Home /News /lifestyle /

શરીરમાં દેખાય આ 5 લક્ષણો, તો આજથી જ છોડી દેજો ખાંડ! નહિતર આટલી ગંભીર સમસ્યા થઈ શકે

શરીરમાં દેખાય આ 5 લક્ષણો, તો આજથી જ છોડી દેજો ખાંડ! નહિતર આટલી ગંભીર સમસ્યા થઈ શકે

શરીરમાં દેખાય આ પાંચ લક્ષણો, તો આજથી જ છોડી દેજો ખાંડ: નહિતર આટલી ગંભીર સમસ્યા થઈ શકે

Side effect of Sugar : હાઈ શુગર વાળી ડાયટ સ્વાસ્થ માટે ખુબ નુક્સાનકારક સાબિત થાય છે. આવી ડાયટને (Sugar Diet) કારણે શરીરની ઈમ્યુનીટી (Immunity) નબળી પડે છે, જેનાથી એકબાક એક સ્વાસ્થ સંબંધી સમસ્યાઓ થતા શરીર નબળું અને રોગીષ્ઠ બની જાય છે.

વધુ જુઓ ...
  સવારની ચાથી લઈને રાતના ડેઝર્ટ સુધી તમામ વાનગીઓમાં ગળપણ લાવતો પદાર્થ એટલે ખાંડ (Sugar in Food)  નાખવામાં આવે છે. ખાંડ વગર મિઠાસ જ નથી આવતી. આજના યુગમાં આપણા દરેક ઘરના ખોરાક અને આપણાં બજારો ખોરાકમાં ગળ્યા (Sweet Food ) પદાર્થોનું પ્રમાણ ખુબ જોવા મળે છે. અત્યારે કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે, એક જમાનામાં મનુષ્યને માત્ર ફળોની સિઝનમાં જ સાકરનો (Sweet Taste in Food)  સ્વાદ મળતો હતો. લગભગ 80,000 વર્ષ પહેલાં શિકારી મનુષ્ય ભાગ્યે (Fruits in Food)  જ ફળો ખાતો હતો. મોટાભાગે પક્ષીઓ જ ફળો ખાઈ જતા હતા અને મનુષ્યો માટે થોડા જ વધતા હતા. હવે આપણને આખું વર્ષ ગળ્યું ખાવાનું મળે છે. ઓછા પોષક પદાર્થો ધરાવતું ગળપણ હવે આપણને અત્યંત સુલભ બન્યું છે.

  આહારમાં આપણે ગળ્યા પદાર્થમાં ગોળને બદલે ખાંડ વધારે ઉપયોગ કરીએ છીએ. આ ટેવ બની અનેક રોગોને આમંત્રણ આપે છે. ખાંડ આપણા શરીર માટે કેટલી હાનીકારક છે તેની જાણ બધાને છે. ખાંડ ભલે જીભને સ્વાદિષ્ટ લાગતી હોય પણ તેનું વધુ પડતું સેવન ગંભીર પરિણામો આપી શકે છે. આજે ખાંડ આરોગ્યનો દુશ્મન નંબર વન બની છે. સરકાર તેના પર ટૅક્સ નાખે છે, શાળા અને હૉસ્પિટલો વેન્ડિંગ મશીનમાંથી ગળ્યા પદાર્થો હટાવી રહ્યાં છે, પણ લોકોની જીભેથી તેનો સ્વાદ જઈ રહ્યો નથી.

  હાઈ શુગર વાળી ડાયટ સ્વાસ્થ માટે ખુબ નુક્સાનકારક સાબિત થાય છે. આવી ડાયટને કારણે શરીરની ઈમ્યુનીટી નબળી પડે છે, જેનાથી એકબાક એક સ્વાસ્થ સંબંધી સમસ્યાઓ થતા શરીર નબળું અને રોગીષ્ઠ બની જાય છે.

  કઈ રીતે શરીરને પ્રભાવિત કરે છે હાઈબ્લ્ડ શુગર?

  ખાંડનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ સંબંધી અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે, જો તમે પણ અતિશય ખાંડનો ઉપયોગ કરો છો તો હવે ચેતી જવાની તાતી જરૂર છે. ખાંડનો વધુ પડતો ઉપયોગ કરનાર લોકોને ફેટી લિવર, ટાઈપ ટુ ડાયાબિટીસ અને મેદસ્વીપણા કે ઓબેસિટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા રોગનો ભોગ બનવાની શક્યતાઓ 2 ગણી વધી જાય છે. વધુ પડતા વજન અને સ્થુળતાને કારણે વ્યક્તિને કેંસરનું પણ જોખમ રહે છે. વધુ શુગરનું સેવન આપણા લીવરના કામને વધારી દે છે અને શરીરમાં લિપિડનું નિર્માણ વધી જાય છે. આવી સ્થિતિમાં ફેટી લિવર ડીસીઝ જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. ખાંડ તમારા હાડકાને નબળા કરે છે. જો તમે પણ વધુ પડતી ખાંડનું સેવન કરો છો તો નીચેનામાંથી કોઈ પણ લક્ષણને અવગણવું જોખમકારક સાબિત થઈ શકે છે.

  1. હાઈબ્લડ પ્રેશર


  આજકાલની વ્યસ્ત જીવન શૈલીમાં હાઈબ્લડ પ્રેશર કે હાયપર ટેંશન એક સામાન્ય બાબત બની ગઇ છે. જો તમારું બલ્ડ પ્રેશર 120/80 કે તેનાથી ઓછું છે તો તે સામાન્ય છે. જો તમે પણ એવું માનો છો કે માત્ર સ્ટ્રેસ અને વધુ પડતા મીઠાનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશરનું કારણ છે, તો આપ ખોટા છો. કેમ કે આ બંને કારણો હાઈબ્લડ પ્રેશર માટે જેટલા જવાબદાર છે તેટલો જ જવાબદાર છે વધુ પડતો ખાંડનો ઉપયોગ પણ છે. બીએમજે જર્નલઓપન હાર્ટમાં પ્રકિત થયેલા લેખ અનુસાર હેલ્ધી બલ્ડ પ્રેશર જાળવવા માટે મીઠાનો ઉપયોગ ઘટાડવા કરતા ખાંડનો ઉપયોગ સિમીત કરવું વધુ લાભદાયક છે.

  1. વજનમાં વધારો


  સૌથી સામાન્ય લાગતી અને ઘણી બધી બિમારીઓનું મુળ એવી મેદસ્વીતા ખાંડ ખાવાથી થઇ શકે છે. જ્યારે આપણે ખાંડ ખાઇએ છીએ ત્યારે આપણાં શરીરમાં લીપોપ્રોટીન લિપોઝ બને છે. આ કારણે આપણી કોશિકાઓમાં ફેટ ભેગું થવા લાગે છે. પરિણામે આપણને મેદસ્વીતા ઘેરી લે છે. ખાંડમાં કોઈ પ્રકારના ફાઈબર હોતા નથી. જેથી વજનમાં ઝડપથી વધારો થાય છે. વધુ પડતી ખાંડ શરીરમાં ઈન્સ્યુલિન વધારે છે. જે પેટના ભાગમાં ચરબી જમા કરે છે.

  1. લો એનર્જી લેવલ


  પેકેજ્ડ ફુડ્સ અને કોલ્ડડ્રીંક્સમાં સૌથી વધુ પ્રમાણમાં ખાંડ જોવા મળે છે. જો કે તેમાં કોઈ પોશક તત્વો જોવા મળતા નથી. આવા ખાદ્ય પદાર્થોનું વધું પડતું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. જેથી શરીરમાં નબળાઈ અનુભવાય છે. શુગરમાં કેલરી સિવાય આપણા શરીરની ઉર્જા વધારવામાં મદદ કરે તેવા બીજા કોઇ પોષકતત્વો હોતા નથી. વધુ પ્રમાણમાં શુગર લેવાથી થોડા સમય બાદ તમને એનર્જીની ઉણપ અનુભવાશે અને આળસ જેવું લાગશે. આ સ્થિતિ લાંબો સમય રહે તો તે ઘાતક સાબિત થઇ શકે છે

  1. ખીલ અને પિંપલના સમસ્યા


  વધુ શગર લેનારા લોકો અકાળે વૃધ્ધ પણ થઇ જાય છે. આ સૌથી મોટી સાઇડ ઇફેક્ટ છે. જ્યારે આપણે વધુ માત્રામાં શુગર ખાઇએ છીએ તો શરીરમાં ઇંફ્લેમેટરી ઇફેક્ટ સર્જાય છે અને ત્વચા પર દાણા નીકળવા, વૃધ્ધ દેખાવુ અને કરચલીઓ પડવી જેવી સમસ્યાઓ થાય છે. વધુ પડતી ખાંડ ત્વચાને શુષ્ક બનાવે છે.

  1. ગળ્યું ખાવાની ઈચ્છા


  જે લોકો પહેલેથી જ વધુ ખાંડ ખાય છે તેમને વધુ ગળ્યુ ખાવાની ઈચ્છા થતી જોવા મળે છે. તમે જેટલી વધારે ખાંડ ખાશો એટલી જ વધુ ગળ્યુ ખાવાની ઇચ્છા થશે.

  1. ચિડીયાપણું


  ખાંડનું વધું પડતું સેવન બ્લડ શુગર લેવલને પ્રભાવિત કરે છે. બ્લડમાં શુગરના લેવલની વધધટને કારણે મૂડ પર અસર કરે છે. જો લાંબા ગાળા સુધી આ સ્થિતી રહે તો તેની અસર માનસિક સ્વાસ્થ પર પણ થાય છે.

  1. સાંધામાં દુ:ખાવો


  અભ્યાસમાં સામે આવ્યું છે કે નિયમિત રૂપે ખાંડના વધુ પડતા ઉપયોગથી સંધિવા જેવી તકલીફોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મહિલાઓમાં આ પ્રકારની સમસ્યા વધુ જોવા મળે છે. સાંધામાં થતો દુ:ખાવો એ ખાંડના વધુ પડતા ઉપયોગથી થતા નુક્સાનમાંનું એક છે.
  First published:

  Tags: Lifestyle gujarati news, Sugar, ખોરાક

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन