કોરોના મહામારીએ (corona pandemic) લોકોને તેમના સ્વાસ્થય પ્રત્યે જાગરૂક કરવાનું પણ અભુતપૂર્વ કામ કર્યું છે. ગરમ પાણીની સાથે હવે લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવાના અનેક નુસ્ખાઓ આજમાવી રહ્યાં છે. ઈમ્યુનિટી (Immunity) પાવર વધારવા માટે બજારમાં અનેક રસાયણયુક્ત દવા, ખાદ્ય-પર્દાર્થો મળી રહ્યાં છે. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે, ઈમ્યુનિટી વધારવા માટે આપણા ઘરમાં જ રોજિંદા વપરાશમાં આવતી આ વસ્તુ સૌથી ઉપર આવે છે.
અનેક આયુર્વેદિક ગુણોથી ભરપુર આદુ(Ginger) ખાવાની સાથે દવા બનાવવા માટે પણ ઉપયોગી છે. ખાંસી, શરદી, તાવની દવા માટે અને ઘરેલું નુસ્ખામાં આદુ પ્રથમ સ્થાને આવે છે. જોકે આપને જાણીને નવાઈ લાગશે કે આદુના ફાયદાની સાથે અનેક નુકશાન પણ છે. આવો જાણીએ આદુના સેવનથી આપણા શરીરને કયા પ્રકારના ગેરફાયદા થઈ શકે છે.
1 : ઝાડા થઈ શકે છે
આદુનો વધુ પડતા ઉપયોગ આપણી પાચનક્રિયાને અસર કરી શકે છે. આદુના વધુ પડતા ઉપયોગને કારણે પાચન પ્રક્રિયા ઝડપી અથવા મંદ પડી છે. કોરોનાકાળમાં લોકોએ ઈમ્યુનિટી વધારવા માટે દિવસમાં અનેક વાર આદુનું પાણી, આદુવાળી ચા, જમાવામાં પણ આદુનું પ્રમાણ વધારતા ડાયઝેશન ખરાબ થયું છે. આ સમયગાળામાં લોકોમાં ડાયેરિયાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે.
2 : ગેસ અને બળતરાની સમસ્યાઓ વધી શકે છે
આદુનું પ્રમાણસર ઉપયોગ કરવાથી અનેક ફાયદા થાય છે પરંતુ, વધુ સેવન કરવાથી ડાયેરિયાની સાથે સાથે લોકોને છાતીમાં દુખાવો, છાતીમાં ગેસ ભરાઈ જવાની સમસ્યાઓ પણ જોવ મળી છે. વધુ પડતા આદુથી પેટમાં ગેસ પણ બને છે,જે તમને બેચેન કરે છે.
મહિલાઓએ આદુનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન તો આદુનું પ્રમાણ ઘટાડવું જરૂરી છે. આદુવાળી ચા કે જમવામાં આદુ લેતા પહેલાં ડોક્ટરને જરૂરથી જાણ કરવી કારણકે જો પ્રેગનેન્ટ વુમન દિવસમાં 1500 ગ્રામથી વધારે આદુ લઈ લે તો ગર્ભપાતનો ખતરો વધી શકે છે.
જો તમે શુગર અને બીપીના દર્દી છો તો પણ તમારે અદરકનો ઉપયોગ ખૂબ જ ધ્યાનથી કરવો જરૂરી બને છે. આદુ શુગર લેવલ ઘટાડે છે અને લોહીને પણ પાતળું કરે છે તેથી બ્લડપ્રેશર પણ નીચું જ રહે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલ માહિતી અને સૂચનાઓની Hindi news18 ખાતરી નથી કરતું. આ તમામ માહિતી સામાન્ય પ્લેટફોર્મ પરથી જ મેળવવામાં આવી. તેના અમલીકરણપૂર્વે ચિકિત્સકનો સંપર્ક જરૂરથી કરવો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર