Home /News /lifestyle /

સાવધાન! આ 5 સમસ્યાથી પીડાતા લોકો માટે સાબુદાણા બની શકે છે ગંભીર બીમારીનું કારણ

સાવધાન! આ 5 સમસ્યાથી પીડાતા લોકો માટે સાબુદાણા બની શકે છે ગંભીર બીમારીનું કારણ

સ્વાસ્થ્ય માટે સારા નથી સાબુદાણા

Sabudana Not Good For Health: હાડકાઓને મજબૂત બનાવે છે, શરીરને એનર્જી આપે છે. વાળ અને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓને પણ ઠીક કરે છે. પરંતુ તેના વધુ પડતા સેવનથી નુકસાન પણ (Side Effects of eating Sabudana) થઇ શકે છે. તેથી વ્રત અથવા રોજીંદા જીવનમાં તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું.

વધુ જુઓ ...
    સાબુદાણા (Tapioca Pearls), દરેક ભારતીય રસોડામાં ઉપવાસ (Fast) દરમિયાન સૌથી વધુ વપરાતા હોય છે. કારણે મોટાભાગના લોકો ઉપવાસમાં સાબુદાણા (Sabudana)નો ઉપયોગ કરે છે. જો કે, તમે સાબુદાણા ની ખિચડી, ખીર, પકોડા, સાબુદાણા વડા વગેરે જેવી ઘણી તંદુરસ્ત વાનગીઓ બનાવીને તેનું નિયમિત સેવન કરી શકો છો. કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. માર્કેટમાં સાબુદાણા તમને સરળતાથી મળી રહે છે. તેમાં પ્રચૂર માત્રામાં  કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફાઇબર, એનર્જી, કાર્બોહાઇડ્રેટ, ઝીંક, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે રહેલા હોય છે. સાબુદાણા ખાવા (Sago benefits) થી ડાયરિયા, એનીમિયા દૂર થાય છે ઉપરાંત તે હ્યદયને પણ સ્વસ્થ રાખે છે. ગર્ભવતી મહિલાઓમાં આયર્નની ઉણપ, હોર્મોનલ ઇમ્બેલેન્સને દૂર કરે છે. હાડકાઓને મજબૂત બનાવે છે, શરીરને એનર્જી આપે છે. વાળ અને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓને પણ ઠીક કરે છે. પરંતુ તેના વધુ પડતા સેવનથી નુકસાન પણ (Side Effects of eating Sabudana) થઇ શકે છે. તેથી વ્રત અથવા રોજીંદા જીવનમાં તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું.

    આ રોગોની સમસ્યાથી પીડાતા લોકોએ સાબુદાણાનું અધિક સેવન કરવાનું ટાળવું જોઇએ.

    વધારે વજન

    જો તમારો વજન વધારે છે અને તમે કોઇ ડાયટ ફોલો કરી રહ્યા છો તો સાબુદાણાનું સેવન કરવાનું ટાળશો. કારણ કે તેમાં વધુ માત્રામાં કેલેરી હોય છે, જે વજન વધારવાનું કામ કરે છે. અને વજન વધવાથી તમને હ્યદય સંબંધિ સમસ્યાઓ, ડાયાબિટીઝ. હાઇ બ્લડ પ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ થઇ શકે છે.

    ડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા સાબુદાણા

    જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય અને શુગર લેવલ વધારે રહેતું હોય તો સાબુદાણા ન ખાશો. તેનાથી શુગર લેવલ વધશે. કારણ કે, તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે, જે ડાયાબિટીસનું પ્રમાણ વધારે છે. તે સ્ટાર્ચથી ભરપૂર ખોરાક છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ પણ સફેદ ચોખા, બટાકા, સાબુદાણા જેવા સ્ટાર્ચયુક્ત ખોરાક ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્ટ પણ વધારે હોય છે, જે શુગર લેવલ વધારી શકે છે.

    પ્રોટીનની ઉણપ

    જો તમારા શરીરમાં પ્રોટીનની કમી છે તો સાબુદાણા ખાવાનું ટાળવું જોઇએ. સાબુદાણામાં પ્રોટીનની માત્રા વધુ હોતી નથી. તેથી તેને ખાવાથી પ્રોટીનની કમી પૂર્ણ થતી નથી. વધારે પ્રમાણમાં સાબુદાણા ખાવાથી તમારા શરીરને નુકસાન થઇ શકે છે.

    કિડની ડિસીઝ

    જે લોકોને કિડનીમાં કોઇ સમસ્યા છે, જેમ કે પથરી તો સાબુદાણાનું સેવન કરવું જોઇએ નહીં. સાબુદાણામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, જે કિડનીમાં પથરી સહિત અનેક સમસ્યાઓને વધારી શકે છે.

    પાચન સંબંધિત સમસ્યા

    જો તમે દરરોજ સાબુદાણાનું સેવન કરો છો, તો તમને બ્લોટિંગ, કબજિયાત જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે.

    ,
    First published:

    Tags: Sabudana, Sabudana not good for health, Side effects, Unhealthy Food

    આગામી સમાચાર