Home /News /lifestyle /

આયુર્વેદિક થેરાપીથી આર્થરાઈટિસની સમસ્યામાં મેળવો રાહત, અહીં જાણો Tips

આયુર્વેદિક થેરાપીથી આર્થરાઈટિસની સમસ્યામાં મેળવો રાહત, અહીં જાણો Tips

પ્રતીકાત્મક તસવીર

Health tips: કોઈપણ બીમારીથી રાહત મેળવવા માટે આયુર્વેદ આહારપ્રણાલી અને જીવનશૈલીમાં ફેરફાર કરવા અંગે ખૂબ જ વધુ ભાર મુકે છે.

Ayurvedic treatment for gout and uric acid: આર્થરાઈટિસ એક ખૂબ જ ગંભીર બીમારી છે. જેના કારણે નિયમિત દિનચર્યામાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ગાઉટ અને યૂરિક એસિડના કારણે દરેક વ્યક્તિમાં ચિંતા જોવા મળી રહી છે. અગાઉ ઉંમર સંબંધિત બીમારીઓનું વર્ગીકરણ કરવામાં આવતું હતું. હાલના સમયમાં અયોગ્ય આહારપ્રણાલી અને જીવનશૈલીના કારણે યુવા પેઢી પણ અનેક બીમારીઓનો શિકાર થઈ રહી છે. મેટાબોલિઝમ અયોગ્ય રીતે કામ કરતુ હોવાના કારણે ગાઉટી આર્થરાઈટિસ થાય છે. ત્યારે અહીંયા યુરિક એસિડના આયુર્વેદિક ઈલાજની જાણકારી આપવામાં આવી છે.

શરીર માટે પ્યુરીન ખૂબ જ જરૂરી છે અને DNA નું ખૂબ જ મહત્વનું અંગ છે. જો આ અંગ તૂટી જાય તો યૂરિક એસિડનું ઉત્પાદન થાય છે. જેના કારણે સાંધાઓમાં યૂરિક એસિડ જમા થવા લાગે છે અને સાંધાઓમાં દુ:ખાવો થાય છે તથા સોજો આવે છે. જો આ સમસ્યાનો યોગ્ય ઈલાજ કરવામાં ના આવે તો કિડની ખરાબ પણ થઈ શકે છે. જ્યારે શરીરમાંથી યૂરિક એસિડ દૂર ન થાય અને શરીરમાં જમા થવા લાગે તો ગાઉટની સમસ્યા થાય છે.

આયુર્વેદથી ગાઉટ અને યૂરિક એસિડની સમસ્યાથી છુટકારો કેવી રીતે મેળવવો?

આયુર્વેદ 5 હજાર વર્ષ જૂની પ્રથા છે, જેમાં જડીબુટ્ટી આધારિત ઔષધિ શામેલ છે. આ ઔષધિ ખૂબ જ ગુણકારી હોવાના કારણે શરીર માટે ખૂબ જ લાભદાયી છે. હાલના સમયમાં બિમારી ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આયુર્વેદ અનુસાર અયોગ્ય આહારપ્રણાલી અને જીવનશૈલીના કારણે આ પ્રકારની સમસ્યા થાય છે.

રોગના લક્ષણો જોવા મળે અને તાત્કાલિક તેનો ઈલાજ કરવામાં ના આવે તો તે બીમારી ગંભીર સ્વરૂપ લઈ શકે છે. શરીરનું ડેટોક્સિફિકેશન અને શુદ્ધિકરણના માધ્યમ પર આયુર્વેદ આધાર રાખે છે. આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા જે પણ ઔષધી આપવામાં તે ઔષધીનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તથા આહારશૈલી અને જીવનશૈલીમાં ફેરફાર કરીને બિમારીથી રાહત મેળવી શકાય છે.

ગાઉટ અને યૂરિક એસિડથી રાહત મેળવવા માટેની આયુર્વેદિક સારવાર

આયુર્વેદ અનુસાર સૌથી પહેલા શરીરના દોષોને સંતુલિત કરવામાં આવે છે. શરીરના દોષોને સંતુલિત કરવામાં આવે તો કેટલીક સમસ્યાથી આપમેળે કાયમી છુટકારો મેળવી શકાય છે. અહીંયા આયુર્વેદિક સારવાર વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

પંચકર્મા થેરાપી (Panchakarma Therapy)

પંચકર્મા થેરાપી આયુર્વેદ દવાઓનું મૂળ છે. પંચકર્મા થેરાપીમાં શરીરનું વિશુદ્ધિકરણ કરવામાં આવે છે, જેના માટે કેટલીક ક્રિયાઓનું પાલન કરવાનું રહે છે. શરીરના દોષોમાં વૃદ્ધિ થવાને કારણે બીમારીઓ થવા લાગે છે. આ કારણોસર આ થેરાપીમાં શરીરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. શોધન શુદ્ધિકરણ થેરાપીનો એક ભાગ છે. ખરાબ મેટાબોલિઝમના કારણે શરીરમાં વિષાક્ત પદાર્થો ઘર કરી જાય છે. શોધન થેરાપીમાં 3 સ્ટેપ્સને ફોલો કરવામાં આવે છે. જેને પૂર્વ કર્મા, પ્રધાન કર્મા અને પાશ્ચાથ કર્મા કહેવાય છે.

આયુર્વેદિક જડીબુટ્ટી (Ayurvedic Herbs)

જડીબુટ્ટીઓ પ્રાકૃતિક તત્વ છે. આ જડીબુટ્ટીઓ પોતાના લાભકારી ગુણો માટે ખૂબ જ પ્રચલિત છે. આ આયુર્વેદિક ઔષધિનું સેવન કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. બિમારી અનુસાર નિષ્ણાંતો ઔષધિ આપે છે. ગઠિયા અને યૂરિક એસિડ માટે ત્રિફલા, લીમડો, આદુ, હળદર અને ગિલોય ખૂબ જ લાભકારી છે.

આહારપ્રણાલી (Diet)

કોઈપણ બીમારીથી રાહત મેળવવા માટે આહારપ્રણાલીમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. આયુર્વેદ અનુસાર આહારપ્રણાલીનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો બીમારીથી ખૂબ જ જલ્દી રાહત મેળવી શકાય છે. સૌથી સારી આહારપ્રણાલીમાં એવોકાડો, સિટ્રસ ફ્રુટ, ચેરી અને જૂનું અનાજ ખૂબ જ લાભદાયી છે.

જીવનશૈલી (Lifestyle)

લોકોની જીવનશૈલીમાં હવે આરામને વધુ સ્થાન આપવામાં આવ્યું છે જેના કારણે વ્યક્તિ ખૂબ જ જલ્દી બિમાર પડી જાય છે. કોઈપણ બિમારીથી જલ્દી રાહત મેળવવા માટે જીવનશૈલીમાં ફેરફાર લાવવો ખૂબ જ જરૂરી છે.

  • કેફીન આધારિત પીણા ના પીવા જોઈએ

  • તણાવમુક્ત રહેવું

  • નિયમિત વ્યાયામ કરવા

  • નિયમિત યોગા અને ધ્યાન કરવું


કોઈપણ બીમારીથી રાહત મેળવવા માટે આયુર્વેદ આહારપ્રણાલી અને જીવનશૈલીમાં ફેરફાર કરવા અંગે ખૂબ જ વધુ ભાર મુકે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ayurvedic health tips, Good Health, Lifestyle

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन