Home /News /lifestyle /Health: વધુ સમય સુધી ન રોકી રાખો યુરિન, થઈ શકે છે આ ગંભીર બિમારી
Health: વધુ સમય સુધી ન રોકી રાખો યુરિન, થઈ શકે છે આ ગંભીર બિમારી
પેશાબ રોકી રાખવાથી થાય છે આ ગંભીર સમસ્યા, જાણો અહી
How long is it safe to hold your pee: યુરિન રોકી રાખવાથી જ્યારે તમે યુરિન પાસ કરવા જાવ છો, ત્યારે પણ યુરિન પાસ થઈ શકતું નથી. યુરિનને વધુ વાર સુધી રોકી રાખવાથી ડ્રાઈનેસની સમસ્યા થાય છે. ઉપરાંત આપમેળે યુરિન પાસ થવાની સમસ્યા થાય છે.
Side effects of stopping urine: તમામ લોકોએ કોઈને કોઈ કારણોસર પોતાના પેશાબ (Urine) ને રોકવું પડે છે. અનેક લોકો કામમાં બિઝી હોવાના કારણે યુરિનને રોકીને રાખે છે. અનેક લોકો એવા પણ છે, જે પોતાની આળસને કારણે યુરિનને રોકીને રાખે છે. જો તમે પણ આ પ્રકારે કરી રહ્યા છો, તો તમારા માટે આ ખૂબ જ જોખમકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાંત જણાવે છે કે, યુરિનને રોકી રાખવાથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થઈ શકે છે.
Kegelના ફાઉન્ડર અને હેલ્થ ગુરુ સ્ટેફનીએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, બ્લેડર ફૂલ થઈ જાય, તેમ છતાં વારંવાર ઈગ્નોર કરવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. યુરિનને વધુ વાર સુધી રોકી રાખવાથી અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. યુરિનને વધુ વાર સુધી રોકવાથી પેલ્વિક ફ્લોર ડેમેજ થઈ શકે છે.
સ્ટેફનીએ જણાવ્યું કે, વધુ વાર સુધી યુરિન હોલ્ડ કરી રાખવાથી બ્લેડરમાં રહેલ મસલ્સ જરૂર પડે ત્યારે સંકોચાઈ શકતા નથી. આ કારણોસર બ્લેડર સંપૂર્ણપણે ખાલી થઈ શકતું નથી. યુરિન રોકી રાખવાથી જ્યારે તમે યુરિન પાસ કરવા જાવ છો, ત્યારે પણ યુરિન પાસ થઈ શકતું નથી. યુરિનને વધુ વાર સુધી રોકી રાખવાથી ડ્રાઈનેસની સમસ્યા થાય છે. ઉપરાંત આપમેળે યુરિન પાસ થવાની સમસ્યા થાય છે.
એડલ્ટ વ્યક્તિનું બ્લેડર એવરેજ 2 કપ યુરિન રોકી રાખી શકે છે. જ્યારે આ બ્લેડરનો ચોથો ભાગ ભરાઈ જાય છે, ત્યારે તે તમારા મસ્તિષ્કને એક મેસેજ પાસ કરે છે. યુરિનને વધુ સમય સુધી રોકી રાખવાથી ખતરનાક બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે. જેના કારણે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનની (UTI)ની સમસ્યાનો સામનો કરવો પડે છે. UTIની સમસ્યા ખૂબ જ પીડાદાયક બોય છે, જ્યારે પણ યુરિન પાસ કરવામાં આવે ત્યારે ખૂબ જ પીડા થાય છે. UTIનો સમયસર ઈલાજ ન કરવાથી બેક્ટેરિયા ફેલાવા લાગે છે અને સેપ્સિસમાં બદલાઈ શકે છે.
સ્ટેફનીએ જણાવ્યું કે, અલગ અલગ સંકેતની મદદથી તમને ખબર પડી શકે છે કે, તમારું પેલ્વિક ફ્લોર યોગ્ય રીતે કામ કરી શકે છે કે નહીં. છીંક ખાતા સમયે અને ખાંસી આવે તો યુરિન લીક થઈ જાય છે અને વારંવાર યુરિન પાસ કરવા જવું પડે છે.
પેલ્વિક એરિયા અને સેક્સ કરતા સમયે પણ દુખાવો થઈ શકે છે. કબજિયાત અને મળત્યાગ કરતા સમયે સતત દુખાવો થાય તો તેના પરથી સાબિત થાય છે કે, તમારું પેલ્વિક ફ્લોર ખૂબ જ નબળું છે.
કઈ રીતે સમસ્યાથી છુટકારો મેળવવો
સ્ટેફનીએ જણાવ્યું કે, અહીંયા જણાવેલ ઉપાયથી તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.
અનેક લોકો પાર્ટીમાં શરાબનું સેવન કરે છે, જેના કારણે યુરિન ખૂબ જ જલ્દી જલ્દી આવે છે. શરાબના સેવનથી બ્લેડર પણ ડિસ્ટર્બ થાય છે. આ પરિસ્થિતિમાં તમારે સીમિત માત્રામાં શરાબનું સેવન કરવું જોઈએ.
માસિકધર્મના અંતિમ દિવસોમાં પેલ્વિક ફ્લોરના મસલ્સ એસ્ટ્રોજન લેવલના કારણે નબળા પડી જાય છે. જેના કારણે વારંવાર યુરિન પાસ કરવા જવું પડે છે. સ્ટેફની આ અંગે જણાવે છે કે, આ પરિસ્થિતિમાં પેડ અને ટેમ્પૂનની જગ્યાએ મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવો જોઈએ. મેન્સ્ટ્રુઅલ કપ પાંચ ગણું બ્લડ રોકીને રાખે છે અને 12 કલાક સુધી ચાલે છે.