી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ચહેરા પર લગાવી 15 મિનીટ બાદ ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો. જો તમારા ચહેરા પર પિંપલ્સ કે ખીલના નિશાન પડ્યા હોય તો આ ફેસપેક ચહેરા પરના નિશાન ઘટાડવામાં મદદ કરે છે. જો તમારી પાસે કપૂરનું તેલ ઉપલબ્ધ ન હોય, તો તેની જગ્યાએ કપૂરની ગોટી પણ ઉપયોગમાં લઈ શકાય છે.

કપૂર અને બેસનનું ફેસમાસ્ક

આપણા રસોડામાં જ એવી કેટલીક વસ્તુઓ છે, જે સ્કિનની માવજત કરે છે અને તેમાંનું એક છે બેસન. જે લોકોની ઑઇલી સ્કિન હોય છે, તે જ લોકો જાણે છે કે ચીકણી ત્વચા કેટલું ઈરીટેટ કરે છે. તૈલી ત્વચાના કારણે ચહેરા પર ખીલ, બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ વગેરે સમસ્યાઓ થઇ શકે છે પણ બેસનના ઉપયોગથી તેમાં ઘટાડો કરી શકાય છે. બેસન અને કપૂરનું ફેસમાસ્ક આ સમસ્યામાં ખિબ જ ઉપયોગી સાબિત થાય છે.

આ પણ વાંચો: એસિડિટીની સમસ્યા છે? તો આ ફૂડ આઇટમ્સ એસિડિટીમાંથી છૂટકારો અપાવવામાં કરશે મદદ

આ ફેસપેક બનાવવામાં માટે એક મોટી ચમચી બેસનમાં અડધી ચમચી કપૂરનું તેલ અને ગુલાબજળ મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવી 15 મિનિટ રહેવા દો, ત્યાર બાદ સ્વચ્છ પાણીથી ચહેરો વોશ કરી લો. આ ફેસમાસ્કથી ચહેરાની ડેડસ્કિન દિર થાય છે અને ત્વચા એક્સફોલિએટ થાય છે. ગુલાબજળ ત્વચાના પીએચને બેલેન્સ કરવામાં મદદ કરે છે જેથી બળતરા અને ભંજવાળ જેવી સમસ્યા ઓછી અથવા તો દુર થાય છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Camphor, Face mask, Skincare

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन