Home /News /lifestyle /Beauty Tips: જાસૂદના ફૂલથી ઘરે જ કરો ફેશિયલ અને મેળવો આકર્ષક ચમકતી ત્વચા
Beauty Tips: જાસૂદના ફૂલથી ઘરે જ કરો ફેશિયલ અને મેળવો આકર્ષક ચમકતી ત્વચા
જાસૂદના ફૂલથી ઘરે જ કરો ફેશિયલ અને મેળવો આકર્ષક ચમકતી ત્વચા
ત્વચાનો રંગ ડાર્ક હોવાના કારણે તમારી સુંદરતા ફીક્કી પડી જાય છે. બજારમાં મળતા સૌંદર્ય પ્રસાધનો તમારા ત્વચાના રંગને ચમકાવવાનો દાવો કરશે. આ પરિસ્થિતિમાં કુદરતી ઉપાયો અપનાવવામાં આવે તો ખૂબ જ લાભ થાય છે. અહીં અમે તમને એવા ઘરેલુ નુસ્ખા (Skin Care home made remedies) વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનાથી ત્વચાને ખૂબ જ ફાયદો થશે. ત્વચાની સુંદરતામાં વધારો કરવા માટે જાસૂદના ફૂલો (Hibiscus flower) નો ઉપયોગ કરી શકાય છે.
Hibiscus flower facial: ગરમીમાં તડકો અને પરસેવાના કારણે ત્વચા પર ખૂબ જ અસર થાય છે (Skin Care Tips). તડકાના કારણે ત્વચા કાળી પડી જાય છે અને પરસેવામાં રહેલા એસિડના કારણે ત્વચા પીલ ઓફ થઈ જાય છે. આ કારણોસર ત્વચામાં ટેનિંગની સમસ્યા આવવા લાગે છે. ત્વચાનો રંગ ડાર્ક હોવાના કારણે તમારી સુંદરતા ફીક્કી પડી જાય છે. બજારમાં મળતા સૌંદર્ય પ્રસાધનો તમારા ત્વચાના રંગને ચમકાવવાનો દાવો કરશે. આ પરિસ્થિતિમાં કુદરતી ઉપાયો અપનાવવામાં આવે તો ખૂબ જ લાભ થાય છે.
અહીં અમે તમને એવા ઘરેલુ નુસ્ખા (Skin Care home made remedies) વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનાથી ત્વચાને ખૂબ જ ફાયદો થશે. ત્વચાની સુંદરતામાં વધારો કરવા માટે જાસૂદના ફૂલો (Hibiscus flower) નો ઉપયોગ કરી શકાય છે. બ્યૂટી નિષ્ણાંત પૂનમ ચુઘ જણાવે છે કે, ‘હિબિસ્કસના ફૂલોમાં આયુર્વેદિક ગુણ રહેલા હોય છે. આ ફૂલોમાં વિટામિન એ, બી 6, વિટામિન સી અને ઈ પણ હોય છે. જેનાથી ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.’
હિબિસ્કસના ફૂલોથી ઘરે ફેશિયલ (Hibiscus flower facial at home) કરવામાં આવે તો ત્વચા પર ચમક આવી જાય છે. આ ફૂલોથી ઘરે રહીને ફેશિયલ કેવી રીતે કરવું તે વિશે અહીં જણાવવામાં આવ્યું છે.
- હિબિસ્કસના ફૂલની પેસ્ટ એલોવેરા જેલ અને ખાંડ મિશ્ર કરી લો.
- આ મિશ્રણથી ચહેરા પર સ્ક્રબ કરો.
- બે મિનિટ સ્ક્રબ કર્યા બાદ ચહેરો પાણીથી ધોઈ લો.
સ્ટેપ-3
સામગ્રી
એક હિબિસ્કસ ફૂલની પેસ્ટ
ચણાનો લોટ- એક નાની ચમચી
દહીં- એક ચમચી
હળદર- એક ચપટી
પ્રોસેસ
- હિબિસ્કસ ફૂલની પેસ્ટ, ચણાનો લોટ, દહીં અને હળદર મિશ્ર કરી લો.
- આ પેસ્ટ ચહેરા પર લગાવો.
- 20 મિનિટ બાદ ચહેરાને પાણીથી ધોઈ લો.
સપ્તાહમાં એક વાર આ ફેશિયલ કરવામાં આવે તો તમને ખૂબ જ સારું પરિણામ જોવા મળશે. જો તમને બ્લેકહેડ્સની સમસ્યા હોય તો, સ્ક્રબ કર્યા બાદ ચહેરા પર સ્ટીમ પણ લેવી જોઈએ. ફેશિયલ કર્યા બાદ ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો.
તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તમારે પહેલા સ્કિન એક્સપર્ટ પાસેથી સલાહ લેવી. નોર્મલ સ્કિન ધરાવતી મહિલાઓએ પેચ ટેસ્ટ બાદ આ ફેશિયલ કરવું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર