ડેન્ગ્યૂ તાવમાં ભાત ખાવા જોઇએ કે નહીં? અહી જાણો શું ખાવું શું નહીં
ડેન્ગ્યૂ તાવમાં ભાત ખાવા જોઇએ કે નહીં? અહી જાણો શું ખાવું શું નહીં
ડેન્ગ્યૂ તાવમાં ભાત ખાવા જોઇએ કે નહીં? જાણો શું કહે છે એક્સપર્ટ?
Dengue Fever: જ્યારે ડેન્ગ્યુ તાવ આવે છે, ત્યારે લોહીમાં પ્લેટલેટ્સ (platelets)ની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા લાગે છે. ડેન્ગ્યુની સમસ્યા (Dengue Symptoms) હોય તો દવાઓની સાથે સાથે આહાર (Diet) નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી યોગ્ય ડાયટ ફોલો કરીને તમે ડેન્ગ્યૂમાંથી જલ્દી રિકવર થઇ શકો છો.
ડેન્ગ્યુ તાવ માદા મચ્છર એડીસ એજિપ્ટીના કરડવાથી ડેન્ગ્યુ (Dengue Fever) ફેલાય છે. જ્યારે ડેન્ગ્યુ તાવ આવે છે, ત્યારે લોહીમાં પ્લેટલેટ્સ (platelets)ની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા લાગે છે. ડેન્ગ્યુની સમસ્યા (Dengue Symptoms) હોય તો દવાઓની સાથે સાથે આહાર (Diet)નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી યોગ્ય ડાયટ ફોલો કરીને તમે ડેન્ગ્યૂમાંથી જલ્દી રિકવર થઇ શકો છો. હવે સવાલ એ છે કે ડેન્ગ્યુમાં ચોખા ખાવા જોઈએ (is it safe to eat rice in dengue?) કે નહીં? આ ઉપરાંત ડાયટને લગતા અન્ય ઘણા પ્રશ્નોના જવાબ અમે તમને આ લેખમાં આપવા જઇ રહ્યા છીએ.
શું ભાત ખાઇ શકાય?
લખનઉના ન્યુટ્રીડાઈટ ક્લિનિકના ડાયેટિશિયન પ્રીતિ સિંહ જણાવે છે કે જો તમને ડેન્ગ્યૂ તાવ હોય તો તમારે તમારા ડાયટમાં હળવો આહાર સામેલ કરવો જોઈએ. જ્યારે તમને ડેન્ગ્યુ હોય ત્યારે તમે બપોરે જમવામાં ચોખાનો સમાવેશ કરી શકો છો. જો કે સાંજે ન ખાશો. ચોખામાં રહેલા પોષક તત્વોથી ડેન્ગ્યુની નબળાઈથી છુટકારો મેળવી શકાય છે.
ડાયેટિશિયન્સ જણાવે છે કે જો ડેન્ગ્યુનો તાવ હોય તો ઇંડાનું સેવન પણ કરી શકાય છે. પરંતુ તમે તેનો પીળો ભાગ કાઢીને ખાવ તો વધુ સારું રહેશે. કારણ કે તેમાં હાઈ પ્રોટીન હોય છે, જેને પચવામાં તકલીફ થઈ શકે છે. તમે મર્યાદિત માત્રામાં ઇંડાના સફેદ ભાગનું સેવન કરી શકો છો.
પપૈયું ખાવું જોઇએ કે કેમ?
ડાયેટિશિયન્સ નિર્દેશ કરે છે કે ડેન્ગ્યુમાં પપૈયાના પાંદડાનું સેવન જોઇએ. આ દરમિયાન તમે નાસ્તા તરીકે પપૈયું પણ ખાઈ શકો છો. વાસ્તવમાં પપૈયામાં ચિમોપેન અને પેપેઈન જેવા એન્ઝાઇમ્સ હોય છે, જે બ્લડ પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ કિસ્સામાં તમે પપૈયું ખાઈ શકો છો. પરંતુ ધ્યાન રાખો કે સાંજે ફળોનું સેવન ન કરો.
ડેન્ગ્યુમાં દહીં ખાવું જોઇએ?
ડાયેટિશિયન પ્રીતિ શ્રીવાસ્તવ જણાવે છે કે ડેન્ગ્યૂમાં હળવો આહાર લેવો જરૂરી છે. જેથી શરીરમાં એનર્જી રહે છે. આ સમય દરમિયાન તમે ખીચડી અથવા અન્ય હળવા ખોરાક સાથે દહીં લઈ શકો છો. દહીંમાં રહેલું કેલ્શિયમ તમારા શરીરની નબળાઈને દૂર કરે છે. જો કે રાત્રે દહીં ન ખાશો, તેનાથી તમારી મુશ્કેલી વધી શકે છે.
ડાયટિશિયન અનુસાર જ્યારે ડેન્ગ્યુનો તાવ હોય ત્યારે બકરીનું દૂધ પીવું હિતાવહ છે. કારણ કે, બકરીના દૂધમાં ફોલેટ બંધનકર્તા ઘટકોની માત્રા વધુ હોય છે, જે ફોલિક એસિડ નામનું આવશ્યક વિટામિન છે. તે ડેન્ગ્યુના દર્દીઓ માટે જરૂરી છે. સાથે જ બકરીના દૂધમાં રહેલું પ્રોટીન બહુ જટિલ નથી હોતું, તે પચવામાં એકદમ સરળ હોય છે. પરંતુ જો તમને બકરીનું દૂધ ન મળે તો તમે ટોન્ડ દૂધ કે ગાયના દૂધની મલાઈ પી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર