Home /News /lifestyle /

Eid-Ul-Adha Dishes: ઇદના તહેવાર પર બનાવો આ 6 સ્વાદિષ્ટ વાનગીઓ, વાહવાહ કરશે લોકો!

Eid-Ul-Adha Dishes: ઇદના તહેવાર પર બનાવો આ 6 સ્વાદિષ્ટ વાનગીઓ, વાહવાહ કરશે લોકો!

ઇદ-ઉલ-ફિત્રની જેમ ઇદ-ઉલ-અધા પર પણ લોકો વિવિધ પ્રકારની મીઠાઇ અને ચટપટી વાનગીઓ બનાવે છે. તેમાં સેવઇયા, બિરયાની, કોરમા સહિતની ઘણી પારંપરિક વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ત્યારે તમે અહીં દર્શાવેલી વાનગીઓ બનાવીને પણ ઇદના તહેવારનો આનંદ વધારી શકો છો.

વધુ જુઓ ...

    મટન ખીચડી -મટન ખીચડી સ્વાદમાં ખૂબ શાનદાર લાગે છે. તેમાં મટન, ઘઉં કે જુવાર, અલગ અલગ દાળ, ભાત, મસાલાઓ વગેરે નાખી 7થી 8 કલાક સુધી ધીમાં તાપે રાંધવામાં આવે છે અને પછી તેને ખાંડવામાં આવે છે. ત્યાર બાદ તેમાં અલગ અલગ પ્રકારના મસાલાઓ નાખી તૈયાર કરવામાં આવે છે. તેમાં કોથમીર, લીલા મરચા, લીંબુ અને ગરમ મસાલો નાખીને પીરસવામાં આવે છે. તો આ વાનગી ઇદ પર ઘરે બનાવી મહેમાનોને પીરસી શકો છો.

    મટન પાયા- મટન પાયા ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે સાથે જ તે ઘણા પોષકતત્વોથી પણ ભરપૂર છે. બકરાના પગની આ વાનગી મસાલેદાર ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. મટનની સાથે તેમાં ઘણા વિવિધ મસાલાઓ નાખવામાં આવે છે. એક વાર તૈયાર થઇ જાય પછી તમે નાન, રોટલી કે ભાત સાથે માણી શકો છો.

    ચાપલી કબાબ- ચાપલી કબાબ ખાસ ઇદના તહેવાર પર બનાવવામાં આવે છે. તેને નરમ કરાયેલ મટન, ઇંડા, ઘઉંના લોટ અને અમુક ખાસ પારંપરિક મસાલાઓ સાથે તૈયાર કરવામાં આવે છે. પછી તે ખાટી ચટણી, ડુંગળીની સાથે સર્વ કરવામાં આવે છે. તેને જોતા જ મોઢામાં પાણી આવી જશે અને તેનો સ્વાદ પણ હંમેશા તમારી જીભ પર રહેશે.

    કિમામી સેવઇયા- મોટાભાગે ઇદના ખાસ અવસર પર આ વાનગી બનાવવામાં આવે છે. શીર કુરમાની જેમ આ પણ એક મીઠાઇ છે. તેમાં સેવઇયાની સાથે દૂધ, માવો, ખાંડ, બદામ, કાજૂ, નારિયેલ વગેરે નાખવામાં આવે છે. કિમામી સેવઇયાની મીઠાશ એક વખત ખાધા પછી તમે જીવનભર નહીં ભૂલી શકો.

    હૈદરાબાદી ચિકન બિરયાની- હૈદરાબાદી બિરયાની ઇદના આનંદને બે ગણો વધારી દેશે. તેને મટન, ડુંગળી, ફુદીનો અને બાફેલા ભાતથી બનાવવામાં આવે છે. સાથે જ અમુક ખાસ મસાલાઓ પણ નાખવામાં આવે છે. આ બિરયાની ખાઇને તમે આંગળીઓ ચાંટતા રહી જશો. તો આ ઇદના તહેવાર પર જરૂરથી બનાવજો.

    ખજૂર શેક- ખજૂર શેક પણ ઇદના ખાસ અવસર પર બનાવવામાં આવે છે. તેને ખજૂરના ટૂકડા, કાજૂ, એલચી, દૂધ મિક્સ કરી અને ક્રશ કરીને બનાવવામાં આવે છે. પીતા પહેલા તેમાં બરફની ક્યુબ્સ અચૂકથી નાખજો. એકદમ ઠંડો ખજૂર શેક પીવાની અલગ જ મજા આવશે.
    First published:

    Tags: Eid-Ul-Adha Dishes ઈદ ઉલ અધા વાનગી, Festival, Tasty Recipe

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन