Home /News /lifestyle /

Shardiya Navratri 2021: માઁ શક્તિની પૂજામાં રાખો આ બાબતોનું ધ્યાન, ભૂલ નોતરી શકે છે દરિદ્રતા

Shardiya Navratri 2021: માઁ શક્તિની પૂજામાં રાખો આ બાબતોનું ધ્યાન, ભૂલ નોતરી શકે છે દરિદ્રતા

શારદીય નવરાત્રીમાં આપણે માં ભગવતીના અલગ અલગ રુપોની ઉપાસના અને પૂજા કરીએ છીએ,

Shardiya Navratri 2021: નવરાત્રી (Navratri 2021)નો અર્થ મહાશક્તિની આરાધનાનો પર્વ થાય છે. દેવીનો અર્થ નિર્ભયતા થાય છે અને તેને પ્રકાશનું પ્રતિક માનવામાં આવે છે. જીવનમાં, સંસારમાં અને સમગ્ર સૃષ્ટિમાં નિર્ભયતા અને પ્રકાશના સમન્વયથી કાર્યસિદ્વિ અને તેનું ફળ મળે છે.

વધુ જુઓ ...
Shardiya Navratri 2021: નવરાત્રી (Navratri 2021)નો અર્થ મહાશક્તિની આરાધનાનો પર્વ થાય છે. દેવીનો અર્થ નિર્ભયતા થાય છે અને તેને પ્રકાશનું પ્રતિક માનવામાં આવે છે. જીવનમાં, સંસારમાં અને સમગ્ર સૃષ્ટિમાં નિર્ભયતા અને પ્રકાશના સમન્વયથી કાર્યસિદ્વિ અને તેનું ફળ મળે છે. નવરાત્રીની ઉજવણી(Celebrating Navratri)ના અનેક મર્મ રહેલાં છે. તેમાંનો એક ખૂબ જ મહત્વનું મર્મ આપણને દેવ ભગવતીના રૂપમાં એક નારી શક્તિના આદરનો સંદેશો આપે છે. દેવી ભગવતીના કેટલાંય રૂપ છે. ર્માં દુર્ગાના (maa Durga) નવ રૂપોનું તિથિવાર પૂજન-અર્ચન કરવામાં આવે છે. અલગ-અલગ શક્તિના રૂપ એવા માં અંબાના નવ રૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્વિદાત્ર દેવીની પુજા-અર્ચનાનો મહત્વ સંસારમાં શક્તિનું મહત્વ સમજાવે છે.

શક્તિ સ્વરૂપ માં અંબાના પાવન પૂજન-અર્ચનથી શક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. જેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર થાય છે. માઁ શક્તિની પુજા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પૂજા કરતી વખતે, કઈ ચીજો મહત્વપૂર્ણ છે તેનું ધ્યાન રાખો, કઈ વસ્તુ અને કયા ફૂલો ભગવાનને પ્રસન્ન કરે છે અથવા કયા ફૂલો ચઢાવવાની મનાઈ છે. પૂજા કરતી વખતે દરેક ભક્તે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જેથી તેની પૂજા સફળ થાય અને દેવીમાંનાં આશીર્વાદ મળી રહે.

માં શક્તિની પુજા કરતી વખતે રાખો આ ધ્યાન

શારદીય નવરાત્રીમાં આપણે માં ભગવતીના અલગ અલગ રુપોની ઉપાસના અને પૂજા કરીએ છીએ ત્યારે પૂજા દરમ્યાન કઈ બાબતોનું ધ્યાન રાખવું આવો જાણીએ...

ચોખાનું છે વિશેષ મહત્વ

આપણા બધા જ દેવી-દેવતાઓની પૂજા કરવા માટે ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખા વગર પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. ચોખાને અક્ષત પણ કહેવાય છે, જેનો અર્થ ખંડિત ન હોવું થાય છે. કોઈ પણ પૂજામાં ગુલાલ, હલ્દી, અબીર અને કુમકુમની સાથે અક્ષત એટલે કે, ચોખાને પણ ચડાવવામાં આવે છે. ચોખાને અન્ન તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચોખાનો સંફેદ રંગ શાંતિનું પ્રતીક છે. ચોખા ચડાવીને ભગવાનને પ્રાથના કરવામાં આવે છે કે, અમારૂ પૂર્ણ કાર્ય અક્ષતની જેમ હોય અને અમારા જીવનમાં શાંતિ બની રહે. ભગવાનને ચોખા ચડાવતી વખતે ધ્યાન રાખવું કે ચોખા ખંડિત ન હોય. ચોખા પૂર્ણતાનું પ્રતીક હોય છે અટલે બધા ચોખા અખંડિત હોવા જોઈએ અને સાફ હોવા જોઈએ. પૂજામાં ચોખા ચડાવવાનો ભાવ એ હોય છે કે, આપણી પૂજા ચોખાની જેમ પૂર્ણ થઈ જાય કોઈ પ્રકારની અડચણો ન આવે, પૂજા અધુરી રહે નહીં. પૂજામાં ચોખા અર્પણ કરતા પહેલા તેને હળદરથી પીળા કરવા શુભ માનવામાં આવે છે.

દીવાનું રાખો ધ્યાન

પૂજા દરમિયાન પ્રગટાવેલા દિવાનું પણ ખાસ મહત્વ હોય છે. પૂજાની શરૂઆત કરતા પહેલા જે પણ દેવી-દેવતાનું પૂજન કરવામાં આવે છે, તેમના નામનો દિવો પ્રગટાવવામાં આવે છે. દિવોએ અજવાળાનું પ્રતિક છે, તેનો આશય એ છે કે દિવાની જ્યોતીની જેમ આપણું જીવન પણ સદાય પ્રકાશમાન રહે. જો પૂજા પૂર્ણ થતા પહેલા દિવો ઓલવાઇ જાય તો પૂજાનું ફળ મળતું નથી.

રંગોનું છે વિશેષ મહત્વ

અલગ અલગ દેવી દેવતાઓની પૂજામાં અલગ અલગ રંગના વસ્ત્રો પહેરવાની વાત આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. જ્યારે પણ તમે માઁ ભગવતીની આરાધના કે પૂજા કરો તો તેમાં લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા. કહેવાય છે કે લાલ માઁ ભગવતીનો પ્રિય રંગ છે, જેથી લાલ વસ્ત્રો ધારણ કરવાથી તમારા પર માઁ ભગવતીની કૃપા બની રહેશે. જો તમે ભગવાન શિવની પૂજા કરો છો તો સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો.

આસન

આપણા ધર્મમાં પૂજન કે ભોજન કોઈ પણ કામ સીધા જ જમીન પર બેસીને કરવાની મનાઈ છે. જેથી પૂજા કરતી વખતે આસન પાથરીને બેસવું જરૂરી છે. પૂજા માટે તમે ખાસ ઉન કે કોટનના આસનનો પ્રયોગ કરો તો તે વધું સારું માનવામાં આવે છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખો કે જે આસન ઉપર બેસીને તમે પૂજા કરવાના છો તેને પગ દ્વારા નહીં હાથેથી ખસેડવું સાથે જ પૂજા સ્થળની આસપાસ કોઈ પ્રકારનો ભંગાર ન રાખવો.

કુળદેવતાનું ધરો ધ્યાન

જેમના આશિર્વાદથી આપણો કુળ આગળ વધી રહ્યો છે તેવાં કુળદેવતા કે કુળદેવીનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે. તેમના આશિર્વાદ વિના આપણે કયસું જ કરી શકતા નથી. જો કોઈ પણ પૂજાનું સારું અને ઉત્તમ ફળ મેળવવું હોય તો પૂજનમાં કુળદેવતા, કુળદેવી અને ઘરના વાસ્તુ દેવતા વગેરેનું ધ્યાન ધરવું જોઇએ.

ઘીનો દિવો છે જરૂરી

આમ તો તમામ હિંદુઓના ધરમાં રોજ દિવાબત્તી થતાં જ હોય છે. કેટલાક લોકો તેમના ઘરમાં રહેલી નકારાત્મકતા અને વાસ્તુદોષને કારણે અનેક સમસ્યાઓથી હેરાન પરેશાન રહેતા હોય છે. જો તમે ઘરનાં વાસ્તુદોષથી પરેશાન છો તો નિયમિતરુપે દરરોજ પાણીયારે ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી ઘણાં અંશે ઘરના વાસ્તુદોષ દૂર થઈ જાય છે.

પંચદેવનું ધ્યાન કરો

સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુ આ પંચદેવ કહેવાય છે. તેમની પૂજા અનિવાર્ય રૂપથી થવી જ જોઇએ. રોજ પંચદેવનું ધ્યાન ધરવું જરૂરી છે. પંચદેવનું ધ્યાન ધરવાંથી સમૃધ્ધિ અને લક્ષમીનું આહ્વાહન થાય છે.

દિવાનું યોગ્ય સ્થાન

ખંડિત દિવામાં ક્યારેય દિવો ન પ્રગટાવવો જોઇએ, ધાર્મિક કાર્યોમાં ખંડિત વસ્તુઓને શુભ માનવામાં નથી આવતી. સાથે જ પૂજા દરમ્યાન દિવો ભગવાનની તસ્વીર કે મુર્તિની એકદમ સામે જ પ્રગટાવવો જોઈએ. પૂજાનો દિવો કરવા માટે હંમેશઆ સફેદ રૂની દિવેટનો જ પ્રયોગ કરવો જોઈએ.

ચામડું
પૂજન સ્થળની પવિત્રતાને કાયમ ધ્યાન રાખો, ચામડાનો બેલ્ટ, ઘડિયાળનો પટ્ટો, ચામડાનું જેકેટ પર્સ કે પછી ચંપલનો પૂજા સ્થળમાં પ્રવેશ નિષેધ છે. તે વાત હમેશા
યાદ રાખો.

આ પણ વાંચો: Navratriમાં વાળની ચમક ખોવાઇ ગઇ છે? તો shiny hair માટે અજમાવો આ જોરદાર ટિપ્સ

સ્વચ્છતા અને પવિત્રતાનું રાખો ધ્યાન
દેવી-દેવતાઓને ચડાવવામાં આવતા ફૂલને ચોખ્ખા પાણીથી ધોઈ લો. જે પણ ભગવાનની પૂજાની તમે તૈયારીઓ કરી રહ્યા છો તેમની પૂજા સાથે જોડાયેલી તમામ સામગ્રીઓને ચોક્કસ શામેલ કરો.

અખંડ દિવામાં આ બાબતોનું રાખો ધ્યાન

કળશ સ્થાપના કરતા લોકો અથવા અખંડ દીવો પ્રગટાવનાર લોકોએ નવ દિવસ સુધી પોતાનું ઘર ખાલી ન છોડવું જોઇએ. ઘરમાં હિંસા અને કંકાસ ન થવો જોઇએ. સાથે જ વ્રત રાખનાર વ્યક્તિ જમીન પર સૂઇ જાય તો સારું ફળ પ્રાપ્ત કરે છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Navratri, Navratri 2021, Navratri Festival, Navratri Garba, Navratri Tradition

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन