Home /News /lifestyle /Side effects of Brinjal: આ લોકોએ ક્યારે ના ખાવા જોઇએ રીંગણ, જાણો નહીં તો સીધું દવાખાને ભાગવું પડશે
Side effects of Brinjal: આ લોકોએ ક્યારે ના ખાવા જોઇએ રીંગણ, જાણો નહીં તો સીધું દવાખાને ભાગવું પડશે
આ લોકોએ ક્યારે ના ખાવા જોઇએ રીંગણ
Side effects of Brinjal: રીંગણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે એ વાત તમે દરેક લોકોના મોં પર સાંભળી હશે, પરંતુ આજે તમને જણાવી દઇએ કે આ બીમારીઓથી તમે લડી રહ્યા છો તો તમારે ક્યારે પણ રીંગણ ખાવા જોઇએ નહીં.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રીંગણનું શાક અનેક લોકોના ઘરમાં બનતું હોય છે. આ શાક ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. રીંગણનું શાક બનાવતી વખતે તમે લસણનો વઘાર કરો છો તો સ્વાદ મસ્ત આવે છે અને હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તમે મોટાભાગના લોકોના મોં પર સાંભળ્યું હશે કે રીંગણ ખાવાથી હિમોગ્લોબીન વધે. જો કે આ વાત સાચી પણ છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે ઘણી બીમારીઓ એવી હોય છે જેમાં રીંગણ ખાવાની ના પાડવામાં આવતી હોય છે. આમ, રીંગણ ખાવાથી સ્વાસ્થ્યને ફાયદા પણ થાય છે અને ગેરફાયદા પણ છે. તો જાણી લો તમે પણ રીંગણ કઇ વ્યક્તિઓ ખાવા જોઇએ નહીં.
પાચનતંત્ર નબળુ
તમારું પાચન તંત્ર નબળું છે તો રીંગણનું શાક ક્યારે ખાવું જોઇએ નહીં. આ સમયે રીંગણનું શાક ખાવાથી ગેસની સમસ્યા થઇ શકે છે.
તમને શરીરમાં કોઇ પણ પ્રકારની એલર્જી તો તમારે ક્યારે પણ રીંગણનું શાક ખાવું જોઇએ નહીં. રીંગણ ખાવાથી તમારી આ સમસ્યામાં વધારો થાય છે.
ડિપ્રેશન
જો તમે ડિપ્રેશનની દવાઓ ખાઓ છો તો તમારે રીંગણ ખાવા જોઇએ નહીં. આ વ્યક્તિ જ્યારે રીંગણ ખાય છે ત્યારે ડિપ્રેશન વધે છે અને તમે જે દવાઓ લઇ રહ્યા છો એની અસર પણ ઓછી થઇ જાય છે.
આંખોમાં બળતરા
તમે આંખોમાં બળતરા થાય છે અને આંખોને લગતી બીજી કોઇ પણ તકલીફ છે તો તમારે રીંગણને એવોઇડ કરવા જોઇએ. આ માટે તમારે ક્યારે પણ રીંગણનું શાક, રીંગણની કઢી કે પછી રીંગણને લગતી બીજી કોઇ પણ વાનગીઓ ખાવી જોઇએ નહીં.
બવાસીર
તમે બવાસીરની સમસ્યાથી પીડિત છો તો રીંગણ ખાવા જોઇએ નહીં. રીંગણ ખાવાથી તમારી આ સમસ્યામાં વધારો થાય છે.
જો તમને પથરીની સમસ્યા છે તો બિલકુલ રીંગણ ખાવા જોઇએ નહીં. રીંગણમાં ઓક્સલેન નામનું તત્વ હોય છે જે પથરીની સમસ્યામાં વધારો કરે છે. આમ, જો તમને જ્યારે પણ એવી જાણ થાય કે તમારા શરીરમાં પથરી છે ત્યારથી જ રીંગણનું ખાવાનું બંધ કરી દો. જો તમે આ સમયે રીંગણ ખાઓ છો તો તમને વધારે તકલીફ પડે છે. આમ, આ એક સામાન્ય જાણકારી છે, કોઇ પણ ઉપાય કરો એ પહેલા ડોક્ટરને પૂછીને પછી આગળ વધવું.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર