Home /News /lifestyle /

રોજ એક કલાક શારીરિક શ્રમ કરશો તો લાંબુ જીવશો: રસપ્રદ અભ્યાસ

રોજ એક કલાક શારીરિક શ્રમ કરશો તો લાંબુ જીવશો: રસપ્રદ અભ્યાસ

પ્રતિકાત્મક તસવીર

સંશોધકોએ જણાવ્યું કે, રોજબરોજ કોઇ પણ પ્રકારની શારીરિક શ્રમની પ્રવૃતિ વ્યક્તિને સશક્ત રાખે છે અને મૃત્યુ મોડું આવે છે.

    જો તમે રોજ એક કલાક ઘરકામ કરશો તો લાંબુ જીવશો. તાજેતરમાં થયેલા એક અભ્યાસ આ તારણ આવ્યું છે. ઘરકામ કરવું તમને કદાચ અઘરું લાગે અથવા ન ગમે એવું બની શકે પણ તમારા આરોગ્ય માટે રોજનું એક કલાકનું ઘરકામ તમને લાંબુ જીવવામાં મદદરૂપ થઇ શકે.

    આ અભ્યાસ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો છે. નોર્વેનાં સંશોધકો મુજબ, રોજ માત્ર પાંચ મીનિટ હળવું ઘરકામ કરો તો છ વર્ષનું આયુષ્ય વધવાની શક્યતા રહે છે.
    આ અભ્યાસનાં તારણો મુજબ, ઘરમાં સાફસફાઇ કરવી, લૉનમાં કામ કરવું વગેરે જેવા કામની હળવી કામગીરી ગણવામાં આવે છે. આ સિવાય, એક કલાક માટે રસોઇ બનાવવી, સફાઇ વગેરેને કારણે મૃત્યુને તમે પાછું ઠેલી શકો છો.

    સંશોધકોએ જણાવ્યું કે, રોજબરોજ કોઇ પણ પ્રકારની શારીરિક શ્રમની પ્રવૃતિ વ્યક્તિને સશક્ત રાખે છે અને મૃત્યુ મોડું આવે છે.

    નોર્વેયન સ્કૂલ ઑફ સ્પોર્ટ્સ સાયન્સિસ્ (ઑસ્લો) દ્વારા 36,000 પુખ્ત વ્યક્તિઓને આવરી લેતા આઠ અભ્યાસોનો રિવ્યૂ કર્યો હતો. અભ્યાસમાં સામેલ થયેલા લોકોને ચાર ગ્રૂપમાં વહેંચી દેવામાં આવ્યા હતા અને સતત છ વર્ષ સુધી તેમની દેખરેખ રાખવામાં આવી હતી અને તેઓ રોજ શું કામગીરી કરે છે તેની નોંધ રાખવામાં આવી હતી.

    આ અભ્યાસમાં એ પણ તારણ આવ્યું કે, જે લોકો સતત સક્રિય રહે છે તેમને 73 ટકા ચાન્સ રહે છે કે તેઓ લાંબુ જીવે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Interesting Facts, અભ્યાસ

    આગામી સમાચાર