Home /News /lifestyle /

જો બારમાં છોકરી તરફથી મળે આ ઈશારો, તો સમજી લો કે તમને કરે છે પસંદ

જો બારમાં છોકરી તરફથી મળે આ ઈશારો, તો સમજી લો કે તમને કરે છે પસંદ

How do you hook up at a bar (Image Shutterstock)

How do you hook up at a bar? તમે એવું ભાગ્યે જ સાંભળ્યું હશે કે કોઇ મહિલાએ કોઇ પુરૂષ સાથે ફ્લર્ટ કર્યું હોય, પરંતુ એવું નથી. આવા આર્ટિકલ્સ ખૂબ ઓછા પ્રસારિત થતા હોવાથી પુરૂષો ભાગ્યે આ અંગે જાણતા હોય છે. તેથી અમે તમને અહીં અમુક બાબતો જણાવવા જઇ રહ્યા છે. જો બારમાં હાજર કોઇ છોકરી તેમાંથી કોઇ પણ કેટેગરીમાં બંધ બેસે છે, તો સમજી જવું કે તે તેના મિત્રો સાથે બારમાં ડાન્સ કરવા સિવાય પણ વધુ ઇન્ટરેસ્ટેડ છે.

વધુ જુઓ ...
  How do girls flirt at a bar: તમે ઘણી વાર સાંભળ્યું હશે બાર (Bars) માં પુરૂષો કોઇ મહિલાને અપ્રોચ કરવાની કે વાતચીત કરવાનો પ્રયાસ કરે છે. આવા ઘણા બ્લોગ્સ અને આર્ટિકલ્સ તમે વાંચ્યા પણ હશે, જેમાં ટીપ્સ અને ટ્રીક્સ (Tips & Trciks) આપવામાં આવે છે. પરંતુ તમે એવું ભાગ્યે જ સાંભળ્યું હશે કે કોઇ મહિલાએ કોઇ પુરૂષ સાથે ફ્લર્ટ કર્યું હોય, પરંતુ એવું નથી. આવા આર્ટિકલ્સ ખૂબ ઓછા પ્રસારિત થતા હોવાથી પુરૂષો ભાગ્યે આ અંગે જાણતા હોય છે. તેથી અમે તમને અહીં અમુક બાબતો જણાવવા જઇ રહ્યા છે. જો બારમાં હાજર કોઇ છોકરી તેમાંથી કોઇ પણ કેટેગરીમાં બંધ બેસે છે, તો સમજી જવું કે તે તેના મિત્રો સાથે બારમાં ડાન્સ કરવા સિવાય પણ વધુ ઇન્ટરેસ્ટેડ છે.

  તે તમને તેના અને તેના ફ્રેન્ડ્સ વચ્ચેનો વિવાદ ઉકેલવા કહેશે


  તમે તમારા મિત્રો સાથે બાર પાસે ઉભા છો. જેવો તમારો મિત્ર બારટેન્ડરનું ધ્યાન બીજા રાઉન્ડ માટે ખેંચે છે, ત્યારે વાંકડિયા વાળવાળી સુંદર છોકરી અને તેની મિત્ર (જે બંને થોડા સમય માટે તમારા ગૃપની બાજુમાં ઉભી છે) તમને તેમની વાતચીતમાં સામેલ કરવા અને તમારો અભિપ્રાય પૂછશે. એ સુંદર વાંકડિયા વાળવાળી છોકરી પૂછે છે કે"મારી ફ્રેન્ડ થોડા દિવસો પહેલા ડેટ પર ગઇ હતી અને તેણે હજી સુધી તેને ફોન કર્યો નથી. તને એમ લાગે છે કે એ રાહ જોવડાવી રહ્યો છે કે પછી એને તેનામાં રસ નથી?"

  sings of girls in bar for picking up boys in bar

  તમે તમારો પ્રામાણિક અભિપ્રાય આપો છો અને તમારા મિત્રો સાથે તમારી વાતચીત ચાલુ રાખો છો. તેમને આઇડિયા પણ નથી હોતો કે તે છોકરી કોઇ બહાને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કોઈ છોકરી તમારી સાથે સામેથી વાતચીત શરૂ કરે છે, ખાસ કરીને તેના કોઈ મિત્રની મદદથી તેનો અર્થ એ છે કે તે તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. તો પછી તેની સાથે રહો અને વાતચીત કરો.

  તમે શું પી રહ્યા છો તેના વિશે તમને પૂછશે અને તે જ ઓર્ડર કરશે


  કોઇ છોકરી બારમાં શું ઓર્ડર કરવું તે સમજી નથી શકતી તેવો દેખાવ કરીને તે તમને પૂછે છે કે તમે ક્યું ડ્રિંક પી રહ્યા છો. અને ત્યાર બાદ તે જ ડ્રિંક તે પણ ઓર્ડર કરે છે. જો આવું થાય તો તેનો અર્થ છે કે તે તમારામાં ઇન્ટરેસ્ટેડ છે.

  અન્ય છોકરાઓથી બચાવવા માટે તમને કહેશે


  દરેક નહીં પણ અમુક છોકરી આવું કરવું પસંદ કરે છે. જો કોઇ છોકરી તમારી પાસે આવીને તમને કહે કે તે અમુક છોકરાઓથી દૂર રહેવોના પ્રયાસ કરી રહી છે અને આમ કહી તે તમારી સાથે વાતચીત શરૂ કરે છે તો આ એક ક્લિઅર સાઇન છે કે તે તમારાથી આકર્ષિક થઇ રહી છે.

  બારમાં તે તમારા પર જ નજર રાખી રહી છે


  જો તમારા મિત્રો સાથે વાતચીત કરતી સમયે તમને લાગે કે કોઇ છોકરી તમારી સામે જ જોઇ રહી છે, તો આ સંકેત છે કે તે તમારું ધ્યાન આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.

  બાજુમાંથી પસાર થતી સમયે તમારા હાથને થોડો સ્પર્થ કરશે

  તમે બારમાં ઊભા છો ત્યારે એક છોકરી અંદર આવે છે અને હળવેથી તમારા હાથ પર હાથ મૂકીને ‘Excuse Me’ એમ કહે છે. તો તે તમને એક સંકેત આપી રહી છે. તેથી તમે એકબીજા સાથે વાત કરી શકો.

  તે તમને થોડી નચાવી શકે છે


  જો તમે બારમાં કોઇ છોકરી સાથે વાત કરી રહ્યા છો અને તે તમારી સાથે થોડી મસ્તી અને થોડો ભાવ ખાવાનો પ્રયાસ કરી રહી છે તો આ પણ એક ક્લિઅર સાઇન છે. જોકે, ઘણા લોકોને આ પસંદ આવે છે અને ઘણા લોકોને નહીં.

  વાતચીત દરમિયાન તે તમને તેની કોઇ ફેવરિટ જગ્યાએ લઇ જશે


  કોઇ છોકરી સાથે વાતચીત દરમિયાન જો તે તમને તેની કોઇ મન પંસદ જગ્યા બેકરી, રેસ્ટોરન્ટ કે કેફેમાં લઇ જાય છે તો તેનો અર્થ છે કે તે તમારી સાથે વધુ સમય વિતાવવા માંગે છે.

  જો તમે હવે કોઇ બારમાં જાઓ છો અને આવી કોઇ પણ બાબત એક છોકરી તરફથી અનુભવો છો તો સમજી જવું કે તે તમારામાં ઇન્ટરેસ્ટેડ છે અને તમારી સાથે વાત કરવા માંગે છે. તેથી તમે પણ એક મૂવ આગળની તરફ લઇ શકો છો.
  Published by:Rahul Vegda
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन