Home /News /lifestyle /

સિંગલ લોકોમાં આ ખતરનાક રોગથી મૃત્યુની સંભાવના છે સૌથી વધારે, જાણો કયો છે આ ગંભીર રોગ

સિંગલ લોકોમાં આ ખતરનાક રોગથી મૃત્યુની સંભાવના છે સૌથી વધારે, જાણો કયો છે આ ગંભીર રોગ

સિંગલ લોકોમાં આ ખતરનાક રોગથી મૃત્યુની સંભાવના છે સૌથી વધારે

Health: પરિણીત લોકોમાં કેન્સરથી બચવાનો દર ઘણો વધારે છે. તે પછી સિંગલ લોકો આવે છે અને અંતે એવા લોકો આવે છે, જેઓ કોઈ કારણસર તેમના પાર્ટનરથી અલગ થઈ ગયા હોય છે.

  એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અપરણિત લોકોમાં પેટના કેન્સરથી મૃત્યુનું જોખમ ઘણું વધારે જોવા મળે છે. બીજી બાજુ જે લોકો તેમના જીવનસાથી સાથે રહે છે, તેઓ કેન્સરથી મટાડવાની વધુ શક્યતા ધરાવે છે. અગાઉના ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે લગ્ન કરવાથી લોકોને અકાળ મૃત્યુથી બચાવી શકાય છે.

  સંશોધકો કહે છે કે પરિણીત લોકોમાં કેન્સરથી બચવાનો દર ઘણો વધારે છે. તે પછી સિંગલ લોકો આવે છે અને અંતે એવા લોકો આવે છે, જેઓ કોઈ કારણસર તેમના પાર્ટનરથી અલગ થઈ ગયા હોય છે.

  SWNSના એક નિવેદન અનુસાર, અનહુઈ મેડિકલ યુનિવર્સિટીના કોરેસ્પોન્ડિંગ આર્થર પ્રોફેસર અમન ઝુએ કહ્યું, "પરિણીત લોકો આર્થિક રીતે ખૂબ જ સ્થિર હોય છે, સાથે જ તેમના જીવનસાથી તરફથી ભાવનાત્મક ટેકો મળે છે."

  આ પણ વાંચો: Eye Care: જો તમારી આંખોમાં પણ આ પ્રકારની સમસ્યા છે, તો તે આપે છે ગંભીર બિમારીનો સંકેત

  પેટનુ કેન્સર એ વિશ્વમાં મૃત્યુનું ત્રીજું મુખ્ય કારણ છે. પ્રોફેસર ઝુ અને સંશોધકોએ સમગ્ર યુ.એસ.માં 3,647 કેસોની તપાસ કરી જ્યાં ટ્યુમર તેમના બાકીના શરીરમાં ફેલાઈ ન હતી. આ તમામ દર્દીઓની 2010 અને 2015 વચ્ચે સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી.

  પરિણીત લોકો પાસે બચવાની 72 ટકા તક હતી. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે પત્નીઓમાં બચવાની શક્યતા પતિ કરતા ઘણી વધારે છે. પુરુષોની પત્ની મૃત્યુ પામી હતી, તેમના જીવિત રહેવાની શક્યતા 51 ટકા જેટલી ઓછી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, દર્દી પરિણીત છે કે કુંવારા છે કે કેમ તે જાણવું ખૂબ જ જરૂરી છે.

  શું છે પેટનુ કેન્સર


  આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે સીધો આપણા પેટમાં આવે છે. પેટ આ ખોરાકને નાના ટુકડાઓમાં તોડીને પચાવવાનું કામ કરે છે. જ્યારે તમારા પેટની અંદરના ભાગમાં કેન્સરના કોષો રચાય છે ત્યારે પેટનુ કેન્સર શરૂ થાય છે. આ કોષો ટ્યૂમરમાં વિકસી શકે છે. તેને ગેસ્ટ્રિક કેન્સર પણ કહેવામાં આવે છે. આંતરડાનું કેન્સર સામાન્ય રીતે ઘણા વર્ષોમાં ધીમે ધીમે આગળ વધે છે. 60 થી 80 વર્ષની વયના લોકોને આ કેન્સરનો સામનો કરવો પડે છે. આંતરડાનું કેન્સર શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે.

  પેટના કેન્સરના લક્ષણો


  ખોરાક ગળવામાં તકલીફ થવી, ખોરાક ખાધા પછી પેટમાં બ્લોટિંગ લાગવું, થોડો ખોરાક ખાધા પછી જ પેટ ભરેલું લાગવું, હાર્ટબર્ન, અપચો, થાક, પેટમાં દુખાવો, કારણ વગર વજન ઘટવું, ઉલ્ટી થવી, આ બધા પેટના કેન્સરના લક્ષણો છે.

  આ પણ વાંચો: Silver Foil: શું નોનવેજ હોય છે મિઠાઇઓમાં લાગેલુ ચાંદીનું વરખ?

  આ કારણોસર વધી જાય છે પેટના કેન્સરનુ જોખમ


  ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ (GERD) જેમાં પેટમાં એસિડ ફરી ફૂડ પાઈપમાં જમા થાય છે, સ્થૂળતા, વધુ પડતું મીઠું અને સ્મોકી ખોરાક ખાવું, ફળો અને લીલા શાકભાજીનો આહારમાં સમાવેશ ન કરવો, પેટના કેન્સરનો પારિવારિક ઇતિહાસમાં લાંબા ગાળાની બળતરા, ધૂમ્રપાન આ બધી વસ્તુઓ પેટના કેન્સરનું જોખમ વધારે વધારી શકે છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन