આખો દિવસ ઠંડું પાણી પીતા હોવ તો વાંચો આ ખબર!

શરીરમાં પોષક તત્ત્વોનો અભાવ- શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. હકીકતમાં, ઠંડું પાણી પીવાથી, શરીરને તાપમાન નિયંત્રિત કરવા માટે વધુ ઊર્જા ખર્ચવી પડે છે, જેનાથી શરીરમાં પોષક તત્વોનો ઘટાડો થાય છે.

 • Share this:
  ઉનાળામાં ઠંડું પાણી લગભગ દરેક પીવે છે. જો ઘરના ફ્રિજમાં એક પણ બોટસ ન હોય તો, પછી તરત જ બરફથી ઠંડું પાણી કરીને પીવો. સામાન્ય પાણી પીવાનો તો કોઈ સવાલ જ નથી. જો તમે આ પ્રકારના માનવી છો તો તે તમારા માટે એક ખરાબ સમાચાર છે.

  ઠંડું પાણી તમને ક્ષણ માટે રાહત આપે છે, પરંતુ બીજી બાજુ તે તમને ઘણા રોગો તરફ આગળ ધપાવે છે.

  આયુર્વેદમાં, આ આદતને અસ્વસ્થ મનાય છે. તેના કારણે ઘણી શારીરિક સમસ્યાઓથી થઈ શકે છે. જો તમે પણ ઠંડું પાણી પીતા હોવ તો આજથી આ ટેવ બદલો. આજે આપને જણાવીએ કે કેમ ઠંડું પાણી ન પીવું જોઈએ.

  શરીરમાં પોષક તત્ત્વોનો અભાવ- શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. હકીકતમાં, ઠંડું પાણી પીવાથી, શરીરને તાપમાન નિયંત્રિત કરવા માટે વધુ ઊર્જા ખર્ચવી પડે છે, જેનાથી શરીરમાં પોષક તત્વોનો ઘટાડો થાય છે.

  ગળા ખરાબ- અધિક પ્રમાણમાં ઠંડું પાણી પીવાથી ઉધરસ તેમજ ગળું ખરાબ થઈ શકે છે. આ ઉપરાંત, કેટલાક ઈન્ફેક્શનનું જોખમ રહે છે.

  પાચન સંબંધિત સમસ્યાઓ - ઠંડું પાણી પીવાથી પાચન સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના કારણે રક્ત વાહિનીઓ સંકોચાય છે, જેથી પેટ સુધી પૂરતા પ્રમાણમાં લોહી નથી પહોંચતું. આ ઉપરાંત, ખોરાકને પચવામાં વધુ ઊર્જા ખર્ચાય છે.
  Published by:Bansari Shah
  First published: