Home /News /lifestyle /Health Tips: શું તમને પણ છે લારી પર ચાઇનિઝ ખાવાનો ચસકો? તો જરાં વાંચી લે જો આ અહેવાલ
Health Tips: શું તમને પણ છે લારી પર ચાઇનિઝ ખાવાનો ચસકો? તો જરાં વાંચી લે જો આ અહેવાલ
ચાઇનિઝ ખાવાનાં શોખીન ચેતી જજો
what is ajinomoto?- અજિનોમોટો એક પ્રકારનું રસાયણ છે. અજિનોમોટોને મોનો સોડિયમ ગ્લુમેટ (monosodium gulamate) તરીકે ઓળખવામાં આવે છે, જે એમએસજી (MSG) તરીકે પણ ઓળખાય છે. અજિનોમોટો સફેદ ક્રિસ્ટલ પાવડર જેવો છે અને તે ખાંડ-મીઠા સાથે ઘણો મળતો આવે છે. શરીરમાં વધુ પ્રમાણમાં અજિનોમોટો જાય તો સ્વાસ્થ્યને અનેક નુકસાન થાય છે
દેશમાં અનેક લોકો ચાઈનીઝ ફૂડ (Chinese food)ના શોખીન છે. તેઓ ફાઈવ સ્ટાર હોટેલથી લઈ લારીએ મળતું ચાઈનીઝ ફૂડ ખાવાનો આનંદ માણે છે. અલબત્ત ચાઈનીઝ ફૂડ પ્રત્યે સાવધાન ન રહેનાર લોકો પર જોખમ તોળાઈ રહ્યું છે. વાત એમ છે કે, અનેક ચાઈનીઝ ડિશમાં સ્વાદ વધારવા માટે અજિનોમોટો (Ajinomoto in Chinese food) નાખવામાં આવે છે.
શું છે અજિનોમોટો?- અજિનોમોટો એક પ્રકારનું રસાયણ છે. અજિનોમોટોને મોનો સોડિયમ ગ્લુમેટ તરીકે ઓળખવામાં આવે છે, જે એમએસજી (MSG) તરીકે પણ ઓળખાય છે. અજિનોમોટો સફેદ ક્રિસ્ટલ પાવડર જેવો છે અને તે ખાંડ-મીઠા સાથે ઘણો મળતો આવે છે. શરીરમાં વધુ પ્રમાણમાં અજિનોમોટો જાય તો સ્વાસ્થ્યને અનેક નુકસાન થાય છે. અજિનોમોટોનો ઉપયોગ ચાઇનીઝ વાનગીઓ, સૂપ અને સલાડમાં થાય છે. અજિનોમોટો મેગીમાં પણ જોવા મળે છે. જેના કારણે ભારતમાં લાંબા સમય સુધી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અજિનોમોટો ખાવાના કારણે અંગોની સુન્નતા, ઉલટી અને પરસેવો થવો, શરીરમાં દુ:ખાવો અને નબળાઇ જેવી સમસ્યાઓ થાય છે. અહીં તેનાથી થતા નુકસાન અંગે જાણકારી આપવામા આવી છે.
નર્વસ સિસ્ટમને અસર કરે છે- ચાઇનીઝ ફૂડમાં જોવા મળતો અજિનોમોટો તમારી નર્વસ સિસ્ટમને અસર કરે છે. આ ચેતાને અસર કરે છે અને મગજને નુકસાન પહોંચાડવાનું જોખમ વધારે છે. તેમાં જોવા મળતું ગ્લુટામિક એસિડ મગજમાં ન્યુરોટ્રાન્સમીટરની જેમ કામ કરે છે. શરીરમાં તેનું વધુ પડતું પ્રમાણ હોય તેવા કિસ્સામાં મગજને નુકસાન થાય છે.
સ્થૂળતા વધારે- જંક ફૂડ આપણને મેદસ્વી બનાવે છે. વજન વધવાથી શરીરમાં ઘણા પ્રકારના રોગોનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોને ચાઉમીન અને મોમોઝ ખાવાની ટેવ પડી જાય છે. આવું ચીની ખોરાકમાં મળતા અજિનોમોટોને કારણે થાય છે. અજિનોમોટો ભૂખ વધારવાનું કામ કરે છે.
પ્રેગનેન્સીમાં હાનિકારક- ગર્ભવતી મહિલાઓને ચાઇનીઝ ફૂડ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનું મુખ્ય કારણ અજિનોમોટો છે. અજિનોમોટોમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે, અલબત્ત સગર્ભાવસ્થામાં સોડિયમનું સેવન ઓછું કરવાનું હોય છે. વધુ પડતું ખાવાથી તમે સોજો આવી શકે છે. તેની અસર બાળકના મન પર પણ પડે છે.
હાઈ બ્લડ પ્રેશર- ચાઇનીઝ ફૂડમાં જોવા મળતા અજિનોમોટોના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા ઉભી થાય છે. જો તમે પહેલેથી જ બીપીના દર્દી હોવ તો તમારે અજિનોમોટો ઉપયોગમાં લેવાયો હોય તેવી વસ્તુઓ ન ખાવી જોઈએ. તે બ્લડ પ્રેશરની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.
ઊંઘ અને માઈગ્રેનની સમસ્યા- તમને ઊંઘ અને માઈગ્રેન સંબંધિત સમસ્યા હોય તો તેનું મુખ્ય કારણ અજિનોમોટો પણ હોઈ શકે છે. અજિનોમોટો ખોરાક ખાવાથી ઊંઘ આવતી નથી અને મગજમાં ઉત્તેજના પેદા થાય છે. તેનું વધુ પડતું ખાવાથી માથાના દુ:ખાવાની સમસ્યા પણ થાય છે. અજિનોમોટો ધરાવતો ખોરાક ખાવાથી તમે આખો દિવસ થાકનો અનુભવ કરો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર