Home /News /lifestyle /

Side effects of fruits: શરીરમાં ઝેરનું કામ કરે છે આ ફળોના બીજ, ધ્યાન રાખજો ભૂલેચૂકે પેટમાં ન જાય

Side effects of fruits: શરીરમાં ઝેરનું કામ કરે છે આ ફળોના બીજ, ધ્યાન રાખજો ભૂલેચૂકે પેટમાં ન જાય

શરીરમાં ઝેરનું કામ કરે છે આ ફળોના બીજ

આમ તો ફળ સ્વાસ્થ્ય માટે સારા (Fruit benefits) હોય છે. કોઈ બીમાર પડે ત્યારે ડૉક્ટરો ફળો ખાવાની ભલામણ કરે છે, ફળ યોગ્ય માત્રામાં અને સમયાંતરે ખાવામાં આવે તો તેનાથી ભાગ્યે જ કોઈ આડઅસર (Side effects of fruits) થશે. પરંતુ તમે ફળ ખાધા પછી ક્યારેય બીમાર પણ પડી શકો છો.

વધુ જુઓ ...
  ફળ ખાવાથી પણ તમે બીમાર થઈ શકો છો. આ વાત વિચિત્ર લાગે પણ સત્ય છે. આમ તો ફળ સ્વાસ્થ્ય માટે સારા (Fruit benefits) હોય છે. કોઈ બીમાર પડે ત્યારે ડૉક્ટરો ફળો ખાવાની ભલામણ કરે છે, ફળ યોગ્ય માત્રામાં અને સમયાંતરે ખાવામાં આવે તો તેનાથી ભાગ્યે જ કોઈ આડઅસર (Side effects of fruits) થશે. પરંતુ તમે ફળ ખાધા પછી ક્યારેય બીમાર પણ પડી શકો છો. અલબત, તમે ફળ ખાવાથી નહીં પણ તેના બીજ ખાવાથી બીમાર પડો છો. જેથી આજે અમે તમને કેટલાક એવા ફળો વિશે જણાવીશું, જેના બીજ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તે ખાવાથી તમે બીમાર પડી શકો છો.

  સફરજનના બીજ : આમ તો સારા સ્વાસ્થ્ય માટે સફરજન ખાવાની સલાહ અપાય છે. તબીબો દર્દીઓને સફરજન સહિતના ફળ ખાવાનું કહે છે. સફરજન ખાવાનું રૂટિન તમને બીમાર પડવાથી અને ડોક્ટર પાસે જતા બચાવી શકે છે. પરંતુ તેનું બીજ ઝેરનું કામ કરતું હોવાનું માનવામાં આવે છે.

  આ પણ વાંચો: સાવધાન! મીઠા પાનમાં પડતો આ મસાલો બની શકે મોટી સમસ્યાનું કારણ!

  સફરજનના બીજમાં સાયનાઇડ જોવા મળે છે, જે પેટનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. સફરજનના બીજ ખાઓ કે ચાવો તો તે હાઇડ્રોજન સાઇનાઇડ મુક્ત કરે છે, આ રસાયણ મૃત્યુનું કારણ પણ બની શકે છે. જો કે, અલબત્ત, તમે લગભગ 1.52 મિલિગ્રામ પ્રતિ કિલો હાઇડ્રોજન સાઇનાઇડનું સેવન કરો તો આવું થાય છે.

  બોરના બીજ : બોરને અનેક રીતે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે ભૂલથી તેનું બીજ ગળી જાઓ કે ખાઇ લો તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કહેવાય છે કે તેનું બીજ પણ પેટમાં ઝેરની જેમ કામ કરી શકે છે.

  પ્લમ્સના બીજ: પ્લમ્સ પેટ અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો મધ્ય ભાગ મોટો અને સખત હોય છે, પરંતુ કેટલીકવાર લોકો ભૂલથી તેને ગળી જાય છે. આ ભૂલ ખૂબ ભારે પડી શકે છે.

  આ પણ વાંચો: Night shift માં કરો છો કામ? તો આ રીતે રાખો તમારા સ્વાસ્થયનું ધ્યાન

  લીચીના બીજ: ઉનાળાની ઋતુમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે લીચીનું સેવન ન કર્યું હોય. લીચી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેના બીજથી થોડું દૂર રહેવું જોઈએ. તેમાં કેટલાક ઝેર હોય છે, જે માનવ શરીર માટે ઝેરી હોય છે. એટલું જ નહીં, કેટલાક અભ્યાસોએ એ પણ દર્શાવ્યું છે કે લીચીના બીજમાં ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ હોય છે, જે લોહીમાં શર્કરાના સ્તરને ગંભીર અસર કરે છે.
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन