Home /News /lifestyle /આ રીતે શિકાકાઇથી સફેદ વાળને કાળા કરો, જાણો ઉપયોગ કરવાની સાચી રીત અને ફાયદાઓ
આ રીતે શિકાકાઇથી સફેદ વાળને કાળા કરો, જાણો ઉપયોગ કરવાની સાચી રીત અને ફાયદાઓ
સફેદ વાળ કાળા થાય છે.
Benefits of shikakai for shiny hair: શિકાકાઇ વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. શિકાકાઇનો તમે આ રીતે ઉપયોગ કરો છો તો વાળ લાંબા થાય છે અને સાથે વાળને લગતી અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે. તો તમે પણ આ રીતે શિકાકાઇનો ઉપયોગ કરો અને વાળની ક્વોલિટી સુધારો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિકાકાઇ એક જડીબુટ્ટી હોય છે. ખાસ કરીને શિકાકાઇ વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. શિકાકાઇ સેપોનિન નામનું યૌગિક, વિટામીન અને એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે વાળને ચમકદાર બનાવે છે. આ એક પ્રાકૃતિક ક્લિન્ઝરની જેમ કામ કરે છે જે વાળની સાથે બીજી પણ અનેક રીતે ફાયદાકારક છે. આ સિવાય વાળ માટે શિકાકાઇના અનેક ઘણાં ફાયદાઓ હોય છે તો જાણો આ વિશે વિસ્તારથી તમે પણ અને શિકાકાઇનો ઉપયોગ કરો.
શિકાકાઇને તમે મહેંદી, આંમળા અને કોફીની સાથે મિક્સ કરીને વાળમાં લગાવો છો તો તમારા સફેદ વાળ કાળા થાય છે અને સાથે બીજા પણ ફાયદાઓ થાય છે. આ શિકાકાઇ તમારા વાળના રંગને જાળવી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ શિકાકાઇમાં એન્ટી ઓક્સિડન્ટ્સનું પ્રમાણ હોય છે જે સ્કેલ્પને સારું કરીને સાથે સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે.
ખોડો દૂર કરે છે
શિકાકાઇ તમારા વાળમાં થતા ખોડાને દૂર કરવાનું કામ કરે છે. શિકાકાઇમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે હંમેશા ખોડામાંથી છૂટકારો અપાવવાનું કામ કરે છે. આ સાથે જ ડ્રાય સ્કેલ્પની સમસ્યાને ઓછી કરે છે અને સાથે વાળમાં બ્લડ સર્કુલેશન સારું કરવામાં મદદ કરે છે. આ માટે તમે ડુંગળીના રસમાં શિકાકાઇ મિક્સ કરીને વાળમાં લગાવો.
શિકાકાઇમાં વિટામીન સી, એ, ઇ અને બીજા સૂક્ષ્મ પોષક તત્વોથી ભરપૂર હોય છે જે તમારા સ્કેલ્પને પોષણ આપે છે અને સાથે વાળના વિકાસમાં મદદરૂપ બને છે. આ સિવાય વાળના બ્લડ સર્કુલેશનને પણ સારું બનાવે છે જેના કારણે ખરતા વાળ બંધ થઇ જાય છે અને સાથે તમારા વાળનો ગ્રોથ પણ ફટાફટ વધે છે.
આ માટે તમે અઠવાડિયામાં એક વાર શિકાકાઇને આમળા પાઉડરમાં મિક્સ કરીને વાળમાં લગાવો. તમે પ્રોપર રીતે વાળમાં આ રીતે લગાવશો તો તમારા વાળ મસ્ત થઇ જશે અને સાથે ગ્રોથ પણ વઘશે.
(નોંધ: આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે, કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર