સુગરના દર્દીઓ જોઓછી માત્રામાં ફળો ખાશે તો તેનાથી તેમને નુકસાન નહીં થાય
Benefits Of Fruit For Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ ફળ ખાતા પહેલા થોડી સાવચેતી રાખવી જોઈએ. જો ફળો યોગ્ય રીતે ખાવામાં આવે તો, બ્લડ સુગર વધવાનો કોઈ ખતરો રહેતો નથી. ફળ ખાવાનો સમય સુગર લેવલને પણ અસર કરી શકે છે. જેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ.
Diabetes & Fruits: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ બિલકુલ સાચું છે અને આ જ કારણ છે કે દરેક ઋતુમાં લોકો ફળોનો ઉગ્ર આનંદ લે છે. ડાયાબિટીસથી પીડિત લોકોને ઘણીવાર ફળ ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
ઘણા લોકો માને છે કે, ફળો ખાવાથી બ્લડ સુગર વધી શકે છે, અને ડાયાબિટીસના દર્દીઓની હાલત ખરાબ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે, તેમણે ફળો ખાવા જોઈએ કે, નહીં. આજે આપણે ડાયાબિટીસના નિષ્ણાત પાસેથી જાણીશું કે, શુગરના દર્દીઓએ ફળ ખાવા જોઈએ કે, નહીં. જો હા તો તેને કેવી રીતે ખાવા જોઈએ?
યુપીના સહારનપુરના ડાયાબિટોલોજિસ્ટ ડૉ. લલિત કૌશિક કહે છે કે, ડાયાબિટીસના દર્દીઓ પણ ઓછી માત્રામાં ફળોનો આનંદ લઈ શકે છે. ફળ ખાવાથી તેમને કોઈ નુકસાન થતું નથી, અને શરીરમાં પોષક તત્વો મળતા રહે છે. એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, જો શુગર લેવલ ખૂબ જ વધી જાય તો આવી સ્થિતિમાં પણ ફળો લેવાનુ એવોઈડ કરવુ જોઈએ. ફળોમાં ફ્રુક્ટોઝ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ સુગરના સ્તરને સીધી અસર કરતું નથી. જોકે, સુગરના દર્દીઓએ તાજા ફળો જ ખાવા જોઈએ.
ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટના મતે સુગરના દર્દીઓએ રાત્રે ફળો ખાવા જોઈએ. આમ કરવાથી તેમને નુકસાન નહીં થાય અને શરીર મજબૂત બનશે. ડાયાબિટીસના દર્દીઓ માટે જામુન સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય કીવી, નારંગી, એવોકાડો અને દ્રાક્ષ પણ ફાયદાકારક છે. સુગરના દર્દીઓએ વધુ પડતા મીઠા ફળ ખાવાનું ટાળવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ જેમને કિડનીની સમસ્યા હોય અથવા જેમની સ્થિતિ ગંભીર હોય તેમણે ડોક્ટરની સલાહ બાદ જ ફળો ખાવા જોઈએ.
જ્યુસને બદલે ફળ ખાઓ
ડોક્ટરના કહેવા પ્રમાણે, ડાયાબિટીસના દર્દીઓએ ફળોનો રસ પીવાને બદલે ફળોને કાચા ખાવા જોઈએ. ફળોના રસનું સેવન કરવાથી બ્લડ શુગર વધવાનું જોખમ રહેલું છે, જ્યારે ફળ ખાવાથી આ જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે. ડાયાબિટીસના દર્દીઓએ ઠંડા પીણા કે, અન્ય ખાંડયુક્ત પીણાં બિલકુલ ન લેવા જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે અને દર્દીની તબિયત બગડી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર