Home /News /lifestyle /હાથ-પગની સ્કિન બહુ કાળી થઇ ગઇ છે? પાતળી ચામડીમાં ખંજવાળ આવે છે? તો આ ઘરેલું ઉપાયોથી રાહત મેળવો
હાથ-પગની સ્કિન બહુ કાળી થઇ ગઇ છે? પાતળી ચામડીમાં ખંજવાળ આવે છે? તો આ ઘરેલું ઉપાયોથી રાહત મેળવો
એલોવેરા જેલ કાળી સ્કિન પર લગાવો
Winter skin care tips: શિયાળામાં સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને ઠંડીમાં ઘરડાં લોકોની સ્કિન કાળી પડવા લાગે છે જેના કારણે ખંજવાળ બહુ આવે છે અને સાથે ફોલ્લીઓ પણ થાય છે. આ ઘરેલું ઉપાયો ખંજવાળ અને કાળી સ્કિન માટે બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં અનેક લોકોની સ્કિન કાળી પડવા લાગે છે. સ્કિન કાળી પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ જ્યારે સ્કિન કાળી પડે ત્યારે ખાસ કરીને ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ વધારે થતી હોય છે. અનેક રોગોના દર્દીઓને પણ આ સમસ્યા વધારે થતી હોય છે. ખાસ કરીને ઉંમર હોય એ લોકોને આ તકલીફ વધારે પ્રમાણમાં થતી હોય છે. ઠંડીની સિઝનમાં ખાસ કરીને સોરાયસીસની તકલીફ પણ વધારે થતી હોય છે. આ ટાઇપની સમસ્યાઓમાં તમે પ્રોપર રીતે ધ્યાન રાખતા નથી તો વધતી જાય છે. ખાસ કરીને કિડનીના દર્દીઓને આ તકલીફ વધારે રહેતી હોય છે. કિડનીના દર્દીઓને સમય જતા ચામડી કાળી થવા લાગે છે. આમ, જો તમે ચામડીની કાળાશ દૂર કરીને ખંજવાળ ઓછી કરવા ઇચ્છો છો તો આ ઘરેલું ઉપાયો બેસ્ટ છે.
ચામડીની કાળાશ દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એલોવેરા લો અને એમાંથી જેલ કાઢીને એક ડિશમાં લઇ લો. હવે આ જેલને હળવા હાથે સ્કિન પર લગાવો અને 15 થી 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ચોખ્ખા હુંફાળા પાણીથી ક્લિન કરી લો. આ જેલથી તમારી કાળાશ ઓછી થઇ જાય છે.
દિવેલ
તમારી સ્કિન કાળી પડી ગઇ છે અને તમને બહુ ખંજવાળ આવે છે તો તમે દિવેલનો ઉપયોગ કરો. દિવેલ તમારી સ્કિનની ખંજવાળ ઓછી કરે છે. આ સાથે તમારી સ્કિન પર ફોલ્લીઓ થઇ છે અને તમે દિવેલ લગાવો છો તો આમાંથી રાહત થઇ જાય છે.
સ્કિન પર આવતી ખંજવાળને દૂર કરવા માટે તમે કોઇ સારી ક્રિમનો ઉપયોગ કરી શકો છો. ક્રિમથી તમને ખંજવાળ આવતી બંધ થઇ જાય છે. ક્રિમ તમે રેગ્યુલર લગાવો છો તો રેશિશ પણ પડતા નથી. આ ક્રિમ તમારે કોઇ સારી કંપનીનું લેવાનું રહેશે.
ગુલાબજળ અને ચંદન
તમારી સ્કિન વધારે કાળી પડી ગઇ છે તો તમે ગુલાબજળ અને ચંદનનો ઉપયોગ કરો. આ માટે એક ડિશમાં ગુલાબજળ અને ચંદન લો. ત્યારબાદ આ પેસ્ટને સ્કિન પર લગાવો. આ પેસ્ટ તમે રેગ્યુલર લગાવો છો તો કાળાશ ઓછી થઇ જાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર