Home /News /lifestyle /માંગમાં સિંદૂર ભરવાની સાચી રીત, જાણો અને પરફેક્ટ લુક મેળવો, ફેલાશે નહીં
માંગમાં સિંદૂર ભરવાની સાચી રીત, જાણો અને પરફેક્ટ લુક મેળવો, ફેલાશે નહીં
લિક્વિડ સિંદૂર વધારે ફેલાય છે.
Way to apply sindoor perfectly: સિંદૂર વગર સ્ત્રીઓનો શણગાર અધૂરો છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટૂ નથી. સિંદૂર લગાવવાથી સ્ત્રીઓનો ફેસ મસ્ત લાગે છે. સિંદૂર લગાવવાની પણ એક રીત હોય છે. અનેક લોકો ખોટી રીતે સિંદૂર લગાવતા હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જે યુવતીના લગ્ન થઇ ગયા હોય એ માંગમાં સિંદૂર ભરતી હોય છે. સિંદૂર ભરવાનું અનેરું મહત્વ રહેલું છે. આમ, કહેવાય છે કે મહિલાઓનો સોળ શ્રૃંગાર સિંદૂર વગર અધૂરો છે. જો કે આ વાત સાચી પણ છે. પરંતુ અનેક છોકરીઓની ફરિયાદ રહેતી હોય છે માંગમાં સિંદૂર કર્યા પછી એ માથા પર ફેલાઇ જાય છે. જો કે આવું ઘણાં બઘા લોકોની સાથે થતુ હોય છે. આમ, તમને જણાવી દઇએ કે માંગમાં સિંદૂર ભરવાની પણ એક રીત હોય છે. જે તમે પ્રોપર રીતે ફોલો કરો છો તો સિંદૂર મસ્ત રીતે થાય છે. જ્યારે સિંદૂર ફેલાઇ જાય ત્યારે લુક ખરાબ લાગે છે. તો જાણો સિંદૂર લગાવવાની રીત.
ઘણી બધી છોકરીઓ જ્યારે સિંદૂર લગાવે ત્યારે ખાસ કરીને એ વઘારે લગાવી દે છે. જેના કારણે એ ફેલાય છે અને લુક ખરાબ લાગે છે. આ માટે હંમેશા ઓછી માત્રામાં સિંદૂર લો અને પછી માંગ ભરો અને પછી આ જ સિંદૂરને થોડુ પાછળ સુધી લઇ જાવો. આ માટે બીજુ સિંદૂર લેશો નહીં.
વાળમાં સિંદૂર લગાવશો નહીં
ઘણાં લોકો સિંદૂર પરફેક્ટ રીતે લગાવતા હોતા નથી. તમે સિંદૂર હંમેશા પાંથીની વચ્ચે લગાવો. આમ કરવાથી સારુ લાગશે અને સાથે એ ફેલાશે નહીં. ઘણાં લોકો વાળમાં લગાવતા હોય છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે તમે પણ વાળમાં સિંદૂર લગાવો છો તો વાળ ખરવાના ચાન્સિસ વધારે રહે છે. આ માટે હંમેશા સિંદૂર પાંથીમાં લગાવો.
ઘણી સ્ત્રીઓ લિક્વિડ સિંદૂરનો ઉપયોગ કરતી હોય છે. આમ, તમને જણાવી દઇએ કે લિક્વિડ સિંદૂર ઝડપથી ફેલાય છે. આ સિંદૂર તમને પરસેવો થાય તો પણ ખરાબ થાય છે. આ સાથે જ વધારે ગરમી હોય તો પણ ફેલાય છે. આ માટે હંમેશા નોર્મલ સિંદૂરનો ઉપયોગ કરો.
સારી ક્વોલિટીનું સિંદૂર
બજારમાં બે ટાઇપના સિંદૂર મળે છે એક ખરાબ અને બીજું સારું. આ માટે હંમેશા સારું લેવાની કોશિશ કરો. એ થોડુ મોંઘુ આવે છે પણ ફેલાશે નહીં.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર