Home /News /lifestyle /Pimples: ટીનએજમાં જિદ્દી પિંપલ્સ ખરાબ કરે છે ચહેરો? તો આ રીતે છૂટકારો મેળવો, ફેસ મસ્ત થઇ જશે

Pimples: ટીનએજમાં જિદ્દી પિંપલ્સ ખરાબ કરે છે ચહેરો? તો આ રીતે છૂટકારો મેળવો, ફેસ મસ્ત થઇ જશે

એલોવેરા જેલ સ્કિન માટે બેસ્ટ છે.

Home remedies for pimples: ટીનએજમાં ચહેરા પર ખીલ વધારે પ્રમાણમાં થતા હોય છે. આ ખીલને દૂર કરવા ખૂબ જરૂરી છે. તમે ખીલને દૂર કરતા નથી અનેક ઘણી સમસ્યાઓ થવા લાગે છે અને સાથે તમારો ચહેરો ખરાબ લાગે છે. આમ, જો તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો ખીલ દૂર થઇ જાય છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ટીનએજમાં ખીલ થવાની સમસ્યા વધારે રહેતી હોય છે. આ સમય દરમિયાન શરીરમાં અનેક ફેરફારો થતા હોય છે. જ્યારે આ એજમાં છોકરા-છોકરીઓને ખીલ થાય ત્યારે મોટાભાગના લોકોને એ ગમતા હોતા નથી. ના ગમવા પાછળનું કારણ ચહેરાની ખૂબસુરતી બગાડવું. મોં પરના ખીલ ચહેરાની સ્માર્ટનેસને ખરાબ કરવાનું કામ કરે છે. આ ખીલને કારણે ચહેરા પર ડાધા ધબ્બા પણ થતા હોય છે. આ જિદ્દી ખીલમાંથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. ઘણાં લોકોને ખાડા પડીને નિશાન પણ પડતા હોય છે. તો તમે પણ આ ઘરેલું ઉપાયોથી જીદ્દી ખીલ અને કાળા ડાધામાંથી છૂટકારો મેળવો.

આ પણ વાંચો:માત્ર 7 દિવસમાં અણગમતા વાળ દૂર કરવાની ટિપ્સ

  • એલોવેરા સ્કિન માટે એક બેસ્ટ ઔષધિ છે. એલોવેરાથી માત્ર પિંપલ્સ જ નહીં, પરંતુ ડાઘા પણ દૂર થાય છે. આ સાથે જ મોં પરના નિશાન પણ ગાયબ થઇ જાય છે. એલોવેરામાં રહેલા તત્વો એલોઇન ખીલના નિશાનમાં હાઇપર પિગ્મેન્ટેશનને ઓછુ કરવામાં મદદ કરે છે.

  • નારિયેળ તેલ પણ સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે તમે રોજ રાત્રે ઊંઘતા પહેલાં સ્કિન પર નારિયેળ તેલ લગાવો. ત્યારબાદ સવારમાં ઉઠીને ફેસ ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી બધા ખીલ ગાયબ થઇ જશે.


આ પણ વાંચો:કેળામાં આ વસ્તુઓ મિક્સ કરીને ફેસને ડિપ ક્લિન કરો



    • લીંબુ અને મઘનો ઉપયોગ પણ તમે ખીલને દૂર કરવામાં માટે કરી શકો છો. મધ એક નેચરલ મેડિસીન છે. આમાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે સ્કિનને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. આ મીઠી વસ્તુથી સ્કિન મસ્ત રીતે મોઇસ્યુરાઇઝ થાય છે. આમ, તમે લીંબુમાં મધ મિક્સ કરીને લગાવો છો એકસ્ટ્રા સીબમનું પ્રોડક્શન અટકી શકે છે. લીંબુના એસિડિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે એક્સ્ટ્રા ઓઇલ દૂર થઇ જાય છે જેના કારણે ડાધા દૂર થઇ જાય છે.






  • હળદર સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. સ્કિન પરથી ખીલ દૂર કરવા માટે તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે સરળતાથી હળદરમાંથી પેસ્ટ બનાવી શકો છો. હળદરની પેસ્ટ બનાવવા માટે એમાં ચણાનો લોટ અને ગુલાબ જળ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આમ કરવાથી સ્કિન મસ્ત થઇ જશે.

First published:

Tags: Life Style News, Pimples, Skin care