Home /News /lifestyle /

વજન ઘટાડવાના સરળ ઘરેલું ઉપાય, જે તમને વજન ઉતારવામાં થશે ખૂબ ઉપયોગી

વજન ઘટાડવાના સરળ ઘરેલું ઉપાય, જે તમને વજન ઉતારવામાં થશે ખૂબ ઉપયોગી

વજન ઘટાડવા તમારે કુદરતી ઘરેલુ ઉપચાર અપનાવવા જોઈએ.

WEIGHT LOSS: સુદ્રઢ શરીર બનવવાની ઘેલછામાં રોજ લોકો નવા નવા નુસખાઓ અપનાવતા હોય છે. જો તમે પણ તેમના એક છો તો તમારે કુદરતી ઘરેલુ ઉપચાર અપનાવવા જોઈએ.

દિલ્હી: સુદ્રઢ શરીર બનવવાની ઘેલછામાં રોજ લોકો નવા નવા નુસખાઓ અપનાવતા હોય છે. જો તમે પણ તેમના એક છો તો તમારે કુદરતી ઘરેલુ ઉપચાર અપનાવવા જોઈએ. કયા ઘરગથ્થુ ઉપચારો તમને તમારું વજન નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે?

  • મધ સાથે લીંબુ પાણી પીવું


દરરોજ સવારે લીંબુનું પાણી બનવો અને તેમાં 2 ચમચી મધ ઉમેરો અને તેનું સેવન કરો.

2. આખી મેથીના દાણા , અજમો અને જીરાનો પાવડર

મેથીના દાણા , અજમો અને જીરામાં પાચનની પ્રક્રિયા સુધારીને શરીરની ચરબી ઘટાડવાના ગુણો રહેલા છે. ત્રણે ને સૂકવીને શેકી લો. મિક્સરમાં પીસીને પાવડર બનાવો. દરરોજ એકવાર પાણીમાં ભેળવીને પીવું.

3. તજ અને મધ નાખીને બનવેલ ચા

તજ લોહીમાં ઇન્સુઇલીન નું પ્રેમના જાળવી રાખવા માટે ઉપયોગી છે. રોજ સવારે પાણીમાં તાજના બે ટુકડા અને એક ચમચી મધ નાખીને ઉકાળો. તેને ગાળીને નવશેકું થાય એટલે ભૂખ્યા પેટે પીવું.

4. કાચું લસણ ખાવું

લસણ કુદરતી એન્ટિસેપ્ટિક છે. પરંતુ રોજ લસણ ની બે કળી ચાવીને ખાવાથી વજન ઉતારવવામાં મદદ થાય છે.

5. ખાંડનો વધુ ઉપયોગ

ફળો અને કેટલાક શાકભાજીમાં કુદરીતે રીતે મીઠાસ હોય છે. ઉપરથી વધારાની ખાંડ લેવાને બદલે કુદરતી રીતે મીઠાસ ધરાવતા પદાર્થોનું સેવન કરો.

6. ખુબ પાણી પીવું

વજન ઘટાડવા માટે સૌથી સરળ અને આવશ્યક છે પૂરતા પ્રમાણમાં પાણી પીવું.

તમારા શરીરને જરૂરી પાણીનું પ્રમાણ નક્કી કરવાની એક સારી રીત એ છે કે તમારું વજન કરો અને તમારા વજનને 30 વડે વિભાજીત કરો.જો તમારું વજન 65 કિલો છે, તો તમારું દૈનિક પાણીનું સેવન 65/30 એટલેકે 2.16 લિટર જેટલું હોવું જોઈએ.

7. 8 કલાકની પૂરતી ઊંઘ લેવી

પૂરતી ઊંઘ શરીરમાં ખોરાકનું પાચન વધારે છે અને શરીરની કાર્યક્ષમતા વધારે છે. શરીરમાં પાચનનું પ્રમાણ વધવાથી વધારાની ચરબી ઘટે છે.

9. નાની થાળીમાં જમવું

આ એક માનસિક રમત છે. મોટી થાળીમાં આપોઆપ વધુ ખોરાક લેવાઈ જાય છે. નાની થાળીમાં ઓછું લેવા છતાં વધુ ખાધાનો સંતોષ મળે છે. જેથી બિનજરૂરી વધુ ખાવાની ટેવ દૂર થાય છે.

10. એક જ વેળા ખૂબ ખાવાનું ટાળવું

દિવસમાં ત્રણ જ વાર પેટ ભરીને ખાવાની જગ્યાએ 3-4 કલાકના અંતરાલમાં થોડું થોડું અને હળવું ખાવાનું રાખો. લાંબા સમયે ખાવાથી વધુ ભૂખ લાગવાના કારણે વધારે ખવાઈ જાય છે.

11. કેટલોક કાચો ખોરાક ફાયદાકારક છે

પકાવેલો ભારે ખોરાક ખાવાના બદલે ટામેટાં, કાકડી, પાલક, મકાઈના બાફેલા દાણા, ગાજર વગેરે કાચા ખાઈ શકાય છે.

12. ખોરાક વ્યવસ્થિત ચાવીને ખાવો

ખોરાક ચાવીને ખાવાથી તેનું પાચન વધુ સારી રીતે થાય છે. તેથી આરામથી ચાવીને ખોરાક લેબર વ્યક્તિના શરીરમાં ફટાફટ ખાવાનું ગળી જનાર વ્યક્તિ કરત ઓછી કેલરી જમા થાય છે.

13. રીફાઇન્ડ અનાજ ખાવાનું ટાળો

રીફાઇન્ડ ફ્લોર એટલે કે મેદો ખાવાનું ટાળો. ઘઉં, બાજરી જેવા અનાજના લોટનો વપરાશ શરીરમાં કાર્બોદિત અને ફાઈબર વધારે છે.

14. સિગરેટ ન પીવી

સિગરેટ પીવાથી તમારી શરીરની કસરત કરવાની ક્ષમતા ઘટી જાય છે. થોડી કસરતમાં તમારી શ્વાસ ચડવા લાગે છે. આ રીતે તમારું સ્વાસ્થ્ય કથળે છે, તેથી તેનું સેવન ન કરવું હિતાવહ છે

15. તણાવમુક્ત રહો

વધુ પડતી ચિંતાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે અને તમે ફિટ રહી શકતા નથી. સ્ટ્રેસને દૂર કરવા ધ્યાન, શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ, યોગ, ફેમિલી વેકેશન વગેરેનો આધાર લઇ શકાય.

16. યોગર્ટ ખાવું

યોગર્ટ અથવા દહીં માં દૂધમાંથી બનાવેલ હોવાથી તેના બધાજ પોશાક તત્વો હોય છે તેમજ ચરબીયુક્ત તત્વ ઓછા હોય છે. તે શરીરમાં અમુક પ્રકારના બેક્ટેરિયા બનાવે છે જે પાચનમાં ઉપયોગી થાય છે.

17. જ્યુસ પીવા

શરીરમાં શક્તિ જાળવી રાખવા માટે ફળોના જ્યુસ ઉત્તમ આહાર છે. જ્યુસમાં જરૂરી વિટામિન અને મિનરલ્સ હોય છે જે શરીરને ફુર્તી આપે છે.

18.સખત ડાયેટિંગ ન કરવું

સખત ડાયેટિંગ કરવાથી થોડા સમય માટે વજન ઘટી જાય છે પરંતુ તે લાઈફસ્ટાઇલમાં બદલાવ લાવતા અચાનક તે વધી જાય છે. વળી ક્રેશ ડાયેટિંગ થી શરીરમાં કમજોરી આવી જવાની અને બીમાર પાડવાની શક્યતાઓ પણ રહેલી છે.
First published:

Tags: Life style, Lose weight, Weight control

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन