એકલા રહેતા લોકો માટે 'સાચ્ચો પ્રેમ' અપાવવા માટે ચલાવવામાં આવી સ્પેશ્યલ ટ્રેન

News18 Gujarati
Updated: August 31, 2019, 8:22 PM IST
એકલા રહેતા લોકો માટે 'સાચ્ચો પ્રેમ' અપાવવા માટે ચલાવવામાં આવી સ્પેશ્યલ ટ્રેન
લવ-પરસ્યૂટ ટ્રેન

ચીનમાં 1970ના દશક દરમિયાન અપનાવવામાં આવેલી એક બાળકની નીતિના કારણે દેશમાં એક વિશાળ લિંગ અંતરની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.

  • Share this:
ચીનમાં 1000થી વધારે યુવા પુરૂષો અને મહિલાઓએ એક સાથે આ મહિનાની શરૂઆતમાં એક ખાસ પ્રકારની ટ્રેન યાત્રા કરી છે. આ ટ્રેનનો ઈરાદો પરફેક્ટ લાઈફ પાર્ટનર શોધવાનો છે. 1970ના દશક દરમિયાન અપનાવવામાં આવેલી એક બાળકની નીતિના કારણે દેશમાં એક વિશાળ લિંગ અંતરની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. આ અંતરના કારણે લોકોને સારો કે સારી જીવનસાથી શોધવામાં મુશ્કેલી થઈ રહી છે. એશિયા વન મીડિયા અનુસાર, ચોંગકિંગ નોર્થ સ્ટેશનથી કિયાનજિયાંગ સ્ટેશન સુધીની બે દિવસ અને એક રાતની આ યાત્રા 10 ઓગસ્ટે શરૂ થઈ હતી.

'લવ પરસ્યૂટ ટ્રેન'
ડેલી મેલ યૂકેના રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, 'લવ પરસ્યૂટ ટ્રેન'ને ત્રણ વર્ષ પહેલા દેશના 200 મિલિયન સિંગલ લોકો માટે રોસ્ટિંગ મેચ-મેકિંગ સ્વા તરીકે લોન્ચ કરવામાં આવી હતી. ત્યારથી આ ટ્રેનમાં 3000થી વધારે યુવાનોએ યાત્રા કરી છે, અને એક-બીજાને મળ્યા બાદ 10થી વધારે જોડાએ લગ્ન કર્યા છે. આ પ્રકારની ગતિવિધિઓ બાકી રીતો કરતા વધારે રચનાત્મક છે. ટ્રેન એક મેગપાઈ પુલની જેવી છે, જે યાત્રા દરમિયાન એક-બીજાને ઓળખવા માટે અલગ-અલગ જગ્યાઓના લોકોને એક સાથે લાવે છે.

હુઆંગ સાંગે બતાવી પોતાની કહાની
આ ખાસ ટ્રેનનો ભાગ બનેલા હુઆંગ સાંગ નામના વ્યક્તિએ જણાવ્યું કે, ભલે તમે તમારા માટે જાડીદાર ન શોધી શકો, પરંતુ તમે ટ્રેનમાં ખુબ સારા મિત્ર તો જરૂર બનાવી શકો છો. કેટલીએ પ્રકારની રમત અને ભોજનના વિકલ્પો સિવાય યાત્રિઓની પાસે પારંપરિક પ્રદર્શનોને જોવા અને 1000 લોકો સાથે ભોજનો આનંદ લેવા માટે પ્રાચિન પાણીના શહેર ઝૂઓ શુઈમાં પણ રોકાવાનો અવસર હોય છે. યાંગ હુઆને કહ્યું કે, તે પહેલાથી જ લવ-પરસ્યૂટ ટ્રેનની યાત્રા દરમિયાન ખુદને એક સારો પ્રેમી મળ્યો.

ચીનમાં છોકરીઓની સંખ્યામાં આવેલી અછતનું કારણતેમણે કહ્યું કે, અમને અહેસાસ થયો કે, અમે બંને એવા પ્રકારનો પ્રેમ ઈચ્છતા હતા, જે રીતે ટૂ ધ ઓક ટ્રી કવિતામાં દર્શાવવામાં આવ્યો છે. જ્યારે બંને પક્ષ એક-બીજાના વખાણ કરે છે અને આઝાદ રહે છે. અમને સાથે રહેવું સારૂ લાગતું હતું.

30 મિલિયન ચીની પુરૂષને એક બાળકની નિતીના કારણે એહેસાસ થયો કે, તે અગામી 30 વર્ષોમાં પત્ની વગરની સ્થિતિમાં પહોંચી જશે. એક બાળકની નીતિને 2016માં ખતમ કરી દેવામાં આવી હતી. આ નીતિના કારણે કેટલાએ કપલે છોકરો પેદા કરવા માટે અજન્મેલી છોકરીને ગર્ભમાં જ મારી દેવાનો નિર્ણય લીધો, જેના કારમે જેન્ડર અસંતુલન ઉભુ થયું. 2018માં દેશમાં દરેક 1000માંથી માત્ર 7.2 લોકોને લગ્ન કરવાનો અવસર મળ્યો. આ આંકડાના કારણે ચીનમાં લગ્નનો દર છેલ્લા એક દશકમાં સૌથી ઓછો રહ્યો.

ચેરમેન માએએ કેમ અપનાવી હતી આ નીતિ
1970ના દશકના ઉત્તરાર્ધમાં અનિવાર્ય એક બાળકની નીતિને લોન્ચ કરવામાં આવી હતી, જે ચેરમેન માઓ દ્વારા ગૃહ યુદ્ધ બાદ ઝડપથી આગળ વધી રહી આબાદીને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું. આ નિયમ 20મી સદીના અંત સુધી ચીની આબાદીને 1.2 બિલિયનથી ઓછી રાખવાના ઉદ્દેશ્યથી લાગૂ કરવામાં આવી હતી. શહેરી વિસ્તારમાં મહિલાઓને બીજી વખત ગર્ભધારણ કરવાથી રોકવા માટે કહેવામાં આવ્યું હતું. નિયમનું પાલન નહીં કરનાર કપલને દંડ ફટકારવામાં આવ્યો. દંડ તેમની સામાન્ય વાર્ષીક કરતા ત્રણ ગણો વસુલવાનું નક્કી કરાયું હતું.
First published: August 31, 2019, 8:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading