Home /News /lifestyle /ચાંદીના વાસણને 2 મિનિટમાં ચમકાવતી 3 ટીપ્સ

ચાંદીના વાસણને 2 મિનિટમાં ચમકાવતી 3 ટીપ્સ

ચાંદીને સાફ કરવાના સરળ ઉપાય..

ચાંદીના સિક્કા હોય, જવેલરી હોય કે પછી વાસણ હોય, પવનના સંપર્કમાં આવવાથી તેની ચમક ઓછી પડી જાય છે. કેટલીક વાર ચાંદીની ગુમાવેલી ચમકને પાછી લાવવા આપણે જવેલર્સ પાસે જઈએ છીએ. અને તેઓ સાફ કરવાના પૈસા પણ લે છે. તો ચાલો આ ખર્ચ બચાવી ઘરમાં જ ચાંદીની વસ્તુઓને સરળતાથી કેવી રીતે સાફ શકાય કરી છે તે વિષે જાણી લો.

ચાંદીના વાસણને 2 મિનિટમાં ચમકાવવાની 3 ટીપ્સ

1. ટૂથપેસ્ટ - ચાંદીને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ચાંદી પર બ્રશની મદદથી ટૂથપેસ્ટ લગાવી અને તેને ગરમ પાણીમાં નાખી દો ઝાગ બનવા માટે રાહ જુઓ અને ત્યારબાદ તેને બહાર કાઢીને લૂંછી લો.

2. સિરકા - 1 કપ સિરકામાં 1 ચમચી મીઠૂં મિક્સ કરી આ પેસ્ટને ચાંદી ઉપર લગાવી 15 મિનિટ રાખો. પછી તેને ગરમ પાણીમાં ધોઈ મુલાયમ કપડાથી લૂંછી લો.

આ પણ વાંચો -  #કામની વાતઃ આખી રાત સમાગમ કરું છું છતાં પત્નીને સંતોષ મળતો નથી

3. બેંકિગ સોડા - બેંકિગ સોડામાં ગરમ પાણી મિક્સ કરી તેનાથી ચાંદીને સાફ કરો. ચાંદી પરથી કાળાશ દૂર કરવા એક કપડા ઉપર બેંકિગ સોડા છાંટી તેને ચાંદીની વસ્તુઓ પર રગડો ત્યારબાદ પછી તેને ધોઈ સુકાવી લો. કાળાશ દૂર થઇ જશે.

આ પણ વાંચો -  જો તમે નાસ્તો નથી કરતા, તો નજીક છે તમારું મૃત્યુ : રિસર્ચ

બને તો જે-તે ચાંદીની વસ્તુઓ કે જેને રોજ વપરાશ ન કરવાનો હોય , તે વસ્તુને પ્લાસ્ટિક કવરથી વીટાળીને રાખવી. તે હવાના સીધા સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો -  'સેક્સ એજ્યુકેશન' વિષે બાળકો સાથે કરો આ વાત, આવશ્યક છે આ જ્ઞાન
First published:

Tags: Life style