Home /News /lifestyle /ઠંડીમાં દાઢી ના કરવાની આળસ તમને પડી શકે છે ભારે, ખોડાની સાથે આ સમસ્યાઓથી હેરાન થઇ જશો

ઠંડીમાં દાઢી ના કરવાની આળસ તમને પડી શકે છે ભારે, ખોડાની સાથે આ સમસ્યાઓથી હેરાન થઇ જશો

સમયે દાઢી કરવી ખૂબ જરૂરી છે.

Winter skin care for men: ઠંડીની સિઝનમાં દરેક વ્યક્તિ આળસુ થઇ જાય છે. આ સિઝનમાં ખાસ કરીને પુરુષોને દાઢી કરવાની પણ આળસ આવતી હોય છે. આમ, જો તમે પણ તમારી દાઢી વધારી છે તો તમારે સાવધાન થઇ જવાની જરૂર છે. આ ફેશન તમને મુશ્કેલીમાં મુકી શકે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝન વ્યક્તિને આળસુ બનાવી દે છે. પરંતુ એવી આળસ શું કામની જેમાં વ્યક્તિ અનેક બીમારીઓનો શિકાર બને અને સાથે તમને કંટાળો આવી જાય છે. પરંતુ પુરુષો પણ ઠંડીમાં આળસુ થઇ જાય છે. ખાસ કરીને ઠંડીમાં પુરુષો દાઢી કરતા હોતા નથી જેના કારણે સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે અને ખોડો પણ થઇ જાય છે. આ માટે શિયાળાની સિઝનમાં દાઢી કરવી પણ ખૂબ જરૂરી છે. આવી સ્થિતિમાં દાઢીથી અનેક સમસ્યાઓ થઇ શકે છે, જે તમને લાંબા સમય સુધી હેરાન-પરેશાન કરી શકે છે. આમ, જો તમને પણ ઠંડીમાં દાઢી વધારવાની આદત છે તો ચેતી જજો. જાણી લો ઠંડીમાં દાઢીની કેવી રીતે દેખભાળ કરશો.

    વધતી દાઢી આ સમસ્યાનું કારણ બની શકે છે


    દાઢીમાં ખોડો થવાનું કારણ


    તમે સતત દાઢી વધારો છો અને સેટ કરતા નથી ખોડો થાય છે. આ ખોડાને કારણે સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ પણ વધી જાય છે. આ ડ્રાય સ્કિનને કારણે દાઢીમાં ગંદકી પણ થઇ શકે છે. આ માટે ઠંડીમાં બને ત્યાં સુધી દાઢી કરવાની આદત પાડો.

    આ પણ વાંચો:આ રીતે ઉત્તરાયણમાં તડકાથી સ્કિનને બચાવો

    ફંગલ ઇન્ફેક્શન અને ખંજવાળનું કારણ


    ફંગલ ઇન્ફેક્શન અને ખંજવાળ..આ બન્ને સમસ્યા વધતી દાઢીનું કારણ બની શકે છે. આમ, જો તમે સમય પર દાઢી કરતા નથી અને અતિશય વધારો છો તો ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે.

    આ પણ વાંચો:ઠંડીમાં હાથની ચામડી સુકાઇ જાય છે?

    એક્ને અને દાણાંનું કારણ


    એક્ને અને દાણાં..તમને દાઢી વધારવાની આદત છે તો હવે એલર્ટ થઇ જજો. તમને આ વાત જાણીને નવાઇ લાગશે કે જ્યારે તમે દાઢી વધારો છો ત્યારે એમાં એક્ને અને દાણાં જેવી સમસ્યા પણ થઇ શકે છે. આ માટે હંમેશા સમય પર દાઢી કરતા રહો, જેથી કરીને આવી કોઇ સમસ્યા થાય નહીં.


    રેશિસ થાય


    દાઢીને તમે જ્યારે અતિશય વધારો છો ત્યારે એમાં ખંજવાળ વધારે આવે છે, જેના કારણે રેશિસ જેવી સમસ્યા પણ થઇ શકે છે. જ્યારે દાઢીની સ્કિન પર રેશિસ થાય ત્યારે એ ખૂબ પેઇન ફૂલ હોય છે. આ માટે દાઢી કરવાની આદત પાડો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Skin care

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन