Home /News /lifestyle /ચહેરા પર નારિયેળ મલાઇ લગાવો: સ્કિન ધોળા દૂધ જેવી થઇ જશે, ક્યારે ફેશિયલ કરાવવુ નહીં પડે

ચહેરા પર નારિયેળ મલાઇ લગાવો: સ્કિન ધોળા દૂધ જેવી થઇ જશે, ક્યારે ફેશિયલ કરાવવુ નહીં પડે

મલાઇમાં અનેક ગુણો હોય છે.

Benefits of coconut malai: નારિયેળની મલાઇ સ્કિન માટે નેચરલ ટોનરનો કામ કરે છે. નારિયેળ પાણી જેટલા જ ગુણો મલાઇમાં હોય છે. સ્કિન પર મલાઇ લગાવવાથી ગ્લો મસ્ત આવે છે અને સાથે તમારી સ્કિન સોફ્ટ પણ થાય છે.

Benefits of coconut malai: હેલ્થ માટે નારિયેળ પાણી જેટલું ફાયદાકારક છે, એટલી જ એની મલાઇના પણ ગુણો છે. ખાસ કરીને ગરમીમાં નારિયેળ પાણી અને મલાઇ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. નારિયેળ પાણીની તાજી મલાઇ તમે સ્કિન પર લગાવો છો તો ગજબનો ફાયદો મળે છે. આ સાથે જ તમારી સ્કિન પર મસ્ત ગ્લો આવે છે. નારિયેળની મલાઇમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે જે તમારી સ્કિનને અંદરથી સોફ્ટ અને ગ્લો લાવવાનું કામ કરે છે. તો જાણો કેવી રીતે નારિયેળની મલાઇનો ચહેરા પર ઉપયોગ કરશો.

આ પણ વાંચો:મહેંદીમાં આ રસ મિક્સ કરો અને વાળમાં લગાવો

આ રીતે મલાઇ લગાવો


નારિયેળ મલાઇ લગાવવાની બેસ્ટ રીત એ છે કે એને સૌથી પહેલાં એક બાઉલમાં લઇ લો અને પછી સારી રીતે બ્લેન્ડર ફેરવીને સ્મૂધ કરી લો. હવે ચહેરા પર લગાવો અને 20 મિનિટ રહેવા દો. પછી 10 મિનિટ સુધી મસાજ કરો અને ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો.

ફેસ પેક


ગરમીમાં તડકાથી સ્કિનને બચાવવા માટે તમે નારિયેળની મલાઇનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ઘરે જ સરળતાથી ફેસ પેક તૈયાર કરી શકો છો. આ પેક બનાવવા માટે સૌ પ્રથમ મલાઇને બ્લેન્ડ કી લો અને પછી આમાં થોડુ ગુલાબ જળ અને એલોવેરા જેલ મિક્સ કરો. તો તૈયાર છે પેક. આ પેક ચહેરા અને ગળાના ભાગમાં લગાવો. પછી 15 થી 20 મિનિટ રહીને ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો.

આ પણ વાંચો:આ રીતે નખ લાંબા કરશો તો ક્યારે નહીં તૂટે

સ્ક્રબ કરો


નારિયેળ મલાઇમાંથી તમે સ્ક્રબ પણ ઘરે બનાવી શકો છો. ઘણાં લોકો દર અઠવાડિયે સ્ક્રબ કરતા હોય છે. એવામાં તમે કોકોનટ મલાઇનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે.કોકોનટ મલાઇમાંથી સ્ક્રબ બનાવવા માટે મલાઇ લો અને એમાં ઓટ્સ તેમજ કોફીને મિક્સ કરો. પછી આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો અને હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી ટેનિંગની સમસ્યામાંથી છૂટકારો મળે છે અને સાથે સ્કિન મસ્ત થાય છે. મલાઇનું સ્ક્રબ કરવાથી તમારી સ્કિન મસ્ત થાય છે અને સોફ્ટનેસ પણ આવે છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Coconut, Life Style News, Skin Care Tips