Home /News /lifestyle /વેક્સ કરાવો પછી ફોલ્લીઓ થાય છે? તો આ 4 ટિપ્સ ફોલો કરો, કોઇ Side effects નહીં થાય

વેક્સ કરાવો પછી ફોલ્લીઓ થાય છે? તો આ 4 ટિપ્સ ફોલો કરો, કોઇ Side effects નહીં થાય

પાવડર લગાવીને પછી વેક્સ કરાવો.

Side effects of wax: હાથ-પગની સુંદરતા માટે અનેક લોકો વેક્સ કરાવતા હોય છે. વેક્સ કરાવવાથી સ્કિન પણ સારી થાય છે, પરંતુ તમને જણાવી દઇએ કે અનેક લોકોને વેક્સ કરાવ્યા પછી એની સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે.

side effects of wax: રુંવાટી દૂર કરવા માટે અનેક લોકો વેક્સ કરાવતા હોય છે. વેક્સ કરાવવાથી રુંવાટી દૂર થઇ જાય છે અને સાથે સ્કિન પર સારી થાય છે. જો કે ઘણાં લોકો કોઇ ફંક્શન દરમિયાન વેક્સ, ફેશિયલ કરાવતા હોય છે, જ્યારે અનેક લોકો દર મહિને વેક્સ જેવી ટ્રિટમેન્ટ લેતા હોય છે. પરંતુ વાત એ છે કે અનેક લોકોને વેક્સ કરાવ્યા પછી ફોલ્લીઓ, ખંજવાળ, બળતરા તેમજ રેશિસની સમસ્યા રહેતી હોય છે. આમ તમને પણ વેક્સ કરાવ્યા પછી ફોલ્લીઓ જેવી તકલીફ થાય છે તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે, જેનાથી તમને રાહત થઇ જાય છે.

આ પણ વાંચો:ધોળા વાળને કાળા કરે છે આ બી

પાવડર લગાવો


જ્યારે પણ તમે વેક્સ કરાવો ત્યારે ખાસ કરીને બ્યૂટી પાર્લરમાં કહો કે તમને પાવડર લગાવીને કરે. અનેક જગ્યાએ ડાયરેક્ટ વેક્સ જ લગાવતા હોય છે. આવી ભૂલ કરવાથી તમને સ્કિન ઇન્ફેક્શન પણ થઇ શકે છે. આ માટે જ્યારે પણ તમે વેક્સ કરાવો ત્યારે ખાસ કરીને પહેલાં પાવડર લગાવો, પછી વેક્સ લગાવીને સ્ટ્રિપ્સથી ખેંચવાની આદત પાડો. આમ કરવાથી તમને ફોલ્લીઓ નહીં પડે.

બરફ ઘસો


જ્યારે પણ તમે વેક્સ કરાવી લો એ પછી હંમેશા બરફ ઘસવાની આદત પાડો. બરફથી તમને રાહત થાય છે. આ માટે તમે બેથી ત્રણ બરફના ટુકડા લો અને એને હળવા હાથે ઘસો. ખાસ ધ્યાન એ રાખો કે બરફને વધારે વજન આપીને ઘસવાનો નથી. આમ કરવાથી તમને સમસ્યા વધી શકે છે.

આ પણ વાંચો:લોખંડની કઢાઇથી આ રીતે સફેદ વાળને કાળા કરો

સારી કંપનીનું વેક્સ કરાવો


તમે જ્યારે પણ વેક્સ કરાવો ત્યારે ખાસ કરીને સારી કંપનીનું વેક્સ કરાવો. સારી કંપનીનું વેક્સ કરાવવાથી ફોલ્લીઓ, ખંજવાળ જેવી સમસ્યાઓ થવાના ચાન્સિસ ઓછા થઇ જાય છે. આ સાથે જ તમારી સ્કિન ડેમેજ થતી નથી.


સ્કિન પ્રમાણે વેક્સ કરાવો


તમારી સ્કિન સેન્સેટિવ છે તો તમે ચોકલેટ વેક્સ તેમજ બીજી ટાઇપનું વેક્સ કરાવી શકો છો. આ સાથે જ તમે જે બ્યૂટી પાર્લરમાં વેક્સ કરાવો છો એની સલાહ લઇને તમે વેક્સ કરાવો. આમ કરવાથી તમે અનેક પ્રકારની સમસ્યાઓમાંથી બચી શકો છો.
First published:

Tags: Life Style News, Side effects, Sugar wax, Wax

विज्ञापन