Home /News /lifestyle /

ડેંગ્યુમાં ભાત ખાવા જોઈએ કે નહીં? જાણો એક્સપર્ટ પાસેથી ડાયટ સાથે જોડાયેલા સવાલના જવાબ

ડેંગ્યુમાં ભાત ખાવા જોઈએ કે નહીં? જાણો એક્સપર્ટ પાસેથી ડાયટ સાથે જોડાયેલા સવાલના જવાબ

ડેંગ્યુમાં ભાત ખાવા જોઈએ કે નહીં? જાણો શું કહે છે એક્સપર્ટ

Dengue: મેલેરિયા અને ડેંગ્યુ (Dengue) ના કિસ્સા ઘેરઘેર જોવા મળે છે. શરૂઆતમાં સામાન્ય લાગતા ડેંગ્યુનો જો સમયસર ઉપચાર ન થાય તો તે જીવલેણ પુરવાર થઈ શકે છે. ઠંડીની સીઝનમાં ડેંગ્યુ ફીવર થવાનું જોખમ વધુ હોય છે. માદા મચ્છર એડીઝ એજિપ્ટી (Aedes aegypti) મચ્છર કરડવાથી 3થી 5 દિવસો બાદ દર્દીઓમાં ડેંગ્યુના લક્ષણો જોવા મળે છે.

વધુ જુઓ ...
  ચોમાસુ આવે એટલે મચ્છરજન્ય રોગોનો ત્રાસ વધી જાય છે. મેલેરિયા અને ડેંગ્યુ (Dengue) ના કિસ્સા ઘેરઘેર જોવા મળે છે. શરૂઆતમાં સામાન્ય લાગતા ડેંગ્યુનો જો સમયસર ઉપચાર ન થાય તો તે જીવલેણ પુરવાર થઈ શકે છે. ઠંડીની સીઝનમાં ડેંગ્યુ ફીવર થવાનું જોખમ વધુ હોય છે. માદા મચ્છર એડીઝ એજિપ્ટી (Aedes aegypti) મચ્છર કરડવાથી 3થી 5 દિવસો બાદ દર્દીઓમાં ડેંગ્યુના લક્ષણો જોવા મળે છે.

  ડેંગ્યુ ફીવરના લક્ષણની વાત કરવામાં આવે તો ઠંડી બાદ ખૂબ તાવ ચડવો, માંસપેશી અને સાંધામાં દુઃખાવો, આંખના પાછળના હિસ્સામાં દુઃખાવો, આંખને હલાવવા કે દબાવવાથી દુઃખાવો વધી જવો, ખૂબ અશક્તિ લાગવી, ભૂખ ન લાગવી અને બેચેની થવી, મોઢાનો સ્વાદ ખરાબ થઈ જવો, ગળામાં સાધારણ દુઃખાવો થવો અને ખાસ કરીને ચહેરા, ગરદન અને છાતી પર લાલ રંગના રેશીસ થવા.

  ડેંગ્યુ થવાથી બ્લડમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થવા લાગે છે. ડેંગ્યુ ફીવર થવાથી માંસપેશીઓમાં દુખાવો, ત્વચા પર રેશીઝ, સખત તાવ, સાંધાનો દુખાવો અને માથામાં દુખાવો થવાના લક્ષણ જોવા મળે છે. ડેંગ્યુ થાય તો દવાની સાથે સાથે ડાયટનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. યોગ્ય ડાયટ ફોલો કરવાથી ડેંગ્યુમાંથી જલ્દી રિકવર થઈ શકાય છે. ડેંગ્યુમાં ભાતનું સેવન કરવું જોઈએ કે નહીં તથા અન્ય ખાણી પીણી વિશે તમને મૂંઝવતા પ્રશ્નો વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  આ પણ વાંચો: Side effects of fruits: શરીરમાં ઝેરનું કામ કરે છે આ ફળોના બીજ, ધ્યાન રાખજો ભૂલેચૂકે પેટમાં ન જાય

  ડેંગ્યુમાં ભાત ખાવા જોઈએ કે નહીં? (Can we eat rice in dengue)


  લખનઉના ન્યૂટ્રીડાયટ ક્લીનિકના ડાયટીશ્યન પ્રીતિ સિંહ જણાવે છે કે, ડેંગ્યુ થવાથી ડાયટમાં હળવા ખોરાકનું સેવન કરવું જોઈએ. ડેંગ્યુ થાય તો બપોરના સમયે તમે તમારા ભોજનમાં ભાત શામેલ કરી શકો છો. સાંજના સમયે ભાત ના ખાવા જોઈએ. ડેંગ્યુના કારણે જે નબળાઈ આવે છે તે ભાતમાં રહેલા પોષકતત્વોથી દૂર થાય છે.

  ડેંગ્યુમાં ઈંડાનું સેવન કરવું જોઈએ


  ડાયટિશિયન જણાવે છે કે, ડેંગ્યુ ફીવર થાય તો ઈંડાનું સેવન પણ કરી શકાય છે. તમે ઈંડાના પીળા ભાગને દૂર કરીને પણ ઈંડાનું સેવન કરી શકો છો. ઈંડાના તે પીળા ભાગમાં હાઈ પ્રોટીન હોય છે, જેનાથી પાચનમાં મુશ્કેલી થઈ શકે છે. તમે ઈંડાના સફેદ ભાગનું સીમિત માત્રામાં સેવન કરી શકો છો.

  ડેંગ્યુમાં પપૈયું ખાવું જોઈએ કે નહીં


  ડાયટિશિયન જણાવે છે કે, ડેંગ્યુ થાય તો પપૈયાના પાનનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ દરમિયાન તમે નાશ્તામાં પપૈયાનું સેવન પણ કરી શકો છો. પપૈયામાં કાઈમોપપૈન અને પપેન જેવા એન્ઝાઈમ્સ હોય છે, જે બ્લડ પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદ કરી શકે છે. આ પરિસ્થિતિમાં તમે પપૈયાનું સેવન કરી શકો છો. સાંજના સમયે ફળનું સેવન ન કરવું જોઈએ.

  ડેંગ્યુમાં દહીંનું સેવન કરવું જોઈએ


  ડાયટીશ્યન પ્રીતિ શ્રીવાસ્તવ જણાવે છે કે, ડેંગ્યુમાં હળવા ખોરાકનું સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં એનર્જી રહે છે. આ દરમિયાન તમે ખીચડી અથવા અન્ય હળવા ખોરાકનું સેવન દહીં સાથે કરી શકો છો. દહીંમાં કેલ્શિયમ હોવાના કારણે શરીરની નબળાઈ દૂર થાય છે. રાતના સમયે દહીનું સેવન કરવાથી મુશ્કેલી વધી શકે છે, આ કારણોસર રાતના સમયે દહીંનું સેવન ન કરવું જોઈએ.

  ડેંગ્યુમાં દૂધ કેવી રીતે પીવું જોઈએ


  ડાયટિશિયન પ્રીતિ શ્રીવાસ્તવ જણાવે છે કે, ડેંગ્યુ થાય તો બકરીનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. બકરીના દૂધમાં ફોલેટ બાઈન્ડ કરનાર અવયવની માત્રા વધુ હોય છે, જેને ફોલિક એસિડ કહેવામાં આવે છે. ડેંગ્યુના દર્દીઓ માટે ફોલિક એસિજ ખૂબ જ જરૂરી છે.

  બકરીના દૂધમાં રહેલ પ્રોટીન વધુ જટીલ હોતું નથી, આ કારણોસર તે સરળતાથી પચાવી શકાય છે. જો તમને બકરીનું દૂધ નથી મળી રહ્યું તો તમે ટોન્ડ મિલ્ક અથવા ગાયના દૂધનું સેવન કરી શકો છો.

  આ પણ વાંચો: સાવધાન! મીઠા પાનમાં પડતો આ મસાલો બની શકે મોટી સમસ્યાનું કારણ!

  ડેંગ્યુ થાય તો અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ પરિસ્થિતિમાં યોગ્ય ડાયટ ફોલો કરીને તમે ડેંગ્યુમાંથી જલ્દી રિકવર થઈ શકો છો. તમારી ડાયટમાં સૌથી વધુ લિક્વિડ વસ્તુને શામેલ કરો. જેનાથી તમને ખૂબ જ લાભ મળી શકે છે. ડોકટરે જણાવેલ તમામ દિશા નિર્દેશોનું પાલન કરો. ભરપૂર માત્રામાં પાણી સેવન કરો, જેથી શરીર હાઈડ્રેટ રહે.
  First published:

  Tags: Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन