Home /News /lifestyle /Coconut Water: નારિયેળ પાણી પીવાથી ફાયદાની સાથે સાથે થઈ શકે છે નુકસાન

Coconut Water: નારિયેળ પાણી પીવાથી ફાયદાની સાથે સાથે થઈ શકે છે નુકસાન

નારિયળ પાણી પીવાનાં ગેરફાયદા

Side Effect of coconut water: તમે કયા સમયે નારિયેળ પાણીનું સેવન કરો છો તે અંગેની જાણકારી પણ હોવી જરૂરી છે. યોગ્ય સમયે નારિયેળ પાણીનું સેવન કરવામાં ન આવે તો શરીરને અનેક પ્રકારનું નુકસાન થાય છે

    Side Effects of Coconut Water: નારિયેળ પાણી (Coconut Water) નું સેવન કરવું તે સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ લાભદાયી છે. કહેવામાં આવે છે કે, નારિયેળ પાણી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. નારિયેળ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ હોવાના કારણે શરીરમાં પાણીની ઊણપને દૂર કરે છે. નારિયેળ પાણી શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરવાની સાથે સાથે શરીરને નુકસાન પણ કરે છે. અહીં નારિયેળ પાણીના ગેરલાભ (Side Effects) વિશેની જાણકારી આપવામાં આવી છે.

    તમે કયા સમયે નારિયેળ પાણીનું સેવન કરો છો તે અંગેની જાણકારી પણ હોવી જરૂરી છે. યોગ્ય સમયે નારિયેળ પાણીનું સેવન કરવામાં ન આવે તો શરીરને અનેક પ્રકારનું નુકસાન થાય છે. જે લોકોને સર્દીની તાસીર હોય તેમણે રાત્રિના સમયે નારિયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ.

    ડાયેરિયા થઈ શકે છે- જો તમને પેટની સમસ્યા થાય તો તમારે નારિયેળનું પાણીનું વધુ સેવન ન કરવું જોઈએ. નારિયેળ પાણીથી શરીરમાં પાણીની વૃદ્ધિ થાય છે, જેના કારણે ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે.

    ઠંડી લાગી શકે છે- ઘણા લોકોને જલ્દી ઠંડી ચડી જાય છે. જો તમને ઠંડી વસ્તુ ખાવાથી સર્દી ખાંસી થઈ જતા હોય તો તમારે નારિયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ. નારિયેળ પાણીની તાસીર ઠંડી હોય છે, જેના કારણે તમને ઠંડી પણ લાગી શકે છે.

    બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે-  હાઈ બ્લડ પ્રેશરની દવા લેતા વ્યક્તિઓએ નારિયેળ પાણીનું વધુ સેવન ન કરવું જોઈએ. નારિયેળ પાણીમાં બ્લડ પ્રેશર ઓછું કરવાના ગુણ રહેલા છે. જેના કારણે તમને બ્લડ પ્રેશર લો થવાની સમસ્યા થઈ શકે છે.

    પેટની સમસ્યા થઈ શકે છે- જે વ્યક્તિઓને પેટમાં સોજાની અથવા કિડની સમસ્યા હોય તેમણે નરિયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ. જો તમને નારિયેળ પાણી પીવાનું પસંદ હોય તો તમારે એક વાર ડોકટરની સલાહ જરૂર લેવી જોઈએ. જો તમે કોઈપણ પ્રકારની સર્જરી કરાવી છે, તો સર્જરી બાદ તમારે નારિયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ. જેના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી શકતું નથી. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
    Published by:Margi Pandya
    First published:

    Tags: COCONUT WATER, Health Tips, Life style

    विज्ञापन
    विज्ञापन