Home /News /lifestyle /

Blood Circulation and Long Sitting: લાંબા સમય સુધી બેસી રહેવાથી લોહીનું પરિભ્રમણ ઘટે છે, આ બીમારીઓનું જોખમ

Blood Circulation and Long Sitting: લાંબા સમય સુધી બેસી રહેવાથી લોહીનું પરિભ્રમણ ઘટે છે, આ બીમારીઓનું જોખમ

યોગ્ય રક્ત પરિભ્રમણ (Blood Circulation)થી જ શરીરના કોષો (Cells)ને ઓક્સિજન મળે છે. (Image- Shutterstock)

યોગ્ય રક્ત પરિભ્રમણ (Blood Circulation)થી જ શરીરના કોષોને ઓક્સિજન મળે છે. જ્યારે શરીરના અંગોમાં પૂરતા પ્રમાણમાં રક્તનો સંચાર નથી થતો, ત્યારે હાથ પગ ઠંડા પડવા લાગે છે અથવા સુન્ન પડી જાય છે.

    Blood Circulation Blocked: આજકાલની લાઈફસ્ટાઈલમાં મોટાભાગના લોકો લાંબા વર્કિંગ અવર્સ (Long Working Hours)ને લીધે પોતાના સ્વાસ્થ્યને લઈને બેદરકાર બની જાય છે. અનિયમિત ખાણીપીણી અને નિયમિત વ્યાયામ ન કરવું જાણે લોકોની જિંદગીનો ભાગ બની ગયું છે. એટલું જ નહીં, ક્યાંય નજીકમાં જવા માટે પણ લોકો વોક કરવાને બદલે કાર કે બાઈકનો ઉપયોગ કરે છે, જ્યારે પગે ચાલવાના અનેક ફાયદા છે. પગે ચાલવાથી અને ફિઝિકલી એક્ટિવ રહેવાથી બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહે છે.

    યોગ્ય રક્ત પરિભ્રમણ (Blood Circulation)થી જ શરીરના કોષો (Cells)ને ઓક્સિજન મળે છે. જ્યારે શરીરના દરેક અંગમાં પૂરતા પ્રમાણમાં રક્તનો સંચાર નથી થતો, ત્યારે હાથ પગ ઠંડા પડવા લાગે છે અથવા સુન્ન પડી જાય છે. જો તમારી ત્વચા (skin) પાતળી છે તો પગનો કલર ભૂરો પડી શકે છે. ખરાબ બ્લડ સર્ક્યુલેશનને કારણે ત્વચા ડ્રાય થઈ શકે છે, નખ આપોઆપ તૂટવા લાગે છે અને વાળ તૂટવું (Hair Fall) પણ વધી જાય છે.

    દૈનિક ભાસ્કરની એક રિપોર્ટમાં બ્લડ ફ્લો સ્લો થવાના ઘણાં કારણો વિશે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે. આ ન્યુઝ રિપોર્ટ મુજબ, બ્લડ ફ્લો ધીમું થવાનું કારણ લાંબા સમય સુધી બેસી રહેવું (Long Sitting), હાઈ બ્લડ પ્રેશર, સ્મોકિંગ હેબિટ, હેલ્ધી ડાયટ ન લેવું અને એક્સરસાઈઝ ન કરવી હોઈ શકે છે.

    લોન્ગ સિટિંગ

    PubMed gov અનુસાર, બેસવા કે સૂવાથી પગના સ્નાયુઓમાં લોહીનો પ્રવાહ 90% સુધી ધીમો પડી જાય છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી લોહી ગંઠાઈ જવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, 30 મિનિટની બેઠક પછી 3 મિનિટનો ગેપ જરૂર હોવો જોઈએ.

    આ પણ વાંચો: વેઈટ લોસથી બ્લડ સર્ક્યુલેશન સુધી, શિયાળામાં ગરમ પાણી પીવાના આ 6 ફાયદા જાણી લો

    હાઈ બ્લડ પ્રેશર

    હેલ્થલાઈન (Healthline) અનુસાર, હાઈ બ્લડ પ્રેશરને કારણે ધમનીઓ (Arteries) સખત થવાનું જોખમ રહેલું છે, જેના કારણે લોહીના પ્રવાહમાં અવરોધ આવવા લાગે છે.

    ધૂમ્રપાન છોડો

    નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) અનુસાર, સિગારેટ અને તમાકુમાં નિકોટિનના રૂપમાં સક્રિય ઘટક હોય છે. તે ધમનીની દિવાલોને નુકસાન પહોંચાડે છે, લોહીને જાડું કરે છે. આ લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે.

    આ પણ વાંચો: Sunscreen Side Effects: સનસ્ક્રીન લગાવતા હો તો તેની આડઅસરો પણ જાણી લો, આ છે તેના ઉપયોગની સાચી રીત

    પાંદડાવાળા શાકભાજી અને વોક

    પાલક જેવી પાંદડાવાળી શાકભાજીમાં નાઈટ્રેટ હોય છે, જેથી શરીર નાઈટ્રિક ઓક્સાઈડમાં ફેરવાય છે. તે રક્તવાહિનીઓ (blood vessels)ને પહોળી કરે છે. તેનાથી લોહીનો પ્રવાહ સુધરે છે. તેવી જ રીતે, જો ઓછામાં ઓછા 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલવામાં આવે તો તે રક્ત પ્રવાહ માટે ખૂબ જ ફાયદાકારક છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Health care, Health news gujarati, Life Style News

    આગામી સમાચાર