પાપડનું રોજ સેવન કરવું પેટ માટે ભારે સાબિત થાય છે

News18 Gujarati
Updated: May 26, 2019, 5:53 PM IST
પાપડનું રોજ સેવન કરવું પેટ માટે ભારે સાબિત થાય છે
પાપડનું વધુ સેવન નોતરે છે કબજિયાત અને આ બીમારી

પાપડનું વધુ સેવન નોતરે છે કબજિયાત અને આ બીમારી

  • Share this:
ભોજન ભલે ગુજરાતી કે પંજાબી, પણ થાળીમાં પાપડ ન હોય તો ખાવાની મજા અધૂરી જ લાગે છે. હોટલમાં જઈએ તો પણ પહેલા મસાલા પાપડ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો પાપડના રસિયાઓએ જાણી લેવી જોઈએ આ વાત.. આજકાલ મોટાભાગે લોકો અડદના પાપડનું સેવન કરતાં હોય છે, આ સિવાય પણ બજારમાં મળતા પાપડોમાં ભેળસેળ પણ થતી હોય છે, જેના કારણે પાપડના સ્વાદમાં વધારો કરવા અને નફો કમાવવા માટે અન્ય કેટલીક પ્રકારની વસ્તુઓ અને લોટને પાપડના લોટમાં મિક્ષ કરવામાં આવે છે. આમ પાપડનું રોજ સેવન કરવું પેટ માટે ભારે સાબિત થાય છે.

- આવા પાપડ રોજ ખાવાથી તે ધીરે-ધીરે આંતરડામાં ચોંટી જાય છે જેના કારણે લાંબા સમયે કબજિયાતની સમસ્યા ઉદભવે છે અને પાચનતંત્ર નબળું પડી જાય છે.
- પાપડ તેલમાં ફ્રાય ન કરવા. જો તમને પાપડ ખાધા વિના ન ચાલતું હોય તો તમે તળેલા પાપડની જગ્યાએ રોસ્ટેડ પાપડ ખાઈ શકો છો કારણ કે જ્યારે પાપડને તળવામાં આવે છે ત્યારે તે ઘણું તેલ શોષી લે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે અને પચવામાં પણ તળેલા પાપડ ભારે હોય છે.

- નિયમિત તળેલા પાપડ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે.
- પાપડમાં પહેલાંથી મીઠું હોવાથી તેમાં સોડિયમની ઉચ્ચ માત્રા હોય છે જેથી તેલમાં ફ્રાય થયાં બાદ પાપડ વધુ નુકસાનકારક બને છે અને પેટ સંબંધી સમસ્યાઓને જન્મ આપે છે.
First published: May 26, 2019, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading