Home /News /lifestyle /સોડા પીવાથી થઈ શકે છે કેન્સરનું જોખમ, અહી જાણો સોડા પીવાના ગેરફાયદા

સોડા પીવાથી થઈ શકે છે કેન્સરનું જોખમ, અહી જાણો સોડા પીવાના ગેરફાયદા

સોડા પીવાથી થઈ શકે છે કેન્સરનું જોખમ,

Soda Side Effect: કેટલાક લોકો તો રોજ સોડા પીવે (Drinking Soda) છે. ઘણાને ડિનર બાદ સોડા પીવા જોઈએ છે. પરંતુ લોકોને સોડાનું સેવન તેમના માટે કેટલું નુકસાનકારક (Side effects of Soda) છે તેની જાણ હોતી નથી. દરરોજ સોડા પીવાથી શરીરના હાડકા નબળા પડી શકે છે, આડઅસર પણ થઈ શકે છે. ચાલો સોડાથી થતાં નુકસાન વિશે ચર્ચા કરીએ

વધુ જુઓ ...
  ઘણા લોકોને સોડા પીવી ખૂબ જ ગમે છે. કેટલાક લોકો તો રોજ સોડા પીવે (Drinking Soda) છે. ઘણાને ડિનર બાદ સોડા પીવા જોઈએ છે. પરંતુ લોકોને સોડાનું સેવન તેમના માટે કેટલું નુકસાનકારક (Side effects of Soda) છે તેની જાણ હોતી નથી. દરરોજ સોડા પીવાથી શરીરના હાડકા નબળા પડી શકે છે, આડઅસર પણ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી બજારમાં ડાયેટ સોડા અને અન્ય ઘણા પ્રકારની સોડા પણ મળવા લાગી છે. ઘણા કાર્બોનેટેડ પીણાં પણ છે, જે બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી પીવાનું પસંદ કરે છે.

  સોડાનું સેવન ક્યારેક અત્યંત મર્યાદિત પ્રમાણમાં કરી શકાય છે. પરંતુ તમને રોજ સોડા પીવાની આદત હોય તો તમારે થોડું સાવધાન રહેવું જોઈએ. આજે અહીં દરરોજ સોડા પીવાથી થતી તકલીફો અંગે જાણકારી આપવામાં આવી છે.

  આ પણ વાંચો: માસિકધર્મ દરમિયાન હું પ્રેગનેન્ટ થઈ શકું? પિરિયડ્સમાં મહિલાઓને મૂંઝવતા 8 પ્રશ્નોના જવાબ અહીં જાણો

  સોડાના કારણે અસ્થમા ટ્રિગર થઈ શકે


  અસ્થમાની સમસ્યા ધરાવતા લોકોએ સોડા દૂર રહેવું હિતાવહ છે. સોડામાં જોવા મળતું સોડિયમ બેન્ઝોએટ અસ્થમા અને ખરજવું સહિતની એલર્જીક પ્રતિક્રિયાઓ પેદા કરી શકે છે. આ બીમારીઓ ભયંકર સ્વરૂપ પણ લઈ શકે છે.

  હાડકાં પડે છે નબળા


  સોડાનું નિયમિત સેવન કરતા લોકોના હાડકાં પર તેની ખરાબ અસર પડે છે. સોડામાં મળતું ફોસ્ફોરિક એસિડ શરીરમાંથી કેલ્શિયમને બહાર કાઢે છે. કેલ્શિયમ હાડકાની મજબૂતી માટે મુખ્ય પોષકતત્વ છે. શરીરમાં કેલ્શિયમની કમીના કારણે હાડકાં નબળાં પડી જાય છે

  કેન્સર થવાનું જોખમ વધારે


  કેટલાક લોકો હેલ્થ કોન્શિયસ હોવાને કારણે ડાયટ સોડા પીવાનું પસંદ કરે છે. ડાયટ સોડા તેમના સ્વાસ્થ્ય માટે સારી હોવાનું તેઓ માને છે. જોકે, ડાયટ સોડામાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરવામાં આવે છે. તે મેદસ્વિતા તો લાવે જ છે, સાથે તેનાથી કેન્સરનું જોખમ પણ અનેકગણું વધી જાય છે.

  વધુ પડતી કેલરી


  સોડામાં કેલેરી વધારે હોય છે. સોડાની અંદર રહેલી કેલરીની જાણકારી તેના પરના લેબલ પરથી મળે છે. જેમાંથી મોટાભાગની શુગરની હોય છે. એટલું જ નહીં, આ શુગરને આપણું શરીર પ્રોસેસ કરી શકતું નથી. કારણકે તે હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપમાંથી પણ આવે છે. આવી સ્થિતિમાં સોડા પીવાથી દૂર રહેવું હિતાવહ છે.

  હૃદયની બીમારી થવાનું જોખમ


  સોડાના નિયમિત સેવનથી તમારા પર હૃદય રોગ અને તેનાથી સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ વધી જાય છે. એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, દરરોજ સર્વિંગ અથવા શુગરયુક્ત સોડાનું સેવન કરતા પુરુષોમાં હાર્ટ એટેક આવવાનું અથવા મૃત્યુ પામવાનું જોખમ 20 ટકા વધારે હોય છે. આવો જ એક અન્ય અભ્યાસ દર્શાવે છે કે, દરરોજ બે થી વધુ સોડાનું સેવન કરતી મહિલાઓમાં હાર્ટ એટેક અથવા હૃદયરોગને લગતા મૃત્યુનું જોખમ 40 ટકા વધારે હોય છે.

  આ પણ વાંચો: વધારે ચપટી મીઠું પણ સાબિત થઈ શકે છે જીવલેણ, જાણો રોજ કેટલું લેવું જોઈએ નમક

  વેસ્ક્યુલર હેલ્થ પર પડે છે ખરાબ અસર


  રેગ્યુલર હોય કે શુગર-ફ્રી, સોડાનું સેવન હાઇ બ્લડ પ્રેશર સાથે સંકળાયેલું છે અને સ્ટ્રોક વગેરેનું જોખમ વધારે છે. તેથી જો તમે તમારા વેસ્ક્યુલર સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોવ અથવા તમને સ્ટ્રોકનું જોખમ હોય તો સોડાથી દુર રહેવું જોઈએ.
  First published:

  Tags: Cold drinks side effects, Lifestyle, Unhealthy Food

  विज्ञापन
  विज्ञापन