કોરોના કાળમાં ઓનલાઈન ડેટિંગ દરમિયાન સિંગલ ઇન્ડિયન્સ દેખાવ કરતા વ્યક્તિત્વ પર વધુ ધ્યાન આપે છે: સર્વે

પ્રતિકાત્મક તસવીર (Credits: IANS)

મહામારીના કારણે ડેટિંગના વિવિધ પાસાઓ બદલાઇ ચૂક્યા છે

  • Share this:
કોરોના મહામારીએ લોકોના વિચારો પર અસર કરી છે. વર્ચ્યુઅલ ડેટિંગ કરનારા મોટાભાગના લોકો હવે કોઈ વ્યક્તિના દેખાવના સ્થાને વ્યક્તિત્વ પર વધુ ધ્યાન આપવા લાગ્યા છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મહામારીના કારણે ડેટિંગના વિવિધ પાસાઓ બદલાઇ ચૂક્યા છે. 48% સિંગલ ઇન્ડિયન્સ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કોઈ વ્યક્તિના દેખાવના સ્થાને તેના વ્યક્તિત્વ પર ફોકસ વધ્યું છે.

સોશિયલ નેટવર્કિંગ બમ્બલ (Bumble) અને YouGov દ્વારા ગયા મહિને રાષ્ટ્રવ્યાપી સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સામેલ થયેલા 45 ટકા સિંગલ ઇન્ડિયન્સનું માનવું છે કે, વર્ચ્યુઅલ કે ઓનલાઈન ડેટિંગ ભારતમાં ડેટિંગ માટે સામાન્ય પદ્ધતિ છે.

હવે ડેટર્સને વ્યક્તિગત રૂપે મળવાનો નિર્ણય લેતા પહેલા ઓનલાઇન મળેલા વ્યક્તિ સાથે જોડાવા માટે વર્ચુઅલ ડેટની પદ્ધતિ વધુ સુરક્ષિત લાગે છે. અભ્યાસના તારણો મુજબ, સિંગલ ઇન્ડિયન્સ વર્ચ્યુઅલ ડેટિંગનો આનંદ માણતા હોવા પાછળ સૌથી મોટું કારણ (48 ટકા) તેઓ કોઈને વ્યક્તિગત મળવા કરતા વર્ચ્યુઅલ ડેટિંગમાં વધુ સુરક્ષિત અનુભવતા હોવાનું છે. 72 ટકા લોકો માને છે કે ક્યારેય મળ્યા ન હોય તેવી વ્યક્તિ સાથે પ્રેમમાં પડવું શક્ય છે. ઘણા લોકો વર્ચ્યુઅલ ડેટિંગમાં સમય અને સંપત્તિ ખર્ચવાનું પસંદ કરતા નથી. જેથી તેઓને 'હાફ ગ્લેમ' કે વીડિયો ડેટ માટે આંશિક રીતે તૈયાર થવું પડે છે.

આ પણ વાંચો - દક્ષિણ આફ્રિકામાં ભભૂકેલી હિંસામાં ભારતીયો શા માટે બની રહ્યા છે શિકાર?

બમ્બલે નોંધ્યું હતું કે, લોકો મહામારી પહેલાના સમય કરતા અત્યારે જાણી જોઈને વધુ ડેટિંગ કરે છે. હવે લોકો ડેટિંગ બાબતે વધુ પ્રામાણિક થયા છે કે તેઓ રિલેશનશિપમાં શું ઈચ્છે છે. પછી ભલે તે કેઝ્યુઅલ રિલેશનશિપ હોય કે સિરિયસ. સર્વેમાં સામેલ 74 ટકા સિંગલ ઇન્ડિયન્સનું માનવું છે કે, ડેટિંગમાં ઘોસ્ટિંગ, બ્રેડક્રમ્બિંગ, કેટફિશિંગ જેવી નકારાત્મક વર્તણુંક ઓછી થઈ રહી છે.

સાથે જ રસીકરણ સહિતની સુરક્ષાની બાબત પણ ડેટિંગમાં ધ્યાને લેવાય છે. આ અંગે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સિંગલ ઇન્ડિયન્સ માટે સુરક્ષા આજે પણ ટોચ પર છે.

બમ્બલનું કહેવું છે કે, દેશમાં યુવાનો માટે રસીકરણના વ્યાપક રોલઆઉટ સાથે સર્વેક્ષણમાં સામેલ ત્રણમાંથી એક એટલે કે 33 ટકા ડેટર 2021માં ડેટિંગ અંગે આશાવાદ અનુભવે છે. 38% ડેટર્સ માટે રસીકરણની સ્થિતિ મહત્વની છે. તેમનું કહેવું છે કે, જે વ્યક્તિએ કોરોનાની રસી ન લીધી હોય તેની સાથે તેઓ ડેટ પર નહીં જાય અથવા સેકસ નહીં કરે. આ રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમાં મોટાભાગના લોકોએ કોરોના વાયરસની બીજી લહેર બાદ સુરક્ષા પ્રત્યે વધુ જાગૃત થઈ ગયા હોવાનો દાવો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. બમ્બલમાં હોય તે સહિતના ડેટર્સ કોરોના સંબંધિત જાણકારી બાયો કે પ્રોફાઈલમાં સામેલ કરી રહ્યા છે.
First published: