Home /News /lifestyle /

'Not to Do' લિસ્ટ: સવારમાં ઉઠતાની સાથે ક્યારેય ન કરો આ 6 કામ

'Not to Do' લિસ્ટ: સવારમાં ઉઠતાની સાથે ક્યારેય ન કરો આ 6 કામ

મોર્નિંગ મંત્ર

Morning Routine: તમે તમારા કામનો દિવસ પૂરો કરો તે પહેલાં, તમારે આવતીકાલે શું કરવાની જરૂર છે તેનું લિસ્ટ બનાવો. પછી નક્કી કરો કે તમારે આવતીકાલે કઈ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ કરવાની જરૂર છે.

નવી દિલ્હી: દરેક વ્યક્તિનો સવારનો નિત્યક્રમ(Morning routine) નક્કી હોય છે અને દરેકને એક વધુ સારું રૂટિન જોઈતું હોય છે. પરંતુ એક સફળ દિવસની શરૂઆત કરવાની આશામાં તમારા સવારે કરવાના કામમાં ઉમેરો કરવાની જગ્યાએ અમુક બાબતોને ઓછું કરવાનું વિચારો. તેને બાદ કરીને ઉમેરવાની રીત સમજો. તમારા Not to do first thing in morning ના લિસ્ટ માં કઈ બાબતો હોવી જોઈએ?

1) તમારા દિવસનું પ્લાનિંગ કરશો નહીં


તેના બદલે, આગલી રાતે to-do લિસ્ટ બનાવો. તે તમારા ઘણા ઉદ્દેશ્ય પાર પડશે. એક તો તમને સારી ઊંઘ આવશે, Getting Things Done, લેખક ડેવિડ એલન(David Allen)કહે છે તેમ, "તમારું દિમાગ વિચારો કરવા માટે છે, વિચારોને પકડી રાખવા માટે નથી, અને તે ચોક્કસપણે વસ્તુઓને દિમાગમાં ભરી રાખવા માટે તો નથી જ. જો તમે તમારા દિમાગમાંથી નકામી વાતો બહાર કાઢશો તો તમને સારું લાગશે." તમે આવતીકાલે શું કરશો તે નક્કી કરવાથી ખાસ કરીને તમે પહેલા શું કરશો તે નક્કી કરવાથી તરત જ થોડો તણાવ અને ચિંતા દૂર થાય છે.

અને તે સુનિશ્ચિત કરે છે કે તમે પહેલા શું ઉકેલવું તે નક્કી કરવામાં સમય બગાડો નહીં અથવા ખરેખર મહત્વપૂર્ણ કામ કોઈ અરજન્ટ કામ ના કારણે ચૂકી જાવ નહિ અથવા તમે જે કામ પેહલા કરવા માગો છો તે માટે વસ્તુઓ ભેગી કરવામાં સમય ન બગાડો.

આ રીત અજમાવી જુઓ

તમે તમારા કામનો દિવસ પૂરો કરો તે પહેલાં, તમારે આવતીકાલે શું કરવાની જરૂર છે તેનું લિસ્ટ બનાવો. પછી નક્કી કરો કે તમારે આવતીકાલે કઈ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ કરવાની જરૂર છે.

પછી ઓફિસ કે કામની જગાએથી જતી વખતે, તમારી વર્કસ્પેસ સેટ કરો. જેથી તમે સવારે આવતાની સાથે કામ શરૂ કરી શકો. તમને જરૂરી રિપોર્ટ ઓપન રાખો. જરૂરી સૂચનાઓ હાથમાં રાખો. તમારી પાસે પ્રશ્નોના જવાબો તૈયાર હોય તેની ખાતરી કરો.

તમારા દિવસની સફળતાપૂર્વક શરૂઆત આપોઆપ તમારો દિવસ સારો બનાવે છે અને તમારી to-do લિસ્ટમાં આગળ જે પણ કામ છે તે કરવા માટે તમને જરૂરી પ્રેરણા પ્રદાન કરે છે. તેથી, સવારે ઉઠીને પ્લાન બનાવો નહિ, પ્લાન તૈયાર રાખો.

2) બિનજરુરી નિર્ણયો ન લો


માલ્કમ ગ્લેડવેલ માત્ર પાંચ પ્રકારના પીણાં પીવે છે: પાણી, ચા, રેડ વાઈન, એસ્પ્રેસો અને દૂધ. શા માટે?

ગ્લેડવેલ કહે છે તેમ, "આ પ્રકારના તુચ્છ નિર્ણયો વિશે સતત વ્યથિત થવાને બદલે હું મારા સમયનો ઉપયોગ ઘણી સારી બાબતો કરવા માટે કરી શકું છું.

ઉપરાંત, આપણી પાસે સંયમ રાખવા માટે માનસિક શક્તિ મર્યાદિત છે. આપણામાંના કેટલાક પાસે વધુ છે તો કેટલાક પાસે ખૂબ ઓછી, પરંતુ આખરે આપણે બધાની ઇચ્છાશક્તિ એક સમયે તો સમાપ્ત થઈ જાય છે.

એટલા માટે તમારે દિવસ દરમિયાન જેટલા વધુ નિર્ણય લેવાની જરૂર પડે, દરેક નિર્ણય તમારા મગજ પર વધુ બોજ લાગે છે અને વધુમાં તમે શોર્ટકટ્સ શોધવાનું શરૂ કરશો. તેજ સમયે તમે અધીરા થઈ જાવ છો. જ્યારે તમે એવા નિર્ણયો લો છો જે તમે જાણો છો કે તમારે ન લેવા જોઈએ.

તમારે જેટલા ઓછા નિર્ણયો લેવાના હશે, સમય આવ્યે તમે તેટલા વધુ સારા નિર્ણયો લઈ શકશો.

કદાચ તમે સવારના નાસ્તામાં એક જ વસ્તુ લેવાનું શરૂ કરશો. અથવા તમે કામ શરૂ કરતા પહેલા હંમેશા વર્કઆઉટ કરશો (ખાસ કરીને તે જ સમયે) અથવા સમાન કી મેટ્રિક્સ સ્કેન કરશો

અથવા, પ્રમુખ ઓબામાએ એક વખત વેનિટી ફેર(Vanity Fair) ને કહ્યું હતું તેમ, "તમે જોશો કે હું ફક્ત ગ્રે અથવા વાદળી સૂટ જ પહેરું છું. હું નિર્ણયો ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું શું ખાવું કે પહેરું છું તે અંગે નિર્ણય લેવા માંગતો નથી. કારણ કે મારે બીજા ઘણા મહત્વના નિર્ણયો લેવાના છે."

તમારે સવારમાં લેવાના હોય તેવા શક્ય એટલા નિર્ણયોને આપોઆપ લેવાઈ જાય તેવા બનાવો, ખાસ કરીને જ્યારે તેઓ તમારી કાર્યક્ષમતા અને અસરકારકતામાં સુધારો કરતા નથી.

3) કસરત કરવાનું ભૂલશો નહીં


સંશોધન દર્શાવે છે કે 20 મિનિટ જેટલી થોડી પ્રમાણસર સામાન્ય કસરત આગામી 12 કલાક માટે તમારા મૂડને સારો રાખે છે. (ધ્યાનમાં રાખો કે સામન્ય કસરત એટલે એક મિનિટની વચ્ચે સરેરાશ 110 થી 120 ધબકારા. તેથી, તમારે તમારા પર તમામ HIIT કરવા સુધી જવાની જરૂર નથી.)

માત્ર થોડા વર્કઆઉટથી જ તમારામાં શક્તિનું પ્રમાણ વધશે એટલું જ નહીં, તે તમને 12 કલાક સુધી વધુ સારા મૂડમાં પણ રાખશે.

જેનો અર્થ એ છે કે સવારે ઉઠીને પ્રથમ કામ કસરત કરવાથી તમે "સુખી" 12 કલાકનો સંપૂર્ણ લાભ લઈ શકો છો. તેમ વિજ્ઞાન કહે છે તેથી અનુસરો.

4) સવારના પહેલા ખોરાકમાં પ્રોટીન સામેલ કરવાનું ભૂલશો નહીં


The 4-Hour Body માં ટિમ ફેરિસ ઊંઘમાંથી જાગવાની 30 મિનિટની અંદર 30 ગ્રામ પ્રોટીન લેવાની સલાહ આપે છે. એક ન્યુટ્રિશન પ્રોફેસર સવારના નાસ્તામાં ઓછામાં ઓછું 30 ગ્રામ પ્રોટીન લેવાની ભલામણ કરે છે.

આ પણ વાંચો: સવારે ઊઠીને જરૂર કરો આ 5 કામ, દિવસભર ઓફિસમાં રહેશે ફૂલ એનર્જિ

શા માટે?

પ્રોટીન બ્લડ-શુગર લેવલને સ્થિર રાખે છે. પ્રોટીન ભૂખના આવેગોને રોકવામાં મદદ કરે છે. સૌથી અગત્યનું, સંશોધન બતાવે છે કે ડોપામાઇન ઉત્સાહનું નિયમન કરે છે અને તમને 'Initiate and preserve" માં મદદ કરે છે.

આ તમારે સવારે પ્રથમ કરવા જેવી જરૂરી બાબત છે, તેની શરૂઆત કરો અને કાયમ કરતા રહો.

એ વાત સાચી છે કે 30 ગ્રામ પ્રોટીન ખાવું ​​મુશ્કેલ કામ છે, તેથી પ્રોટીન બાર અથવા પ્રોટીન શેક અજમાવો. હું તે જ કરું છું: સવારમાં ખોરાકમાં પહેલી વસ્તુ હું હંમેશા પ્રોટીન બાર અને એક ગ્લાસ પાણી લઉં છું. તો બસ નક્કી થઈ ગયું છે, રોજ પ્રોટીન લેવું.

5) સમયાંતરે બ્રેક લેવાનું ભૂલશો નહીં


સામાન્ય રીતે કહીએ તો, આપણે આપેલા કોઈ પણ કામ પર ફક્ત 90 થી 120 મિનિટ માટે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. તે પછી, આપણને 15- થી 20-મિનિટના વિરામની જરૂર હોય છે જેથી આપણે રિચાર્જ થઈ શકીએ અને આગામી કાર્યને ખૂબ સારી રીતે પાર પડવા માટે તૈયાર રહી શકીએ.

તમારા દિવસને 90-મિનિટની વિંડોમાં વહેંચી દો. 6-, 8- અથવા 10-કલાકના કામકાજનો વિચાર કરવાને બદલે, તમારા દિવસને ચાર કે પાંચ 90-મિનિટની વિંડોમાં વિભાજિત કરો. આ રીતે, તમારી પાસે ચાર કે પાંચ કાર્યો હશે અથવા કાર્યનો એક હિસ્સો હશે. આ રીતે તમે કામ ઘણી વધુ અસરકારક રીતે પૂર્ણ કરી શકશો.

આ પણ વાંચો: જો જણાય આટલા સંકેત તો સમજી લો કે 'હવે તમારે વધુ ઉંધની છે જરૂર'

ફક્ત ખાતરી કરો કે તમે યોગ્ય પ્રકારનો બ્રેક લો છો. આરામથી બેસવું અને કંઇક કરવું એ સારું છે, પરંતુ બ્રેકમાં ઓછા મહત્વના કામ પૂરાં કરવા તે એટલું જ ઉપયોગી હોઈ શકે છે (અને તમને થોડું વધુ કામ કાર્યનો સંતોષ મળે છે).

તેને આ રીતે વિચારો: મોમેન્ટમ મહત્વનું છે. તમે લીધેલા બ્રેક્સ તમારી પ્રવૃત્તિ કરવાની અને તેને પૂર્ણ કરવાની ભાવનાને મજબૂત કરવામાં મદદગાર થવા જોઈએ. તેથી થોડું ચાલવા જાઓ. પીણું પીઓ અથવા થોડો નાસ્તો કરો. અથવા, જો તમને Type A રહેવાનું પસંદ છે, તો તમને કરવા ગમતા કેટલાક રચનાત્મક કાર્યો પસંદ કરો અને તેમનું કોઈ એક બ્રેકના સમયે કરો

6) સવારની એક જ દિનચર્યાને આંખ બંધ કરીને વળગી ન રહો


તમારું પ્રથમ કાર્ય પૂર્ણ કરવા માટે "શાંત સમય" નો લાભ લેવા માટે કદાચ તમારે થોડું વહેલું જાગવું પડશે. અથવા કદાચ તમારે થોડા મોડા જાગવાની જરૂર છે જેથી તમને વધુ આરામ મળે. કદાચ તમારે પછીથી દિવસ દરમિયાન વ્યાયામ કરવાની જરૂર પડશે, અથવા ખોરાકમાં ચલાવી લેવું પડે અથવા તમારા કેટલાક અન્ય આપોઆપ થઈ જતાં નિર્ણયોમાં ફેરફાર પણ કરવો પડે.

આ પણ વાંચો: ચા સાથે તળેલો નાસ્તો ખાવાની આદત પડી શકે છે મોંઘી, થાય છે આવા નુકસાન

વધુ કાર્યક્ષમ બનવા માટે, તમે હંમેશા જે કર્યું છે તે જ કરવાનું ચાલુ રાખી શકતા નથી અથવા નક્કી કરેલ દિનચર્યાને તમારે કોઈ ગુલામ ની જેમ વળગી રહેવાની જરૂર નથી. સમયાંતરે તમારા માટે શું કામ કરી રહ્યું છે અને શું નહિ? તેનું મૂલ્યાંકન કરવા માટે થોડી મિનિટો ફાળવો. અને જરૂર મુજબ એડજસ્ટ કરો. કારણ કે તમને જે પદ્ધતિ સફળ બનાવી શકે તે અનુસરવી એ જ એક ચાવી છે. જે સમયાંતરે બદલાય પણ શકે છે. તેથી તમે તે બદલાતા રહો એ જરૂરી છે.
First published:

Tags: Lifestyle, આરોગ્ય, ખોરાક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन