Home /News /lifestyle /વજન ઘટાડવા માટે રાત્રે ખાધા વગર જ સૂઈ જાવ છો? તો આ વાત પણ ખાસ જાણો

વજન ઘટાડવા માટે રાત્રે ખાધા વગર જ સૂઈ જાવ છો? તો આ વાત પણ ખાસ જાણો

ઘણી વખત લોકો વજન ઓછું કરવા અથવા થાકના કારણે ભૂખ્યા પેટે જ સૂઈ જાય છે.

ઘણી વખત લોકો વજન ઓછું કરવા અથવા થાકના કારણે ભૂખ્યા પેટે જ સૂઈ જાય છે.

    એ વાત સાચી છે કે રાત્રે ખોરાક ધીમે ધીમે પચે છે. પરંતુ કંઈ જ ન ખાવું એ તમારા આરોગ્ય માટે નુક્સાનકારક બની શકે છે. રાતના સમયે એકદમ હળવું કંઈક ખાઈ લો, જેનાથી તમારા શરીર પર ખરાબ અસર ન પડે.

    ઘણી વખત લોકો વજન ઓછું કરવા અથવા થાકના કારણે ભૂખ્યા પેટે જ સૂઈ જાય છે. વાસ્તવમાં રાતના સમયે શરીરનો મેટાબોલિક રેટ ઓછો હોય છે જેના કારણે ખોરાક ખૂબ ધીમે પચે છે, ઘણી વખત આ જ વિચારીને લોકો રાત્રે ભોજન કરવાનું બંધ કરી નાખે છે કે તેનાથી મોટાપો વધી ન જાય. પણ જો તમે પણ આમ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે. ક્યારેક આમ કરવામાં કોઈ નુકસાન નથી, પરંતુ લાંબા સમય સુધી જો તમે આમ કરતા હોવ તો તમારા સ્વાસ્થ્ય પર ખૂબ વિપરિત અસર થાય છે. આનો જાણીએ તેનાથી શું નુક્સાન થઈ શકે...

    રાત્રે ભૂખ્યા પેટ સૂવાથી શરીર માઇક્રોન્યુટ્રિશનલ ડિફિસિએન્સીનો શિકાર બને છે. તેનો અર્થ એ છે કે શરીરમાં જરૂરી પોષક તત્વોનો અભાવ આવે છે. શરીરને વ્યવસ્થિત ચલાવવા માટે અને તેના વિકાસ માટે જરૂરી પોષક તત્વો કે જેને વિજ્ઞાનની ભાષામાં માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ કહેવાય છે. તેમાં આ માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ છે- મેગ્નિશિયમ, વિટામિન બી 13 અને વિટામિન ડી 3 વગેરે. જો રાત્રે લોકો ભૂખ્યા પેટ સૂતા હોય તો તેમના શરીરમાં આ તત્વોની ઊણપ આવે છે અને વિકાસ વિરોધિત બને છે.

    Video: માત્ર 20 રૂ માં બનાવો ચીઝી ઈટાલિયન બ્રૂસેટા, આ છે સિક્રેટ રેસીપિ

    રાતના સમયે ન ખાવાથી શરીરની અંદરની સિસ્ટમ બગડી જાય છે અને એનાથી ઇન્સ્યુલિનનું સ્તર પણ પ્રભાવિત થાય છે. જો તમારા ખાનપાનની આદતોમાં ગડબડ હોય તો તેનો સીધો પ્રભાવ પણ તમારા હોર્મોન, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ પર થાય છે, જેનાથી અનેક પ્રકારના રોગો થાય છે.

    લોકો ઘણી વખત મોટોપો ઘટાડવા માટે રાત્રે ખાવાનું ટાળે છે, પરંતુ આ ખોટી છે. આ વાત છે કે રાત્રે ખોરાક ઘણો ધીમે પચે છે. પરંતુ એવામાં કંઈજ ન ખાવું એ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રાતના ભોજન અને ઉંઘવાના સમય વચ્ચે 4 કલાકનું અંતર રાખવું જોઈએ. રાતના સમયે એકદમ હળવો ખોરાક લો, જેનાથી શરીર પર ખરાબ પ્રભાવ ન પડે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Health care, Health Tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन