Health: સ્નાન કર્યા પછી પાણી પીવું જોઈએ કે નહીં? જાણો શું કહે છે ડોક્ટર્સ?
Health: સ્નાન કર્યા પછી પાણી પીવું જોઈએ કે નહીં? જાણો શું કહે છે ડોક્ટર્સ?
સ્નાન કર્યા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
પીવાના પાણીથી સંબંધિત નિયમો અને મહત્વપૂર્ણ બાબતોથી વાકેફ રહીને તમે તેના નુકસાનથી બચી શકો છો. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે સ્નાન કર્યા પછી પાણી પીવું જોઈએ કે નહીં? ચાલો નિષ્ણાત ડોક્ટર પાસેથી જાણીએ કે સ્નાન કર્યા પછી પાણી પીવાથી શું થાય છે?
Drinking Water After Bath is Good or Bad: પૂરતું પાણી પીવાથી તમારું શરીર સ્વસ્થ (Healthy Body) રહે છે અને ઘણી બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. પાણી (Water) માત્ર તમારી તરસ છીપાવવાનું કામ કરતું નથી, તે શરીરને સ્વસ્થ રાખવા અને શરીરના અંગો સારી રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવા પણ જરૂરી છે. શરીરમાં પાણીની ઉણપ (Lack of water in the body)ને કારણે તમને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે માથાનો દુ:ખાવો, ઊંઘ ન આવવા અને બ્લડ પ્રેશર (Blood pressure)ને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે.
પીવાના પાણીથી સંબંધિત નિયમો અને મહત્વપૂર્ણ બાબતોથી વાકેફ રહીને તમે તેના નુકસાનથી બચી શકો છો. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે સ્નાન કર્યા પછી પાણી પીવું જોઈએ કે નહીં? ચાલો નિષ્ણાત ડોક્ટર પાસેથી જાણીએ કે સ્નાન કર્યા પછી પાણી પીવાથી શું થાય છે?
સ્નાન કર્યા પછી પાણી પીવું જોઈએ કે નહીં? તે અંગે દરેક વ્યક્તિનો મત અલગ હોઈ શકે છે. onlymyhealthના અહેવાલ મુજબ ‘આરોગ્ય હેલ્થ સેન્ટર’ ના આયુર્વેદિક ડોક્ટર ડૉ.એસ.કે. પાંડેના જણાવ્યા અનુસાર, સ્નાન કરતી વખતે શરીરનું હલનચલન થવાથી સ્નાન કર્યા પછી શરીરનું બ્લડ પ્રેશર થોડું વધી જાય છે.
જો તમે સ્નાન કર્યા પછી 1 ગ્લાસ પાણી પીશો તો તમારા શરીરનું બ્લડ પ્રેશર સામાન્ય થવા લાગે છે. હાઈ બીપીની સમસ્યામાં પણ દર્દી માટે પાણી પીવું ફાયદાકારક છે. શરીરમાં રક્ત પરિભ્રમણ અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખવા માટે સ્નાન કર્યા પછી પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે.
પાણી પીવાની યોગ્ય રીત (Right Ways To Drink Water)
યોગ્ય સમયે અને યોગ્ય રીતે પાણી પીવાથી તમને ઘણા ફાયદા થાય છે. જો તમે રોજ સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીઓ છો તો તમારા શરીરના અંગો સક્રિય થઈ જાય છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે. આ સિવાય દરરોજ સ્નાન કરતા પહેલા એક ગ્લાસ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
આમ કરવાથી તમારું બ્લડ પ્રેશર બરાબર રહે છે. આ સિવાય તમારે જમ્યાના 30 મિનિટ પહેલા અને 30 મિનિટ સુધી વધારે પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી તમારું પેટ ભરેલું લાગશે, આ સિવાય જમ્યા પહેલા કે પછી વધુ પડતું પાણી પીવાથી પેટમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન થશે નહીં.
પાણી પીતી વખતે તેનાથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સ્નાન કરતા પહેલા અને પછી એક ગ્લાસ પાણી પીવાથી તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને શરીર સ્વસ્થ રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર