Side Effects of Garlic: શું તમે પણ વધારે માત્રા ખાવ છો લસણ તો થઈ જજો સતર્ક, થઈ શકે છે આ નુકશાન
Side Effects of Garlic: શું તમે પણ વધારે માત્રા ખાવ છો લસણ તો થઈ જજો સતર્ક, થઈ શકે છે આ નુકશાન
લસણના ઉપયોગથી અનેક પ્રકારની આડઅસર થઈ શકે છે.
Side Effects of Garlic: જમવામાં લસણ (Garlic) ખાવાથી સ્વાદમાં અનેક ગણો વધારો થઈ શકે છે, સાથે જ સ્વસ્થ્યમાં પણ અનેક ગણો વધારો કરે છે. આજ કારણોથી માત્ર દેશી ખાવામાં નહી પરંતુ અનેક ખાવા ફાસ્ટફૂડમાં પણ લસણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Side Effects of Garlic: આમ જોવા જઈતો લસણ (Garlic)ને સારા ગુણોનો રાજા કહેવામાં આવે છે અને તેની સાથે સ્વાસ્થ્ય (Health) માટે પણ તે ખુબ જ ફાયદાકારક છે. લસણના ઉપયોગથી ભોજનમાં સ્વાદનો અનેક ગાણો વધારો થાય છે. અને સાથે જ ઈમ્યુનિટી પાવરને વધારવામાં પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેથી જ હવે તો દેશી ખાવામાં નહિં પરંતુ અનેક ફાસ્ટફૂડમાં લસણનો ઉપયોગ થવા લગ્યો છે. લસણ ખાવાથી થતા ફાયદાઓને કારણે લોકોએ તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવાની શરૂઆત કરી દીધી છે. અને ખાસ કરીને શિયાળાની (Winter)ઋુતુમાં લસણ ખાવાનું લોકો વધારે પ્રસન્ન કરે છે. પરંતુ આ તમે બઘા લોકો જાણો છે કે, કોઈ પણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરવાથી તેનાથી નુકશાન થાય છે અને લસણમાં પણ કંઈક એવું જ છે.
બ્લ્ડ પ્રેશર લો થવાની ભિતી
લસણનું વધુ પડતું સેવન કરવાથી તમારું બ્લડ પ્રેશર ઘટી શકે છે. જેમને પહેલાથી જ લો બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમણે લસણનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ.
લસણ ખાવાનો સ્વાદ ભલે સારો બનાવે છે પરંતુ તેની ગંધ એકદમ તીખી હોય છે. તેનું વધુ પડતું સેવન કરવાથી તમારા મોઢામાં દુર્ગંધ આવી શકે છે. આટલું જ નહીં, કેટલીકવાર પરસેવાથી વધુ દુર્ગંધ પણ આવવા લાગે છે. આથી જેમને પહેલાથી જ મોઢામાંથી દુર્ગંધ આવવાની કે કોઈ કારણસર પરસેવાની સમસ્યા રહેતી હોય તો તેમણે લસણ વધારે ન ખાવું જોઈએ.
લસણમાં એસિડ હોય છે, જેના કારણે લસણના વધુ પડતા સેવનથી હાર્ટબર્ન પણ થઈ શકે છે. જે લોકોને પહેલાથી જ એસિડિટીની સમસ્યા છે, તેવા લોકોએ લસણનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. ( Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. હિન્દી ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. કૃપા કરીને આને અનુસરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો)
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર