એસિડિટીમાં દવા ખાઈને થાક્યાં? તો અજમાવો આ સરળ ઘરગથ્થુ ટિપ્સ

 • Share this:
  અત્યારની જીવનશૈલી અને ખાવાપીવાની આદતને લીધે પેટ સંબંધિત તકલીફો ઘણી થતી હોય છે. આજે આપણે વૈદ્ય પ્રદીપ આસ્તિક દ્રારા જણાવેલા અમ્લપિત્ત (acidity)ના કારણો અને તેના ઉપાયો જોઈશું.

  કારણો
  વાસી, ખાટું થઈ ગયેલું અથવા બીજા વિકારવાળુ, પિત્તને કોપાવનાર, વિરુદ્ધ ગુણવાળા અથવા દાહ કરે એવું અન્ન અથવા નાસ્તા કરવાથી તેમ જ ઈર્ષા, અદેખાઈ, ચિંતા અને અતિ લોભથી હોજરી બગડે છે.

  પિત્ત દુષિત થઈને પેટ, છાતી, ગળામાં દાહ ઉત્પન્ન કરે છે. તેને અમ્લપિત્ત એટલે પિત્ત કહે છે. આવા જમવાને કારણે પાચનતંત્રની બીમારીઓ સવિશેષ જોવા મળે છે.

  જો પિત્ત થાય તો ઘરે નીચે પ્રમાણેના પ્રયોગો કરી શકો છો.
  1. એક ગ્રામ જીરૂ, બે ગ્રામ સાકર સાથે સવાર સાંજ લેવું.
  2.ગળોના એક તોલા રસમાં, અડધો તોલો મધ મેળવીને સવાર સાંજ પીવાથી અમ્લપિત્ત મટે છે.
  3.હરડેનું ચૂર્ણ એક તોલો, કાળી દ્રાક્ષ એક તોલો અને સાકર બે તોલા લઈને ત્રણેવને મિક્સ કરીને મોટી મોટી ગોળી બનાવી લેવી. આ ગોળી સવારે-બપોરે તથા સાંજે બે બે ખાવાથી અમ્લપિત્ત મટે છે.
  4. ત્રિફળા, અરડૂસીનાં પાન,ગળો,ખડસલિયો, કરિયાતું, લીંબડાની અંતરછાલ, પટોલ અને ગરમાળાનો ગોળ દરેક સમભાગે લઈને રોજ સવારે જરૂર પૂરતો આ કવાથ બનાવી તેમાં બે-ત્રણ ચમચી મધ મેળવી સવારે નરણા કોઠે પીવાથી અમ્લપિત્ત મટે છે.

  (આ ટિપ્સ વૈદ્ય પ્રદીપ આસ્તિકના પુસ્તકમાંથી લેવામાં આવી છે.)
  Published by:Kaushal Pancholi
  First published: