લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત આપણને ટેવ હોય છે કે રોટલી કે ભાખરીનો લોટ વધી જાય તો તેને ફ્રીઝમાં મુકી દઇએ છીએ. અને બીજા દિવસે તેનો ઉપયોગ કરીએ છીએ. આ આદતથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
આવો જોઇએ ફ્રીઝમાં મૂકેલા લોટનો ઉપયોગ કરવાથી શુ નુક્શાન થાય છે.
-નિષ્ણાંતો અનુસાર લોટને પલાળતા સમયે તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. નહીંતર તેમા રાસાયણિક બદલાવ આવી જાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક માનવામાં આવે છે. -લોટને બાંધીને ફ્રીઝમાં મૂકવાથી તેમા હાનિકારક કિરણો તેમા પ્રવેશ કરે છે અને તે ખરાબ થઇ જાય છે. -આ પ્રકારના લોટથી રોટલી બનાવીને ખાવાથી કેટલીક બીમારીઓ પણ થઇ શકે છે. -ફ્રીઝમાં લોટ બાંધીને મૂકવાથી રોટલીનો સ્વાદ ખરાબ આવે છે. જેનો સ્વાદ તાજી રોટલી જેવો આવતો નથી. -વાસી લોટની રોટલી ખાવાથી વ્યક્તિને ગેસની સમસ્યા સહિતની સમસ્યાઓ પણ થઇ શકે છે. -તે સિવાય લોટ ખાટો પણ પડી જાય છે. જેની રોટલી કડક થઇ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર