Home /News /lifestyle /બ્યુટી કેર @ home: ચહેરા પરના કાળા ડાઘા દૂર કરવા એલોવેરામાં મિક્સ કરો આ વસ્તુ, બે દિવસમાં છૂ થઇ જશે
બ્યુટી કેર @ home: ચહેરા પરના કાળા ડાઘા દૂર કરવા એલોવેરામાં મિક્સ કરો આ વસ્તુ, બે દિવસમાં છૂ થઇ જશે
એલોવેરા જેલ અનેક ગુણોથી ભરપૂર હોય છે.
How to remove black spots: અનેક લોકોના ચહેરા પર કાળા ડાઘા હોય છે. કાળા ડાઘાને દૂર કરવા ખૂબ જરૂરી છે. કાળા ડાઘા તમારી પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. આમ, કાળા ડાઘાને દૂર કરવા માટે તમે આ રીતે એલોવેરા જેલનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે.
Skin care: અનેક લોકોના ચહેરા પર ખીલ અને કાળા ડાઘા હોય છે. ખાસ કરીને કાળા ડાઘા તમારા ફેસ પરની ચાડી ખાય છે. કાળા ડાઘ પર તમારે મેક અપ પણ બહુ ધ્યાનથી કરવો પડે છે. કાળા ડાઘ પર તમે મેક અપ પ્રોપર રીતે કરતા નથી ફેસ ગંદો લાગે છે અને તમારી આખી પર્સનાલિટી ખરાબ પડે છે. આમ વાત કરવામાં આવે તો અનેક લોકો કાળા ડાઘા દૂર કરવા માટે અનેક પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ બ્યૂટી પ્રોડક્ટ્સમાં કેમિકલ આવે છે જે તમારી સ્કિનને લાંબા ગાળે નુકસાન કરે છે.
તો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીશું જેની મદદથી તમે સરળતાથી કાળા ડાઘાને દૂર કરી શકો છો. આ એક ઘરેલુ ઉપાયથી તમારો ચહેરો ક્લિન થઇ જશે અને સાથે કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ નહીં થાય. તો જાણો એલોવેરામાં શું મિક્સ કરીને લગાવવાથી સ્કિન ક્લિન થાય છે અને સાથે કાળા ડાઘા દૂર કરે છે.
એલોવેરામાંથી આ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં એલોવેરા જેલ લો. પછી આ જેલમાં હળદર, મુલ્તાની માટી લઇને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે પેક. આ પેકને તમારા ફેસ પર જ્યાં કાળા ડાઘા છે ત્યાં લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી ચોખ્ખા પાણીથી મોં ધોઇ લો.
જાણો આ પેકના ફાયદાઓ
એલોવેરા જેલ અને હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી ફંગલ હોય છે જે સ્કિન માટે બેસ્ટ સાબિત થાય છે. આ તમારા ચહેરા પરના કાળા ડાઘા દૂર કરવાની તાકાત ધરાવે છે. આ પેકથી બે જ દિવસમાં કાળા ડાધા દૂર થઇ જાય છે અને સાથે ખીલમાંથી પણ છૂટકારો મળે છે. આ પેકથી તમને કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થતી નથી.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર