Home /News /lifestyle /Side Effects of Pickle : રોજ અથાણાનું સેવન ભારે પડી શકે છે! ચટાકો માણતા પહેલાં ચેતજો

Side Effects of Pickle : રોજ અથાણાનું સેવન ભારે પડી શકે છે! ચટાકો માણતા પહેલાં ચેતજો

વધારે પડતું અથાણું ખાવાથી એસિડિટી થઈ શકે છે -Image/shutterstock

અથાણાનું વધુ સેવન કરવાથી કૉલસ્ટ્રોલ (Cholesterol) વધવાનું જોખમ રહે છે. આ ઉપરાંત અનેક નુકસાન થઈ શકે છે, જાણો શું કહે છે એક્સપર્ટ

Side Effects of Pickle : ક્યારેક ક્યારેક ભોજનનો (Food) સ્વાદ વધારવા માટે અથાણાનું સેવન કરવાથી કોઈ સમસ્યા થતી નથી. કેટલાક લોકોને અથાણુ (Pickel) એટલી હદે પસંદ હોય છે, કે તેમને એકદમ સ્વાદિષ્ટ ભોજન પણ ફિક્કુ લાગે છે. આ કારણોસર તેઓ અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ અથાણાનું નિયમિત સેવન કરે છે. અથાણું ભોજનના સ્વાદમાં વધારો કરે છે, પરંતુ તે તેનું વધુ સેવન સ્વાસ્થ્યને (Health) ખૂબ જ નુક્શાન (Side Effect)  પહોંચાડી શકે છે.

કૉલસ્ટ્રોલ વધવાનું જોખમ

અથાણાનું વધુ સેવન કરવાથી કૉલસ્ટ્રોલ (Cholesterol) વધવાનું જોખમ રહે છે. અથાણું લાંબા સમય સુધી બગડે નહીં તે માટે અથાણામાં ખૂબ જ તેલ નાંખવામાં આવે છે. આ કારણોસર અથાણાનું સેવન કરવાથી કૉલસ્ટ્રોલ વધવાનું જોખમ રહે છે. કૉલસ્ટ્રોલ વધવાથી હ્રદય સંબંધિત સમસ્યા થવાનું જોખમ રહે છે.

સોજો આવે છે

અથાણાનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં સોજો આવી શકે છે. અથાણાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે, અથાણું બનાવતા સમયે પ્રિઝર્વેટીવનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિઝર્વેટીવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અથાણાનું વધુ સેવન કરવાથી શરીરમાં સોજો આવવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.

એસિડિટી અને અલ્સરનું જોખમ

અથાણામાં ખૂબ જ વધુ માત્રામાં મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક પ્રકારના અથાણામાં વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. અથાણાનું વધુ માત્રામાં સેવન કરવાથી એસિડિટી અને અલ્સર થવાનું જોખમ રહે છે તથા સ્વાસ્થ્યને લગતી અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.

હાઈ બ્લડ પ્રેશરનું જોખમ

અથાણાનું વધુ સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ રહે છે. કોઈપણ પ્રકારના અથાણામાં મીઠાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. અથાણાનું નિયમિત સેવન કરવાથી શરીરમાં મીઠાનું પ્રમાણ વધી જાય છે. શરીરમાં મીઠાનું પ્રમાણ વધવાથી હાઈપરટેન્શન અને હ્રદય સંબંધિત સમસ્યાનું જોખમ ઊભું થાય છે. શરીરમાં વોટર રિટેન્શનની સમસ્યા ઊભી થઈ શકે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published:

Tags: Food Allergy, Food Porn, Health Tips, Pickel, Side Effects of Pickle

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો