Home /News /lifestyle /

શું ડાયાબિટિસના દર્દીઓએ કરવું જોઇએ કેળાનું સેવન? જાણો કેવા કેળા છે સ્વાસ્થ્ય માટે બેસ્ટ

શું ડાયાબિટિસના દર્દીઓએ કરવું જોઇએ કેળાનું સેવન? જાણો કેવા કેળા છે સ્વાસ્થ્ય માટે બેસ્ટ

શું ડાયાબિટિસના દર્દીઓએ કરવું જોઇએ કેળાનું સેવન?

જેમને ડાયાબિટિસ અથવા તો પ્રી-ડાયાબિટીસનું (diabetes or even pre-diabetes) નિદાન થયું હોય, તેમને ઘણી વાર કેળાને તેમને કેળાનું સેવન (Eating bananas) કરવાની મનાઇ ફરમાવવામાં આવે છે. ચાલો જાણીએ શું કહે છે ડાયાબિટીસ એજ્યુકેટર અને ન્યુટરના સ્થાપક લક્ષ્યા જૈન?

વધુ જુઓ ...
  જેમને ડાયાબિટિસ અથવા તો પ્રી-ડાયાબિટીસનું (diabetes or even pre-diabetes) નિદાન થયું હોય, તેમને ઘણી વાર કેળાને તેમને કેળાનું સેવન (Eating bananas) કરવાની મનાઇ ફરમાવવામાં આવે છે. પ્રમાણિત ક્લિનિકલ ડાયેટિશિયન, લેક્ચરર, ડાયાબિટીસ એજ્યુકેટર અને ન્યુટરના સ્થાપક લક્ષ્યા જૈને જણાવ્યું હતું કે, "ડાયેટિશિયન તરીકે હું કહી શકું છું કે ડાયાબિટીસના રોગીઓ કેળાં ખાઈ શકે છે. જો કે, કેટલીક સાવધાની રાખવી પડી શકે છે. " તેમણે ઉમેર્યું હતું કે આપણે સામાન્ય રીતે પાકા કેળા (પીળા રંગના) ખાઈએ છીએ, કારણ કે તે છાલવામાં સરળ અને ખાવામાં નરમ હોય છે. પરંતુ કેળા જેટલા લીલા હશે તેમાં નેચરલ શુગરનું પ્રમાણ એટલું જ ઓછું હશે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે એકદમ બરાબર છે.

  કેળાને પાંચ સ્ટેજમાં વહેંચી શકાય છે


  ઓછા પાકેલા

  આવા કેળા ડાયાબિટિસ અને પ્રી ડાયાબિટિસ માટે શ્રેષ્ઠ છે. જ હાઇ શુગર લેવલ અને ઇન્સુલિન સેન્સિટિવિટીને ઘટાડે છે.

  આ પણ વાંચો: Weight loss diet: દેશી ભાણું ખાઈને પણ ઉતારી શકો છો વજન, બસ આટલું ધ્યાન રાખો

  થોડા પાકેલા

  આ કેળામાં પ્રોબાયોટિક્સ વધુ હોય છે અને વધુ મીઠાશ પણ નથી હોતી. હાઇ શુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ બને છે અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.

  પાકેલા

  આ કેળામાં માઇક્રોન્યૂટ્રિએન્ટ્સ જેવા કે પોટેશિયમ અને વિટામિન બી6 પ્રચૂર માત્રામાં હોય છે. ઉપરાંત પીએમએસ, હ્યદય અને હાડકાના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.

  ખૂબ પાકેલા કેળા

  ખૂબ પાકેલા કેળા પચાવવામાં સરળ હોય છે. જેમાં નેચરલ શુગરનું પ્રમાણ વધારે હોય છે. જેમને ડાયાબિટિસ અનિયંત્રિત રહેતી હોય તેઓએ આ કેળા પ્રમાણમાં ઓછા ખાવા જોઇએ.

  ખૂબ વધારે પાકેલા કેળા

  તેમાં ખૂબ જ વધારે મીઠાશ હોય છે. જોકે, ડાયાબિટિસની સમસ્યા ધરાવતા લોકોએ આ કેળા ખાવાનું ટાળવું જોઇએ.

  કેળા ખાવાની સાચી રીત

  ફળ તરીકે દિવસમાં એક કેળું ખાવું સારું છે, પરંતુ તેને પ્રોટીનના સ્ત્રોત સાથે મિશ્રિત કરીને ખાવાથી શ્રેષ્ઠ ફાયદા મળે છે. તેથી કેળાને પનીર અથવા સ્પ્રાઉટ્સ સાથે ખાવાની આદત રાખો. લક્ષિતાએ ઇન્ડિયન એક્સ્પ્રેસને જણાવ્યું કે, કેળાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 51 છે, જે બોર્ડરલાઇન લો છે, તેથી ઘણા લોકો તેને સંપૂર્ણપણે ટાળે છે. પરંતુ તેને અન્ય નીચા જીઆઈ સ્ત્રોતો અથવા પ્રોટીન સ્ત્રોત સાથે રાખવાથી શુગર લેવલમાં વધારો ન થાય તે સુનિશ્ચિત થશે.

  નોંધનીય છે કે, જીઆઈ એ આહાર કેટલી ઝડપથી તમારા આહારમાં શુગર (ગ્લુકોઝ)ને વધારી શકે છે તેનું માપ છે. નીચો જીઆઇ : 1થી 55. મધ્યમ જીઆઇ : 56થી 69. ઊંચો જીઆઇ : 70 અને તેથી વધુ.

  આ પણ વાંચો: Monsoon Fashion Funda: ચોમાસામાં સ્ટાઈલિસ્ટ દેખાવા માંગો છો? તો અહીં જાણો લેટેસ્ટ મોનસૂન ટ્રેન્ડ

  કોણે કેળા ન ખાવા?

  જે દર્દીઓને શુગરનું પ્રમાણ અનિયંત્રિત રહે છે અથવા 300 mg/dlથી વધુ બ્લડ શુગર રહે છે, તેમણે ફળોનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

  ડાયાબિટીસના દર્દીઓ તેમના આહારમાં દિવસમાં એક કેળાનો સમાવેશ કરી શકે છે. તેનાથી શુગર લેવલ, હાડકામાં દુખાવો, પીએમએસ લક્ષણો, માંસપેશીઓમાં ખેંચાણ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળશે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: કેળા

  આગામી સમાચાર