Home /News /lifestyle /

અગિયારસમાં બહાર જેવા જ સ્વાદિષ્ટ બફવડા બનાવો ઘરે, ફટાફટ જોઇ લો રીત

અગિયારસમાં બહાર જેવા જ સ્વાદિષ્ટ બફવડા બનાવો ઘરે, ફટાફટ જોઇ લો રીત

બફવડા

તો જોઇએ ફરાળી બફવડાની રીત.

    દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે આ સાથે આજે અગિયારસ પણ છે. તો આપણે બહાર જઇને સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ ખાઇ નહીં શકીએ તો આજે આપણે બહાર જેવા જ બફવડા બનાવતા શીખી જઇએ. તો જોઇએ ફરાળી બફવડાની રીત.

    સામગ્રી
    500 ગ્રામ બટાકા
    1 વાટકી કોપરાનું છીણ
    2 ચમચી શેકેલા તલ
    1 વાટકી ચમચા શેકેલા સીંગદાણા
    10 થી 1 નંગ કિશમિશ
    10 થી 12 નંગ કાજુ
    2 ચમચી ખાંડ
    2 થી 3 નંગ લીલાં મરચાં
    1/2 ચમચી મરચું
    2 ચમચા આરાલોટ કે ફરાળી લોટ
    1/2 ચમચી ગરમ મસાલો
    મીઠું સ્વાદાનુસાર
    તેલ તળવા માટે

    આ પણ વાંચો - કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા PM મોદીએ આયુષ મંત્રાલયના આ ઉપાયો સૂચવ્યા

    રીત

    • સૌપ્રથમ બટાકાને બાફી, છોલીને છૂંદો કરી લો.

    • તેમાં જરૂર પ્રમાણે આરાલોટ અને મીઠું ભેળવી બફવડાનું મિશ્રણ તૈયાર કરો. આને થોડી વાર એક બાજુ રહેવા દો.

    • આ દરમિયાન કોપરાનું છીણ, શેકેલા સીંગદાણા, તલ, કિશમિશ, કાજુના ટુકડા, થોડી ખાંડ, મીઠું, મરચું બધું બરાબર મિક્ષ કરો.

    • બટાકાના મિશ્રણમાંથી ગોળા વાળી તેમાં આ સ્ટફિંગ કરો.

    • તમે ઇચ્છો તો આને શિંગોડાના લોટના મિશ્રણમાં બોળીને તેલમાં તળી લો અથવા બફવડાના ગોળાને આરાલોટમાં રગદોળી ગરમ તેલમાં આછા બ્રાઉન રંગના તળી લો.


    આ પણ જુઓ : 
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Beauty, Lifestyle, આરોગ્ય, રેસીપી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन